રાજ્ય સરકાર દ્વારા જંત્રીના ભાવમાં વધારો કરવાના સંકેતને લઈ ક્રેડાઈ એસોસિએશન લાલઘુમ
નવી જંત્રીનો મુસદ્દો જનતાના નિરીક્ષણ માટે સરકાર માટે હાલમાં મુકાયો છે. સંબંધિત ડે.કલેક્ટર સ્ટે. ડ્યુટીની કચેરી પર આ મુસદ્દો ઉપલબ્ધ છે. ત્યારે સરકારની વેબસાઈટ પર પણ લોકો તેને જોઈ શકે છે અને 30 દિવસ સુધી જો કોઈ વાંધો કે સૂચનો હોય તો તે પણ રજૂ કરી શકે છે અને સરકારની મંજૂરી બાદ નવી જંત્રી અમલમાં આવશે.જંત્રીના ભાવમાં વધારો કરવાના નિર્ણય સામે ક્રેડાઈ એસોસિએશન લાલઘુમ ત્યારે બીજી તરફ જંત્રીના ભાવ વધારા મુદ્દે ક્રેડાઈ પ્રમુખે મોટું નિવેદન આપ્યું છે. ક્રેડાઈના પ્રમુખ પ્રિતેશ પટેલે કહ્યું કે ગત વર્ષે જંત્રીના ભાવ ડબલ કર્યા હતા. સરકાર દ્વારા વાંધા સુચનો મગાવવામાં આવ્યા છે, ભાવમાં 1000 ગણો વધારો કરવા વાંધા સુચનો મગાવ્યા છે. ત્યારે જો જો આ ભાવ અમલી બનશે તો બાંધકામ ક્ષેત્ર પડી ભાંગશે, કારણ કે ગત વર્ષે જ સરકારે જંત્રીના ભાવ ડબલ કર્યા હતા. જ્યારે અન્ય રાજ્યમાં પ્રતિ વર્ષ જંત્રીના ભાવમાં 8થી 10 ટકાનો વધારો કરવામાં આવે છે. ત્યારે હવે ક્રેડાઈ દ્વારા આગામી 9 તારીખે જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવશે. જંત્રીના ભાવ વધારાને લઈ બિલ્ડર એસોસિએશનનું નિવેદન જંત્રીના ભાવ વધારાને લઈ બિલ્ડર એસોસિએશને પણ નિવેદન આપ્યું છે કે આગામી સોમવારે રાજકોટ બિલ્ડર એસોસિએશન રેલી કાઢશે તેવું પરેશ ગજેરાએ કહ્યું છે. પ્રશાસન સામે રાજકોટ બિલ્ડર એસોસિએશન મોરચો માંડશે. બિલ્ડર એસોસિએશને કહ્યું કે નવા નવા પરિપત્રોથી વિકાસકાર્યો પર અસર થશે અને જંત્રીમાં 200થી 2000 ટકાનો વધારો થયો છે. આ સમગ્ર મામલે રાજ્ય સરકારને જાણ કરવામાં આવી છે. TRP કાંડ બાદ ઘણા અધિકારીઓ નવા આવ્યા અને અનેકવાર મનપાના અધિકારીઓને પણ આ અંગે રજૂઆત કરી છે. ત્યારે કોઈ નિવેડો ન આવતા અમે ગાંધીનગર રજૂઆત કરી છે, ત્યારે હવે સોમવારે રાજકોટના સરદાર પટેલ સ્ટેચ્યુથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવશે. અગાઉ દર મહિને 10થી 12 પ્લાન મંજૂર થતા હતા જે હવે થતાં નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નવી જંત્રીનો મુસદ્દો જનતાના નિરીક્ષણ માટે સરકાર માટે હાલમાં મુકાયો છે. સંબંધિત ડે.કલેક્ટર સ્ટે. ડ્યુટીની કચેરી પર આ મુસદ્દો ઉપલબ્ધ છે. ત્યારે સરકારની વેબસાઈટ પર પણ લોકો તેને જોઈ શકે છે અને 30 દિવસ સુધી જો કોઈ વાંધો કે સૂચનો હોય તો તે પણ રજૂ કરી શકે છે અને સરકારની મંજૂરી બાદ નવી જંત્રી અમલમાં આવશે.
જંત્રીના ભાવમાં વધારો કરવાના નિર્ણય સામે ક્રેડાઈ એસોસિએશન લાલઘુમ
ત્યારે બીજી તરફ જંત્રીના ભાવ વધારા મુદ્દે ક્રેડાઈ પ્રમુખે મોટું નિવેદન આપ્યું છે. ક્રેડાઈના પ્રમુખ પ્રિતેશ પટેલે કહ્યું કે ગત વર્ષે જંત્રીના ભાવ ડબલ કર્યા હતા. સરકાર દ્વારા વાંધા સુચનો મગાવવામાં આવ્યા છે, ભાવમાં 1000 ગણો વધારો કરવા વાંધા સુચનો મગાવ્યા છે. ત્યારે જો જો આ ભાવ અમલી બનશે તો બાંધકામ ક્ષેત્ર પડી ભાંગશે, કારણ કે ગત વર્ષે જ સરકારે જંત્રીના ભાવ ડબલ કર્યા હતા. જ્યારે અન્ય રાજ્યમાં પ્રતિ વર્ષ જંત્રીના ભાવમાં 8થી 10 ટકાનો વધારો કરવામાં આવે છે. ત્યારે હવે ક્રેડાઈ દ્વારા આગામી 9 તારીખે જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવશે.
જંત્રીના ભાવ વધારાને લઈ બિલ્ડર એસોસિએશનનું નિવેદન
જંત્રીના ભાવ વધારાને લઈ બિલ્ડર એસોસિએશને પણ નિવેદન આપ્યું છે કે આગામી સોમવારે રાજકોટ બિલ્ડર એસોસિએશન રેલી કાઢશે તેવું પરેશ ગજેરાએ કહ્યું છે. પ્રશાસન સામે રાજકોટ બિલ્ડર એસોસિએશન મોરચો માંડશે. બિલ્ડર એસોસિએશને કહ્યું કે નવા નવા પરિપત્રોથી વિકાસકાર્યો પર અસર થશે અને જંત્રીમાં 200થી 2000 ટકાનો વધારો થયો છે. આ સમગ્ર મામલે રાજ્ય સરકારને જાણ કરવામાં આવી છે. TRP કાંડ બાદ ઘણા અધિકારીઓ નવા આવ્યા અને અનેકવાર મનપાના અધિકારીઓને પણ આ અંગે રજૂઆત કરી છે. ત્યારે કોઈ નિવેડો ન આવતા અમે ગાંધીનગર રજૂઆત કરી છે, ત્યારે હવે સોમવારે રાજકોટના સરદાર પટેલ સ્ટેચ્યુથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવશે. અગાઉ દર મહિને 10થી 12 પ્લાન મંજૂર થતા હતા જે હવે થતાં નથી.