Modasa:તા.27મીના રોજ અરવલ્લીમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે

અરવલ્લી જિલ્લામાં 27 મી સપ્ટેમ્બરના રોજ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે ત્યારે આયોજન અંગે કલેક્ટર પ્રશસ્તિ પરીકના અધ્યક્ષસ્થાને અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી.બેઠકમાં કલેકટરે અધિકારીઓને જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને તેમના લાભો સરળતાથી મળે તે માટે માઈક્રો પ્લાનિંગ કરી તે પ્રમાણે કામગીરી કરાય છે. આરોગ્ય વિભાગ દ્વારા અપાતા આયુષ્યમાન કાર્ડ ઉપરાંત પુરવઠા વિભાગની ઉજજ્વલા યોજના અને અન્નપૂર્ણા યોજનાના,ઉદ્યોગ અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની યોજનાઓમાં માનવ કલ્યાણ યોજના અને માનવ ગરિમા યોજના, કુંવરબાઈનું મામેરુ, પ્રધાનમંત્રી આવાસ યોજના અને ડૉ. આંબેડકર આવાસ યોજના, સમાજ સુરક્ષા માટે દિવ્યાંગોને લગતી યોજનાઓના લાભાર્થીઓને આપવામાં આવનાર લાભો અને સહાય કીટના વિતરણ અંગે તંત્ર દ્વારા કરવામાં કરવામાં આવેલ તૈયારીઓની સમીક્ષા કરી કાર્યક્રમ અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દિપેન કેડિયા, નિવાસી અધિક કલેકટર જશવંત જેગોડા સહિતના હજાર રહ્યા હતા.

Modasa:તા.27મીના રોજ અરવલ્લીમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


અરવલ્લી જિલ્લામાં 27 મી સપ્ટેમ્બરના રોજ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે ત્યારે આયોજન અંગે કલેક્ટર પ્રશસ્તિ પરીકના અધ્યક્ષસ્થાને અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં કલેકટરે અધિકારીઓને જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને તેમના લાભો સરળતાથી મળે તે માટે માઈક્રો પ્લાનિંગ કરી તે પ્રમાણે કામગીરી કરાય છે. આરોગ્ય વિભાગ દ્વારા અપાતા આયુષ્યમાન કાર્ડ ઉપરાંત પુરવઠા વિભાગની ઉજજ્વલા યોજના અને અન્નપૂર્ણા યોજનાના,ઉદ્યોગ અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની યોજનાઓમાં માનવ કલ્યાણ યોજના અને માનવ ગરિમા યોજના, કુંવરબાઈનું મામેરુ, પ્રધાનમંત્રી આવાસ યોજના અને ડૉ. આંબેડકર આવાસ યોજના, સમાજ સુરક્ષા માટે દિવ્યાંગોને લગતી યોજનાઓના લાભાર્થીઓને આપવામાં આવનાર લાભો અને સહાય કીટના વિતરણ અંગે તંત્ર દ્વારા કરવામાં કરવામાં આવેલ તૈયારીઓની સમીક્ષા કરી કાર્યક્રમ અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દિપેન કેડિયા, નિવાસી અધિક કલેકટર જશવંત જેગોડા સહિતના હજાર રહ્યા હતા.