Jamnagarમાં મગફળીના પૂરતા ભાવ ના મળતા ખેડૂતો નાખુશ

જામનગર યાર્ડમાં મગફળીની આવક ઐતિહાસિક નોંધાયા બાદ ખેડૂતોને મગફળીના પૂરતા પોષણક્ષમ ભાવ ના મળવાને કારણે તેઓ નાખુશ થયા છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે યાર્ડમાં એક સાથે મોટી સંખ્યામાં મગફળીનો ભરાવો થતા પૂરતા ભાવ ખેડૂતોને મળી રહ્યા નથી. યાર્ડના અધિકારીઓ દ્વારા આ બાબતે યોગ્ય ભાવ ખેડૂતોને આપવા જોઈએ તેવી માગ કરી છે.ગઈકાલથી મગફળીની આવક જામનગર યાર્ડ ખાતે બંધ કરી દેવાઈ જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં ગઈકાલે મગફળીની ઐતિહાસિક આવક નોંધાયા બાદ સૌરાષ્ટ્રનું જામનગર યાર્ડ બે દિવસ મગફળીની બજારમાં ચર્ચામાં આવી ગયું છે. જામનગર યાર્ડમાં વિપુલ પ્રમાણમાં મગફળીની આવક નોંધાયા બાદ ગઈકાલથી મગફળીની આવક જામનગર યાર્ડ ખાતે બંધ કરી દેવાઈ છે. જેમાં ગઈકાલે યાર્ડમાં મગફળીનો ભાવ નીચામાં 1000 અને ઉંચામાં 2200 ભાવ બોલાયો હતો, જે ભાવ આજે 900થી લઈ 1200 સુધી બોલાતા ખેડૂતો નાખુશ થયા છે. બિયારણ માટે રૂપિયાની જરૂરિયાત હોવાથી ખેડૂતો મગફળી વેચી રહ્યા છે ખેડૂતોએ પોતાના યાર્ડના વેપારીઓ પર રોષ ઠાલવતા જણાવ્યું કે મગફળી વેચવા માટે અમે બે-બે દિવસ લાઈનમાં ઉભા રહી ભૂખ્યા તરસ્યા રહ્યા, જેના કારણે જામનગર યાર્ડમાં સારી મગફળીના ઉંચા ભાવ મળે. પરંતુ એક જ દિવસમાં ખેડૂતોની મગફળીનો ભાવ નીચે જતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ શિયાળુ પાકને પિયતનો સમય આવી ગયો છે અને બીજી તરફ ખેડૂતોને બિયારણ માટે રૂપિયાની જરૂરિયાત હોવાથી ખેડૂતો મગફળી વેચી રહ્યા છે. ખેડૂતોને મગફળીના પૂરતા ભાવ ના મળતા મુશ્કેલીમાં ત્યારે સામે બિયારણનો પણ પ્રશ્ન ખેડૂતોને સતાવી રહ્યો છે, કારણકે બિયારણની પણ અછત છે. હાલ ખેડૂતોની મગફળી સાથે વેપારીઓ રમત રમી રહ્યા છે અને આવું જ ચાલવાનું છે તેવું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું. એક તરફ ટેકાના ભાવે મગફળીની ખરીદી ટેક્નિકલ કારણોસર શરૂ થઈ નથી તો બીજી તરફ ખેડૂતોને મગફળીના પૂરતા ભાવ ના મળવાને કારણે ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે.   

Jamnagarમાં મગફળીના પૂરતા ભાવ ના મળતા ખેડૂતો નાખુશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગર યાર્ડમાં મગફળીની આવક ઐતિહાસિક નોંધાયા બાદ ખેડૂતોને મગફળીના પૂરતા પોષણક્ષમ ભાવ ના મળવાને કારણે તેઓ નાખુશ થયા છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે યાર્ડમાં એક સાથે મોટી સંખ્યામાં મગફળીનો ભરાવો થતા પૂરતા ભાવ ખેડૂતોને મળી રહ્યા નથી. યાર્ડના અધિકારીઓ દ્વારા આ બાબતે યોગ્ય ભાવ ખેડૂતોને આપવા જોઈએ તેવી માગ કરી છે.

ગઈકાલથી મગફળીની આવક જામનગર યાર્ડ ખાતે બંધ કરી દેવાઈ

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં ગઈકાલે મગફળીની ઐતિહાસિક આવક નોંધાયા બાદ સૌરાષ્ટ્રનું જામનગર યાર્ડ બે દિવસ મગફળીની બજારમાં ચર્ચામાં આવી ગયું છે. જામનગર યાર્ડમાં વિપુલ પ્રમાણમાં મગફળીની આવક નોંધાયા બાદ ગઈકાલથી મગફળીની આવક જામનગર યાર્ડ ખાતે બંધ કરી દેવાઈ છે. જેમાં ગઈકાલે યાર્ડમાં મગફળીનો ભાવ નીચામાં 1000 અને ઉંચામાં 2200 ભાવ બોલાયો હતો, જે ભાવ આજે 900થી લઈ 1200 સુધી બોલાતા ખેડૂતો નાખુશ થયા છે.

બિયારણ માટે રૂપિયાની જરૂરિયાત હોવાથી ખેડૂતો મગફળી વેચી રહ્યા છે

ખેડૂતોએ પોતાના યાર્ડના વેપારીઓ પર રોષ ઠાલવતા જણાવ્યું કે મગફળી વેચવા માટે અમે બે-બે દિવસ લાઈનમાં ઉભા રહી ભૂખ્યા તરસ્યા રહ્યા, જેના કારણે જામનગર યાર્ડમાં સારી મગફળીના ઉંચા ભાવ મળે. પરંતુ એક જ દિવસમાં ખેડૂતોની મગફળીનો ભાવ નીચે જતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ શિયાળુ પાકને પિયતનો સમય આવી ગયો છે અને બીજી તરફ ખેડૂતોને બિયારણ માટે રૂપિયાની જરૂરિયાત હોવાથી ખેડૂતો મગફળી વેચી રહ્યા છે.

ખેડૂતોને મગફળીના પૂરતા ભાવ ના મળતા મુશ્કેલીમાં

ત્યારે સામે બિયારણનો પણ પ્રશ્ન ખેડૂતોને સતાવી રહ્યો છે, કારણકે બિયારણની પણ અછત છે. હાલ ખેડૂતોની મગફળી સાથે વેપારીઓ રમત રમી રહ્યા છે અને આવું જ ચાલવાનું છે તેવું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું. એક તરફ ટેકાના ભાવે મગફળીની ખરીદી ટેક્નિકલ કારણોસર શરૂ થઈ નથી તો બીજી તરફ ખેડૂતોને મગફળીના પૂરતા ભાવ ના મળવાને કારણે ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે.