પ્રાકૃતિક ખેતીમાં બધા જ પ્રકારના જીવાત અને ફુગના નિયંત્રણ માટે સર્વોત્તમ છે
પ્રાકૃતિક ખેતીમાં બધા જ પ્રકારના જીવાત અને ફુગના નિયંત્રણ માટે સર્વોત્તમ છે દશપર્ણી અર્ક, જેને તમામ પ્રાકૃતિક ઘટકોનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવે છે. દશપર્ણી અર્ક:- - તમામ પ્રાકૃતિક ઘટકોનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવે છે - બધા જ પ્રકારના જંતુઓ અને રોગોને નિયંત્રણ કરવામાં ખૂબ જ અસરકારક - છોડની સંપૂર્ણ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે દશપર્ણી અર્ક બનાવવાની રીત એક બેરલમાં ૨૦૦ લીટર પાણી લઈ તેમાં ૧૦ લીટર ગૌમૂત્ર નાખો ર કિ.ગ્રા. દેશી ગાયનું છાણ નાખી બરાબર મિશ્ર કરો ત્યાર પછી એમાં ૫ કિ.ગ્રા. લીમડાની નાની નાની ડાળીઓના કટકા કરીને નાખો, તેમજ ૨ કિ.ગ્રા. સીતાફળના પાન, ૨ કિ.ગ્રા. કરંજના પાન, ૨ કિ.ગ્રા. એરંડાના પાન, ૨ કિ.ગ્રા. ધતુરાના પાન, ૨ કિ.ગ્રા. બીલીના પાન, ૨ કિ.ગ્રા. પપૈયાના પાન, ૨ કિ.ગ્રા. બાવળના પાન, ૨ કિ.ગ્રા. જામફળના પાન, ૨ કિ.ગ્રા. જાસૂદના પાન, ૨ કિ.ગ્રા. તરોટેના પાન, ૨ કિ.ગ્રા. બાવચીના પાન, ૨ કિ.ગ્રા. આંબાના પાન, ૨ કિ.ગ્રા. કરેણના પાન, ૨ કિ.ગ્રા. દેશી કારેલાના પાન, ૨ કિ.ગ્રા. ગલગોટા છોડના ટુકડા ઉમેરો.ઉપર જણાવેલ વનસ્પતિઓ માંથી કોઈપણ દશ વનસ્પતિ નાખો. જો આપના વિસ્તારમાં બીજી ઔષધીય વનસ્પતિઓની જાણ હોય તો તેના પણ પાન લેવા. ત્યાર પછી અડધો કિ.ગ્રા. તીખા મરચાની ચટણી નાખવી. તે પછી એમાં ૨૦૦ ગ્રામ સુંઠનો પાઉડર તેમજ ૫૦૦ ગ્રામ હળદરનો પાવડર નાખવો, હવે તેને લાકડીથી હલાવવું.આ મિશ્રણને છાંયામાં રાખી દિવસમાં ૨ વખત સવાર અને સાંજ લાકડીથી હલાવવું. આ મિશ્રણને વરસાદના પાણી તેમજ તડકાથી બચાવવું. આ મિશ્રણને તૈયાર થવામાં ૪૦ દિવસ લાગે છે. ત્યાર તેને કપડાથી ગાળી અને વાસણમાં ઢાંકીને રાખવું. દશપર્ણી અર્કના ઉપયોગની રીત ૧૦૦-૨૦૦ લીટર પાણીમાં ૬- ૮ લીટર દશપર્ણી અર્ક નાખીને તેને વ્યવસ્થિત રીતે હલાવવું જોઈએ. આ મિશ્રણ સ્થિર થાય ત્યારે ઝીણા કપડાંથી ગાળીને તેનો ૧ એકરમાં છંટકાવ કરવો. આ દશપર્ણી અર્કનો ૬ મહિના સુધી વપરાશ કરી શકાય છે. દશપર્ણી અર્કના ફાયદા દશપર્ણી અર્કએ પાકમાં કીટનાશક તરીકે કામ કરે છે. જેનાથી પાકને કોઈપણ જાતની આડઅસર થતી નથી. બધા જ પ્રકારના જંતુઓ અને રોગોને નિયંત્રણ કરવામાં ખૂબ અસરકારક છે, તદ્-ઉપરાંત છોડની સંપૂર્ણ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. એટલે જ કહેવાય છે કે, બધા જ પ્રકારની જીવાત અને ફુગના નિયંત્રણ માટે સર્વોત્તમ છે, દશપર્ણી અર્ક.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પ્રાકૃતિક ખેતીમાં બધા જ પ્રકારના જીવાત અને ફુગના નિયંત્રણ માટે સર્વોત્તમ છે દશપર્ણી અર્ક, જેને તમામ પ્રાકૃતિક ઘટકોનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવે છે.
