Ambaji: દાંતા સ્ટેટ સમયથી સિદ્ધપુરના બ્રાહ્મણો અંબાજી માતાની પૂજા કરે છે
અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલું પ્રખ્યાત તીર્થધામ અંબાજી 51 શક્તિપીઠોમાંનું એક છે. પુરાણના ઉલ્લેખ મુજબ દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કરેલો, જેમાં પોતાના જમાઈ મહાદેવને નિમંત્રણ અપાયું નહોતુ. તેમ છતાં દક્ષપુત્રી સતીદેવી ત્યાં ગયા હતા. જ્યાં પિતાના મુખે પોતાના પતિની નિંદા સાંભળી ન શકતા તેઓએ યજ્ઞકુંડમાં ઝંપલાવીને પ્રાણ ત્યજી દીધો. ત્યારે ભગવાન શિવે સતીનો નિશ્ચેતન દેહ જોઈ તાંડવ કર્યું અને સતીદેવીને ખભે લઈ ત્રિલોક ઘૂમવા લાગ્યા ત્યારે સૃષ્ટિ નાશ થશે તેવા ભયથી વિષ્ણુ ભગવાને પોતાના સુદર્શન ચક્રથી સતીદેવીના મૃતદેહના ટુકડા કરતા તેમના શરીરના તથા આભૂષણના ભાગ 51 સ્થળે પડ્યા, જ્યાં દરેક જગ્યાએ શક્તિપીઠની સ્થાપના થઈ. આ સર્વે શક્તિપીઠોમાં આરાસુરના અંબાજી ખાતે આવેલ શક્તિપીઠ પ્રાચીન શક્તિપીઠોમાં શીરમોર સમાન છે કારણકે અહીં માનું હૃદય પડયું હતું. જગતજનનીની પૂજા કરવા માટે ભટ્ટજીએ ફરજીયાત દીક્ષિત બનવું પડે છે અંબાજી મંદિરમાં જગત જનની જગદંબાની આરતી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા થાય છે. સ્નાનાદિ વિધિ બાદ આરતી કરવા પહોંચતા ભટ્ટજી મહારાજને અડવા પર નિષેધ છે. સાંજે મશાલચી દ્વારા મશાલ જગદંબાને અર્પણ કર્યા બાદ જ આરતી શરૂ થાય છે. દાંતા સ્ટેટના સમયથી સિદ્ધપુરના ભૂદેવો ભટ્ટજી પરિવારને જ આરતી અને પૂજાવિધિના હક મળેલા છે, જે પરંપરા રાજ્ય સરકારે પણ જાળવી રાખી છે. સવારે મંગળા આરતી, સાંજે સાયં આરતી, બપોરે મધ્યાહન આરતી થાય છે. વર્ષ દરમિયાન અખાત્રીજથી અષાઢી બીજ સુધી ત્રણ ટાઇમ આરતી કરવામાં આવે છે. અંબાજીની પૂજામાં રહેતા ભટ્ટજી મહારાજ એમના પરિવાર સાથે રહેતા નથી સિધ્ધપુરના ઈતિહાસકાર ધ્રુવ દવેના જણાવ્યા અનુસાર, દાંતા સ્ટેટ સમયથી એટલે કે આશરે દોઢસો વરસથી સિદ્ધપુરના બ્રાહ્મણો અંબાજી માતાના ભટ્ટજી પૂજારી તરીકે નિમણૂંક પામેલા છે. ભરતકુમાર માધવલાલ પાધ્યા, ભાનુભાઈ રામશંકર ઠાકર, દેવાંગભાઈ મહેન્દ્રકુમાર ઠાકર, તન્મયકુમાર કૌશિકભાઈ ઠાકર તેમના પુર્વજોની પરંપરા મુજબ આજે પણ પૂજાવિધિ કરી રહ્યા છે. ચારેય પરિવારને વારાફરતી 1 વર્ષ પૂજાનો લાભ મળે છે, આ સમય દરમ્યાન તેઓ એમના પરિવાર સાથે રહી શકતા નથી. માતાજીની પૂજા દીક્ષિત પૂજારી ભટ્ટજી પરિવારવાળાને ગુરુ પરંપરા પ્રમાણે દીક્ષા મળ્યા પછી જ માતાજીની પૂજા કરવાની છૂટ મળે છે. આંખે પાટા બાંધી ગર્ભગૃહમાં યંત્રની પૂજા કરવામાં આવે છે અંબાજીમાતાનું મૂળ મંદિર બેઠા ઘાટનું છે. વિશાળ મંડપ અને ગર્ભગૃહમાં માતાજીનો ગવાક્ષ ગોખ છે. અહીં મૂર્તિના સ્થાને વિસાયંત્રની પૂજા થાય છે. આરસની તક્તી ઉપર સુવર્ણ જડિત યંત્રને મુગટ તથા ચુંદડી સાથે સિંહ, વાઘ, હાથી, નંદી, ગરૂડ જેવા વિવિધ વાહનો સાથે શણગાર કરવામાં આવે છે, જેથી માતાજીની મૂર્તિ હોવાનો ભાસ થાય છે. આ યંત્ર કર્મ પૃષ્ઠવાળું સોનાનું છે અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. યંત્ર સ્થાન નજરથી જોવાનો નિષેધ હોય આંખે પાટા બાંધી યંત્ર પૂજા