Mehsanaમાં નવરાત્રિને લઈ પોલીસ એકશનમાં, વિવિધ જગ્યાઓ પર ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી

નવરાત્રિના તહેવારને શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તેને લઈને રાજ્ય ગૃહ વિભાગ દ્વારા નવરાત્રિના દિવસો નજીક આવવાની સાથે જ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને તેને લઈને અમલવારી પણ શરૂ થઈ ગઈ છે.આંબલીયાસણ, ગોઝારીયામાં અલગ અલગ જગ્યાએ ટ્રાફિક ડ્રાઈવ શરૂ મહેસાણામાં નવરાત્રિને લઈને પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. લાંઘણજ પોલીસ સ્ટેશનના પીઆઈ ટી.જે.દેસાઈ દ્વારા પોલીસ સ્ટાફને કડક સૂચના આપવામાં આવી છે. પીઆઈની સૂચનાને અનુસરી પોલીસ સ્ટાફે લાંઘણજ વિસ્તારના આંબલીયાસણ, ગોઝારીયા તેમજ અલગ અલગ જગ્યાએ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે. પોલીસે અનેક વાહન ચાલકોને દંડ ફટકાર્યો પોલીસે કાર્યવાહી કરતા કાળા કાચ વાળી ગાડીઓ, લાયસન્સ વગર, નંબર પ્લેટ વગર તેમજ પૂરતા કાગળ ના હોય તેવા વાહનો તેમજ વાહન ચાલકોને દંડ ફટકાર્યો છે. પીઆઈ ટી.જે.દેસાઈની હાજરીમાં જ પોલીસ સ્ટાફ દ્વારા ફોરવ્હીલ ગાડીમાં કરેલી ફીલ્મને ઉખેડવામાં આવી. સુરક્ષાના ભાગરૂપે રાજ્યભરમાં પોલીસ દ્વારા સખ્ત ચેકિંગ આ સાથે જ નંબર પ્લેટ વગરના લોકોને, લાયસન્સ વગરના લોકોને અને તેમજ પૂરતા કાગળો ના હોય તેમને દંડ ફટકારી મેમો આપીને કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની કડક કાર્યવાહીથી કાર ચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે આગામી 3 ઓક્ટોબરથી રાજ્યમાં નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે સુરક્ષાના ભાગરૂપે રાજ્યભરમાં પોલીસ દ્વારા સખ્ત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 3 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી નવરાત્રિ 11 ઓક્ટોબર સુધી ચાલશે અને આ દરમિયાન ગરબા રસિકો મન મુકીને ગરબા રમશે અને માં અંબાની આરાધના કરશે. આયોજકોને નિયમોનું કરવું પડશે પાલન તમને જણાવી દઈએ કે આયોજકોને પણ આ વખતે નિયમો અને શરતોને આધિન આયોજન કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. ગરબા ગાવા માટે નક્કી કરવામાં આવેલી જગ્યા પર કડક સુરક્ષા વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા અને ઈમરજન્સી સર્વિસ પણ તૈયાર રાખવા માટે સૂચન આપવામાં આવ્યું છે. ત્યારે રાત્રે 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર પર ગરબા વગાડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જો કે ઢોલ ઉપર શેરી ગરબા મોડી રાત સુધી ચાલુ રાખી શકાશે.     

Mehsanaમાં નવરાત્રિને લઈ પોલીસ એકશનમાં, વિવિધ જગ્યાઓ પર ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવરાત્રિના તહેવારને શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તેને લઈને રાજ્ય ગૃહ વિભાગ દ્વારા નવરાત્રિના દિવસો નજીક આવવાની સાથે જ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને તેને લઈને અમલવારી પણ શરૂ થઈ ગઈ છે.

આંબલીયાસણ, ગોઝારીયામાં અલગ અલગ જગ્યાએ ટ્રાફિક ડ્રાઈવ શરૂ

મહેસાણામાં નવરાત્રિને લઈને પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. લાંઘણજ પોલીસ સ્ટેશનના પીઆઈ ટી.જે.દેસાઈ દ્વારા પોલીસ સ્ટાફને કડક સૂચના આપવામાં આવી છે. પીઆઈની સૂચનાને અનુસરી પોલીસ સ્ટાફે લાંઘણજ વિસ્તારના આંબલીયાસણ, ગોઝારીયા તેમજ અલગ અલગ જગ્યાએ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે.

પોલીસે અનેક વાહન ચાલકોને દંડ ફટકાર્યો

પોલીસે કાર્યવાહી કરતા કાળા કાચ વાળી ગાડીઓ, લાયસન્સ વગર, નંબર પ્લેટ વગર તેમજ પૂરતા કાગળ ના હોય તેવા વાહનો તેમજ વાહન ચાલકોને દંડ ફટકાર્યો છે. પીઆઈ ટી.જે.દેસાઈની હાજરીમાં જ પોલીસ સ્ટાફ દ્વારા ફોરવ્હીલ ગાડીમાં કરેલી ફીલ્મને ઉખેડવામાં આવી.

સુરક્ષાના ભાગરૂપે રાજ્યભરમાં પોલીસ દ્વારા સખ્ત ચેકિંગ

આ સાથે જ નંબર પ્લેટ વગરના લોકોને, લાયસન્સ વગરના લોકોને અને તેમજ પૂરતા કાગળો ના હોય તેમને દંડ ફટકારી મેમો આપીને કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની કડક કાર્યવાહીથી કાર ચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે આગામી 3 ઓક્ટોબરથી રાજ્યમાં નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે સુરક્ષાના ભાગરૂપે રાજ્યભરમાં પોલીસ દ્વારા સખ્ત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 3 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી નવરાત્રિ 11 ઓક્ટોબર સુધી ચાલશે અને આ દરમિયાન ગરબા રસિકો મન મુકીને ગરબા રમશે અને માં અંબાની આરાધના કરશે.

આયોજકોને નિયમોનું કરવું પડશે પાલન

તમને જણાવી દઈએ કે આયોજકોને પણ આ વખતે નિયમો અને શરતોને આધિન આયોજન કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. ગરબા ગાવા માટે નક્કી કરવામાં આવેલી જગ્યા પર કડક સુરક્ષા વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા અને ઈમરજન્સી સર્વિસ પણ તૈયાર રાખવા માટે સૂચન આપવામાં આવ્યું છે. ત્યારે રાત્રે 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર પર ગરબા વગાડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જો કે ઢોલ ઉપર શેરી ગરબા મોડી રાત સુધી ચાલુ રાખી શકાશે.