દશપર્ણી અર્ક:-
- તમામ પ્રાકૃતિક ઘટકોનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવે છે
- બધા જ પ્રકારના જંતુઓ અને રોગોને નિયંત્રણ કરવામાં ખૂબ જ અસરકારક
- છોડની સંપૂર્ણ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે
દશપર્ણી અર્ક બનાવવાની રીત
એક બેરલમાં ૨૦૦ લીટર પાણી લઈ તેમાં ૧૦ લીટર ગૌમૂત્ર નાખો ર કિ.ગ્રા. દેશી ગાયનું છાણ નાખી બરાબર મિશ્ર કરો ત્યાર પછી એમાં ૫ કિ.ગ્રા. લીમડાની નાની નાની ડાળીઓના કટકા કરીને નાખો, તેમજ ૨ કિ.ગ્રા. સીતાફળના પાન, ૨ કિ.ગ્રા. કરંજના પાન, ૨ કિ.ગ્રા. એરંડાના પાન, ૨ કિ.ગ્રા. ધતુરાના પાન, ૨ કિ.ગ્રા. બીલીના પાન, ૨ કિ.ગ્રા. પપૈયાના પાન, ૨ કિ.ગ્રા. બાવળના પાન, ૨ કિ.ગ્રા. જામફળના પાન, ૨ કિ.ગ્રા. જાસૂદના પાન, ૨ કિ.ગ્રા. તરોટેના પાન, ૨ કિ.ગ્રા. બાવચીના પાન, ૨ કિ.ગ્રા. આંબાના પાન, ૨ કિ.ગ્રા. કરેણના પાન, ૨ કિ.ગ્રા. દેશી કારેલાના પાન, ૨ કિ.ગ્રા. ગલગોટા છોડના ટુકડા ઉમેરો.ઉપર જણાવેલ વનસ્પતિઓ માંથી કોઈપણ દશ વનસ્પતિ નાખો. જો આપના વિસ્તારમાં બીજી ઔષધીય વનસ્પતિઓની જાણ હોય તો તેના પણ પાન લેવા. ત્યાર પછી અડધો કિ.ગ્રા. તીખા મરચાની ચટણી નાખવી. તે પછી એમાં ૨૦૦ ગ્રામ સુંઠનો પાઉડર તેમજ ૫૦૦ ગ્રામ હળદરનો પાવડર નાખવો, હવે તેને લાકડીથી હલાવવું.આ મિશ્રણને છાંયામાં રાખી દિવસમાં ૨ વખત સવાર અને સાંજ લાકડીથી હલાવવું. આ મિશ્રણને વરસાદના પાણી તેમજ તડકાથી બચાવવું. આ મિશ્રણને તૈયાર થવામાં ૪૦ દિવસ લાગે છે. ત્યાર તેને કપડાથી ગાળી અને વાસણમાં ઢાંકીને રાખવું.
દશપર્ણી અર્કના ઉપયોગની રીત
૧૦૦-૨૦૦ લીટર પાણીમાં ૬- ૮ લીટર દશપર્ણી અર્ક નાખીને તેને વ્યવસ્થિત રીતે હલાવવું જોઈએ. આ મિશ્રણ સ્થિર થાય ત્યારે ઝીણા કપડાંથી ગાળીને તેનો ૧ એકરમાં છંટકાવ કરવો. આ દશપર્ણી અર્કનો ૬ મહિના સુધી વપરાશ કરી શકાય છે.
દશપર્ણી અર્કના ફાયદા
દશપર્ણી અર્કએ પાકમાં કીટનાશક તરીકે કામ કરે છે. જેનાથી પાકને કોઈપણ જાતની આડઅસર થતી નથી. બધા જ પ્રકારના જંતુઓ અને રોગોને નિયંત્રણ કરવામાં ખૂબ અસરકારક છે, તદ્-ઉપરાંત છોડની સંપૂર્ણ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. એટલે જ કહેવાય છે કે, બધા જ પ્રકારની જીવાત અને ફુગના નિયંત્રણ માટે સર્વોત્તમ છે, દશપર્ણી અર્ક.