Mahakumbh 2025માં ગયેલા નવસારીના વાંસદાના 35 વર્ષીય યુવાનનું થયું મોત

Feb 12, 2025 - 00:00
Mahakumbh 2025માં ગયેલા નવસારીના વાંસદાના 35 વર્ષીય યુવાનનું થયું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પ્રયાગરાજમાં ભરાયેલા મહાકુંભના મેળામાં ગયેલા વધુ એક ગુજરાતીનું મોત થયું છે. કુંભમાં સ્નાન કરવા ગયેલા નવસારી જિલ્લાના વાંસદાના યુવાનનું મોત થયું છે. વાંસદાના રાણીફળિયા ગામના 35 વર્ષીય યુવકનું મહાકુંભના મેળામાં મોત થયું છે. સ્નાન કરવા જતા સમયે જ યુવાન વિવેક પટેલ ચક્કર ખાઈને ઢળી પડ્યો હતો અને તેનું મોત નિપજ્યું છે. યુવાનના મોત બાદ સાંસદ ધવલ પટેલે સંવેદના વ્યક્ત કરી છે. યુવાનના મૃતદેહને તરત વતન રાણીફળિયામાં લાવવા માટે સાંસદે વ્યવસ્થા કરી છે.

અગાઉ 30 જાન્યુઆરીએ કુંભમેળામાં જતી નવસારીની મહિલાનું અકસ્માતમાં થયું હતું મોત

નવસારીમાં રહેતા 57 વર્ષીય સ્વાતિ કિરણભાઈ પટેલ સંબંધીઓ સાથે કુંભમેળાની યાત્રા પર ગયા હતા. આ દરમ્યાન રવિવારે રાત્રે ચિત્રકૂટ નજીક એક અજાણ્યા વાહને તેમની ટવેરા કારને ઓવરટેક કરવા જતાં સાઈડમાંથી ટક્કર મારી હતી. જેમાં ઈજાના કારણે સ્વાતિબેનનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ નવસારીના ધર્મિનગરના જલારામનગર સોસાયટીના રહેવાસી સ્વાતિબેન કિરણભાઈ પટેલ સબંધીઓ સાથે કુંભમેળામાં જવા નીકળ્યા હતા. આ દરમ્યાન રવિવારે રાત્રે લગભગ 11 વાગ્યે ચિત્રકૂટ નજીક એક અજાણ્યા વાહને તેમની ટવેરા કારને ઓવરટેક કરવા જતાં સાઈડમાંથી ટક્કર મારી હતી. જેમાં સ્વાતિબેનને માથાના ભાગે ઈજાઓ થઇ હતી. જેથી તેઓને નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લઇ જવાયા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

19 જાન્યુઆરીએ લાગી હતી આગ

19 જાન્યુારીએ મહાકુંભ મેળા ક્ષેત્રના શાસ્ત્રી બ્રિજ સેક્ટર 19 કેમ્પમાં ભીષણ આગ લાગી હતી.. એટલી મોટી આગ લાગી છે કે ભીષણ આગાના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા હતા. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ફાયર ફાઈટર દ્વારા સતર્કતા દાખવતા હાલમાં આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. રેલવે પુલની નીચે આવેલા ટેંટમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ ચોક્કસ સામે આવ્યુ નથી. પરંતુ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયો હોવાની આશંકા હતી. સતત પાણીનો મારો ચલાવતા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આગમાં કોઇ જાનહાનિ થઇ હોવાનું સામે આવ્યું ન હતું. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0