Patanના રાધનપુરમાં ગંદકીના ભરપૂર દ્રશ્યો આવ્યા સામે, ચૂંટણી બહિષ્કારના લાગ્યા બેનરો

રાધનપુર નગરપાલિકાની ચૂંટણીના અત્યારે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા નગરપાલિકા જીતવા કમર કસવામાં આવી રહી છે ત્યારે રાધનપુરની સાચી તસવીર પણ આજે સામે આવી રહી છે, આવનારા સમયમાં રાધનપુરના તમામ પ્રશ્નોનો નિવેડો લાવવામાં આવશે તેવા વાયદાઓ રાજકીય પક્ષો આપી રહ્યા છે પરંતુ રાધનપુરની સ્થાપના થઇ ત્યારથી આજદિન સુધી રાધનપુરને ગંદકીનું સામ્રાજ્ય બનાવી દેવામાં આવ્યું તેનું શું? રાધનપુરને એક સમયે નવાબી નગરી તરીકે ઓળખવામાં આવતી હતી આજે રાધનપુરમાં માત્ર બજારોમાં જ નહીં પરંતુ રાધનપુર શહેરના તમામ વોર્ડમાં ઉભરાતી ગટરો, તૂટેલા રોડ રસ્તા , કચરાના ઢગલા તેમજ રખડતા ઢોર અને ગંદકી ના દ્રશ્યો દેખવા મળે છે એક તરફ રાધનપુર નગરપાલિકાની ચૂંટણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે તો બીજી તરફ રાધનપુર શહેરના વેપારીઓ રાધનપુર શહેરમાં આવેલ બજારોમાં તૂટેલા રસ્તા, ગંદકી તેમજ ખુલ્લી ગટરો ને લઈને આવનારી ચૂંટણીમાં લડી લેવાના મૂડમા છે અને જો વેપારીઓની માંગણી સંતોષવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવા બેનરો પણ લગાવી દેવામાં આવ્યા છે. વિકાસના કામો નથી થયા ! રાધનપુરમાં એક તરફ નગરપાલિકાની ચૂંટણીને લઈને તમામ વોર્ડમાં ચૂંટણીના જોરસોરથી પ્રચાર પ્રસાર ચાલી રહ્યા છે ત્યારે વર્ષોથી વાયદા અને વચનોની ખોટી લ્હાણી કરવામાં આવતી હોવાથી લોકો કંટાળીને તેમની મનગમતી પાર્ટી માંથી કંટાળીને હવે વિકાસ કરવા માટે પરીવર્તન માંગી રહ્યા છે રાધનપુરના વોર્ડ નંબર 5 મા મોટાભાગનો વિસ્તાર કોંગ્રેસની વોટબેન્ક માનવામાં આવે છે અને છેલ્લા 10 વર્ષથી રાધનપુર નગરપાલિકામા કોંગ્રેસ ની સત્તા હતી જોકે કોંગ્રેસ ના શાસન મા કોંગ્રેસની વોટ બેન્ક ગણાતા વોર્ડ નંબર 5 મા વિકાસની માત્ર વાતો જ થઇ હોવાથી હવે લોકોનો મિજાજ બદલતો જોવા મળી રહ્યો છે. .છેલ્લા બે વર્ષથી ભલે વહીવટદાર નું શાસન હતું અને જેના કારણે કોંગ્રેસ ના હાથમાં વિકાસ કરવા માટે સત્તા ન હોતી પરંતુ છેલ્લા 10 વર્ષથી સત્તા ધરાવતા હતા તો પણ કાંઈજ વિકાસના કામો કરી શક્યા નથી તેમ જનતા સવાલો કરી રહી છે.  

Patanના રાધનપુરમાં ગંદકીના ભરપૂર દ્રશ્યો આવ્યા સામે, ચૂંટણી બહિષ્કારના લાગ્યા બેનરો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાધનપુર નગરપાલિકાની ચૂંટણીના અત્યારે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા નગરપાલિકા જીતવા કમર કસવામાં આવી રહી છે ત્યારે રાધનપુરની સાચી તસવીર પણ આજે સામે આવી રહી છે, આવનારા સમયમાં રાધનપુરના તમામ પ્રશ્નોનો નિવેડો લાવવામાં આવશે તેવા વાયદાઓ રાજકીય પક્ષો આપી રહ્યા છે પરંતુ રાધનપુરની સ્થાપના થઇ ત્યારથી આજદિન સુધી રાધનપુરને ગંદકીનું સામ્રાજ્ય બનાવી દેવામાં આવ્યું તેનું શું?

રાધનપુરને એક સમયે નવાબી નગરી તરીકે ઓળખવામાં આવતી હતી

આજે રાધનપુરમાં માત્ર બજારોમાં જ નહીં પરંતુ રાધનપુર શહેરના તમામ વોર્ડમાં ઉભરાતી ગટરો, તૂટેલા રોડ રસ્તા , કચરાના ઢગલા તેમજ રખડતા ઢોર અને ગંદકી ના દ્રશ્યો દેખવા મળે છે એક તરફ રાધનપુર નગરપાલિકાની ચૂંટણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે તો બીજી તરફ રાધનપુર શહેરના વેપારીઓ રાધનપુર શહેરમાં આવેલ બજારોમાં તૂટેલા રસ્તા, ગંદકી તેમજ ખુલ્લી ગટરો ને લઈને આવનારી ચૂંટણીમાં લડી લેવાના મૂડમા છે અને જો વેપારીઓની માંગણી સંતોષવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવા બેનરો પણ લગાવી દેવામાં આવ્યા છે.

વિકાસના કામો નથી થયા !

રાધનપુરમાં એક તરફ નગરપાલિકાની ચૂંટણીને લઈને તમામ વોર્ડમાં ચૂંટણીના જોરસોરથી પ્રચાર પ્રસાર ચાલી રહ્યા છે ત્યારે વર્ષોથી વાયદા અને વચનોની ખોટી લ્હાણી કરવામાં આવતી હોવાથી લોકો કંટાળીને તેમની મનગમતી પાર્ટી માંથી કંટાળીને હવે વિકાસ કરવા માટે પરીવર્તન માંગી રહ્યા છે રાધનપુરના વોર્ડ નંબર 5 મા મોટાભાગનો વિસ્તાર કોંગ્રેસની વોટબેન્ક માનવામાં આવે છે અને છેલ્લા 10 વર્ષથી રાધનપુર નગરપાલિકામા કોંગ્રેસ ની સત્તા હતી જોકે કોંગ્રેસ ના શાસન મા કોંગ્રેસની વોટ બેન્ક ગણાતા વોર્ડ નંબર 5 મા વિકાસની માત્ર વાતો જ થઇ હોવાથી હવે લોકોનો મિજાજ બદલતો જોવા મળી રહ્યો છે. .છેલ્લા બે વર્ષથી ભલે વહીવટદાર નું શાસન હતું અને જેના કારણે કોંગ્રેસ ના હાથમાં વિકાસ કરવા માટે સત્તા ન હોતી પરંતુ છેલ્લા 10 વર્ષથી સત્તા ધરાવતા હતા તો પણ કાંઈજ વિકાસના કામો કરી શક્યા નથી તેમ જનતા સવાલો કરી રહી છે.