Ahmedabadમાં ડમ્પરનો આતંક યથાવત, ઘોડાસરમાં 3 લકઝુરીયસ કારને લીધી અડફેટમાં

Feb 20, 2025 - 13:00
Ahmedabadમાં ડમ્પરનો આતંક યથાવત, ઘોડાસરમાં 3 લકઝુરીયસ કારને લીધી અડફેટમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના ઘોડાસરમાં રોડ પર ડમ્પર ચાલકનો આતંક જોવા મળ્યો છે જેમાં ડમ્પર ચાલકે 3 લકઝુરીયસ કાર અને જાનૈયાઓની કારને અડફેટે લીધી હોવાની વાત સામે આી છે જેમાં ડમ્પરે લકઝુરીયસ કારને ભારે નુકસાન પહોંચાડયું છે,તો સ્થાનિકોએ ડમ્પર ચાલકને ઝડપી પોલીસને સોંપ્યો છે ત્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.

ડમ્પરે જાનૈયાઓની કારને અડફેટે લીધી

ડમ્પર ચાલકનો ત્રાસ વધતો ગયો છે ડમ્પર ચાલકોના બેફામ આતંકના કારણે ઘમઆ લોકોના અત્યાર સુધી મોત નિપજયા છે તો ઘણા લોકોને ઈજા પણ પહોંચી છે,ઘોડાસરના અનન્ય એપાર્ટમેન્ટ પાસે આ ઘટના બની હોવાની વાત સામે આી છે,ત્યારે કાર રોડ પર હતી ત્યાં ડમ્પર ઘુસી ગયુ છે જેના કારણે ત્રણ લક્ઝરીયસ કારને થયું મોટું નુકસાન તો પોલીસે પોલીસે ડમ્પરચાલકની અટકાયત કરી છે અને ડમ્પર સાથે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે.

પોલીસે ડમ્પર ચાલકની કરી અટકાયત

અમદાવાદના ઘોડાસર મંગલેશ્વર મહાદેવથી નવા ઓવરબિજ નેશનલ હાઈવે જતા રોડ પર અનન્ય એપાટમેન્ટ પાસે માટી ભરેલ ડમ્પરે રાહિલ શાહ નામના વરરાજાની જાનની તૈયારી કરી રહેલ જાનૈયાઓની કારને અડફેટે લેતા રોડ પર દોડધામ મચી ગઈ હતી,લગ્નમાં જઈ રહેલી લકઝુરિયસ કારને નુકસાન થયું છે.પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કર્યા બાદ જાનૈયાઓ જાન લઈને નીકળ્યા હતા.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0