Kutch: કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી નિરોણા ડેમ ઓવરફ્લો

પાવરપટ્ટી વિસ્તારનો જીવાદોરી સમાન નિરોણા ડેમ ઓવરફ્લો ડેમ ઓવરફ્લો થતા નિચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયાં રાજ્યમાં અનેક ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે જિલ્લામાં મધ્યમ સિંચાઈ યોજનાના 20 ડેમ આવેલા છે. જેમાંથી નિરોણા ડેમ ઓવરફ્લો થતા સિંચાઈ માટેનું ખેડૂતો માથેથી સંકટ ટળ્યું છે. ગુજરાતમાં મેઘરાજા છેલ્લા કેટલાક દિવસથી ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદ ખાબકી રહ્યો છે. વરસાદના કારણે ભુજના સાતમ આઠમના મેળામાં વ્યાપક અસર પહોંચી છે. ગુજરાતમાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં નખત્રાણામાં 71 મીમી, ભુજમાં 32 મીમી, મુંદ્રામાં 21 મીમી, માંડવીમાં 16 મીમી, રાપરમાં 9 મીમી, અંજારમાં 5 મીમી અને ભચાઉમાં 2 મીમી વરસાદ ખાબક્યો છે. ઉપરાંત ગત 25મી ઓગસ્ટ રવિવારના રોજ કચ્છના રાપરમાં 68 મીમી, ભચાઉમાં 45 મીમી, ગાંધીધામમાં 35 મીમી, અંજાર અને નખત્રાણામાં 33-33 મીમી, માંડવીમાં 28 મીમી, ભુજમાં 19 મીમી અને મુંદ્રામાં 12 મીમી વરસાદ નોંધાયો હતો. ભુજ શહેરમાં રાત્રિના નવ વાગ્યાથી સવાર છ વાગ્યા સુધીમાં હળવાથી ભારે વરસાદ અવિરત પણે ચાલુ રહ્યો હતો. વરસાદના કારણે ભુજનો સાતમ આઠમના મેળામાં વ્યાપક અસર પહોંચી હતી. ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે જ્યારે તહેવારોમાં કમાણી કરવાની વેપારીઓની આશા પર પાણી ફરી વળ્યું છે.

Kutch: કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી નિરોણા ડેમ ઓવરફ્લો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાવરપટ્ટી વિસ્તારનો જીવાદોરી સમાન નિરોણા ડેમ ઓવરફ્લો
  • ડેમ ઓવરફ્લો થતા નિચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયાં
  • રાજ્યમાં અનેક ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે

જિલ્લામાં મધ્યમ સિંચાઈ યોજનાના 20 ડેમ આવેલા છે. જેમાંથી નિરોણા ડેમ ઓવરફ્લો થતા સિંચાઈ માટેનું ખેડૂતો માથેથી સંકટ ટળ્યું છે.

ગુજરાતમાં મેઘરાજા છેલ્લા કેટલાક દિવસથી ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદ ખાબકી રહ્યો છે. વરસાદના કારણે ભુજના સાતમ આઠમના મેળામાં વ્યાપક અસર પહોંચી છે.

ગુજરાતમાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં નખત્રાણામાં 71 મીમી, ભુજમાં 32 મીમી, મુંદ્રામાં 21 મીમી, માંડવીમાં 16 મીમી, રાપરમાં 9 મીમી, અંજારમાં 5 મીમી અને ભચાઉમાં 2 મીમી વરસાદ ખાબક્યો છે.

ઉપરાંત ગત 25મી ઓગસ્ટ રવિવારના રોજ કચ્છના રાપરમાં 68 મીમી, ભચાઉમાં 45 મીમી, ગાંધીધામમાં 35 મીમી, અંજાર અને નખત્રાણામાં 33-33 મીમી, માંડવીમાં 28 મીમી, ભુજમાં 19 મીમી અને મુંદ્રામાં 12 મીમી વરસાદ નોંધાયો હતો. ભુજ શહેરમાં રાત્રિના નવ વાગ્યાથી સવાર છ વાગ્યા સુધીમાં હળવાથી ભારે વરસાદ અવિરત પણે ચાલુ રહ્યો હતો.

વરસાદના કારણે ભુજનો સાતમ આઠમના મેળામાં વ્યાપક અસર પહોંચી હતી. ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે જ્યારે તહેવારોમાં કમાણી કરવાની વેપારીઓની આશા પર પાણી ફરી વળ્યું છે.