બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો નિર્ણય એક તરફી: ગેનીબેન ઠાકોર
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને સંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. જિલ્લાના 14 તાલુકાનો વિસ્તાર ખુબ જ લાંબો હોવાથી તેના વિભાજનની માગણી લાંબા સમયથી થઈ રહી હતી. જે રીતે 8 તાલુકાઓનું અલગ રાજ્ય સરકારે વિભાજન કર્યું છે. જેમાં 40 કિલોમીટરની અંતરે તાલુકાઓ આવતા હોય એને સ્વાભાવિક ફાયદો થશે.વિભાજન માટે આગેવાનો કે ધારાસભ્યોના મંતવ્ય ન લીધા: ગેનીબેન ઠાકોર જ્યારે કોઈ ગ્રામ પંચાયતનું પણ વિભાજન કરવું હોય તો પણ ગ્રામ પંચાયતનો ઠરાવ તો તાલુકા પંચાયતનું વિભાજન કરવું હોય તો ઠરાવ અને સૂચનો લેવામાં આવતા હોય છે પણ આ વખતે કોઈ સરપંચો, તાલુકાના આગેવાનો કે ધારાસભ્યો કે ચૂંટાયેલા પદાધિકારીઓનો અભિપ્રાય લીધા નથી. આ એક તરફી જિલ્લાનું વિભાજન છે, લોકોને વિશ્વાસમાં લઈને વિભાજન કર્યું હોત તો બધા રાજી રહેતા. અંતે ગેનીબેન ઠાકોરે કહ્યું કે હું માનું છું કે ખૂબ મોટા જિલ્લાનું વિભાજન થયું છે, તેનાથી થોડો ઘણો લોકોને ફાયદો થશે. બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને 2025ના વર્ષના પ્રથમ દિવસે જ નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને 2 જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને પ્રજાજનોની વર્ષો જુની માગણી સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે. રાજ્યમાં હાલમાં 33 જિલ્લાઓ તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં હાલમાં 33 જિલ્લાઓ આવેલા છે. વિસ્તારની દ્રષ્ટીએ કચ્છ સૌથી મોટો અને ડાંગ સૌથી નાનો જિલ્લો છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ વસ્તી અને ડાંગ જિલ્લામાં સૌથી ઓછી વસ્તી છે. રાજ્યમાં સુરત જિલ્લો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે, જ્યારે કચ્છ જિલ્લો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે. ત્યારે હવે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવાના કારણે રાજ્યમાં 34 જિલ્લાઓ બનશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને સંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. જિલ્લાના 14 તાલુકાનો વિસ્તાર ખુબ જ લાંબો હોવાથી તેના વિભાજનની માગણી લાંબા સમયથી થઈ રહી હતી. જે રીતે 8 તાલુકાઓનું અલગ રાજ્ય સરકારે વિભાજન કર્યું છે. જેમાં 40 કિલોમીટરની અંતરે તાલુકાઓ આવતા હોય એને સ્વાભાવિક ફાયદો થશે.
વિભાજન માટે આગેવાનો કે ધારાસભ્યોના મંતવ્ય ન લીધા: ગેનીબેન ઠાકોર
જ્યારે કોઈ ગ્રામ પંચાયતનું પણ વિભાજન કરવું હોય તો પણ ગ્રામ પંચાયતનો ઠરાવ તો તાલુકા પંચાયતનું વિભાજન કરવું હોય તો ઠરાવ અને સૂચનો લેવામાં આવતા હોય છે પણ આ વખતે કોઈ સરપંચો, તાલુકાના આગેવાનો કે ધારાસભ્યો કે ચૂંટાયેલા પદાધિકારીઓનો અભિપ્રાય લીધા નથી. આ એક તરફી જિલ્લાનું વિભાજન છે, લોકોને વિશ્વાસમાં લઈને વિભાજન કર્યું હોત તો બધા રાજી રહેતા. અંતે ગેનીબેન ઠાકોરે કહ્યું કે હું માનું છું કે ખૂબ મોટા જિલ્લાનું વિભાજન થયું છે, તેનાથી થોડો ઘણો લોકોને ફાયદો થશે.
બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત
ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને 2025ના વર્ષના પ્રથમ દિવસે જ નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને 2 જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને પ્રજાજનોની વર્ષો જુની માગણી સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે.
રાજ્યમાં હાલમાં 33 જિલ્લાઓ
તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં હાલમાં 33 જિલ્લાઓ આવેલા છે. વિસ્તારની દ્રષ્ટીએ કચ્છ સૌથી મોટો અને ડાંગ સૌથી નાનો જિલ્લો છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ વસ્તી અને ડાંગ જિલ્લામાં સૌથી ઓછી વસ્તી છે. રાજ્યમાં સુરત જિલ્લો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે, જ્યારે કચ્છ જિલ્લો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે. ત્યારે હવે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવાના કારણે રાજ્યમાં 34 જિલ્લાઓ બનશે.