કરવામાં આવે છે. દર મહિનાની આઠમે યંત્રની પૂજા થાય છે. આ યંત્ર કલ્પવૃક્ષ સમાન ગણાય છે. મંદિરની સામેની બાજુમાં ચાચરચોક આવેલો છે. અંબાજી માતા ચાચરના ચોકવાળી માતા તરીકે પણ જાણીતા છે. અહીં ચોકમાં હોમ હવન કરાય છે. આઝાદી પહેલા મંદિરનો વહીવટ દાંતા સ્ટેટ દ્વારા કરાતો હતો અંબાજી મંદિરનો વહીવટ આઝાદી પહેલાં દાંતા રાજ્ય તરફથી થતો હતો. આઝાદી બાદ દાંતા રાજ્ય ગુજરાતમાં ભળી જતા 1985થી મંદિરના વહીવટ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ બનાવવામાં આવ્યું જેના અધ્યક્ષ તરીકે બનાસકાંઠાના કલેક્ટરને નિયુક્ત કરાયા છે. જ્યારે વહીવટદાર તરીકે નાયબ કલેક્ટરની નિયુક્તિ કરાય છે. દરરોજ ત્રણ સ્વરૂપે મા ભક્તોને દર્શન આપે છે માતાજીનું સવારનું સ્વરૂપ બાળસ્વરૂપે દેખાય છે, મધ્યાહને યુવતી સ્વરૂપે અને સાંજે વૃદ્ધા સ્વરૂપે દેખાય છે. માતાજીની સાતેય દિવસની સવારી અલગ અલગ હોય છે. રવિવારે વાઘ સવારી, સોમવારે નંદી સવારી, મંગળવારે સિંહ સવારી, બુધવારે ઊંચી સૂંઢના હાથીની સવારી, ગુરુવારે ગરુડ સવારી, શુક્રવારે હંસ સવારી અને શનિવારે નીચી સૂંઢના હાથી (ઐરાવત)ની સવારીમાં મા અંબે દ્વશ્યમાન થાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલું પ્રખ્યાત તીર્થધામ અંબાજી 51 શક્તિપીઠોમાંનું એક છે. પુરાણના ઉલ્લેખ મુજબ દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કરેલો, જેમાં પોતાના જમાઈ મહાદેવને નિમંત્રણ અપાયું નહોતુ. તેમ છતાં દક્ષપુત્રી સતીદેવી ત્યાં ગયા હતા. જ્યાં પિતાના મુખે પોતાના પતિની નિંદા સાંભળી ન શકતા તેઓએ યજ્ઞકુંડમાં ઝંપલાવીને પ્રાણ ત્યજી દીધો. ત્યારે ભગવાન શિવે સતીનો નિશ્ચેતન દેહ જોઈ તાંડવ કર્યું અને સતીદેવીને ખભે લઈ ત્રિલોક ઘૂમવા લાગ્યા ત્યારે સૃષ્ટિ નાશ થશે તેવા ભયથી વિષ્ણુ ભગવાને પોતાના સુદર્શન ચક્રથી સતીદેવીના મૃતદેહના ટુકડા કરતા તેમના શરીરના તથા આભૂષણના ભાગ 51 સ્થળે પડ્યા, જ્યાં દરેક જગ્યાએ શક્તિપીઠની સ્થાપના થઈ. આ સર્વે શક્તિપીઠોમાં આરાસુરના અંબાજી ખાતે આવેલ શક્તિપીઠ પ્રાચીન શક્તિપીઠોમાં શીરમોર સમાન છે કારણકે અહીં માનું હૃદય પડયું હતું.
જગતજનનીની પૂજા કરવા માટે ભટ્ટજીએ ફરજીયાત દીક્ષિત બનવું પડે છે
અંબાજી મંદિરમાં જગત જનની જગદંબાની આરતી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા થાય છે. સ્નાનાદિ વિધિ બાદ આરતી કરવા પહોંચતા ભટ્ટજી મહારાજને અડવા પર નિષેધ છે. સાંજે મશાલચી દ્વારા મશાલ જગદંબાને અર્પણ કર્યા બાદ જ આરતી શરૂ થાય છે. દાંતા સ્ટેટના સમયથી સિદ્ધપુરના ભૂદેવો ભટ્ટજી પરિવારને જ આરતી અને પૂજાવિધિના હક મળેલા છે, જે પરંપરા રાજ્ય સરકારે પણ જાળવી રાખી છે. સવારે મંગળા આરતી, સાંજે સાયં આરતી, બપોરે મધ્યાહન આરતી થાય છે. વર્ષ દરમિયાન અખાત્રીજથી અષાઢી બીજ સુધી ત્રણ ટાઇમ આરતી કરવામાં આવે છે.
અંબાજીની પૂજામાં રહેતા ભટ્ટજી મહારાજ એમના પરિવાર સાથે રહેતા નથી
સિધ્ધપુરના ઈતિહાસકાર ધ્રુવ દવેના જણાવ્યા અનુસાર, દાંતા સ્ટેટ સમયથી એટલે કે આશરે દોઢસો વરસથી સિદ્ધપુરના બ્રાહ્મણો અંબાજી માતાના ભટ્ટજી પૂજારી તરીકે નિમણૂંક પામેલા છે. ભરતકુમાર માધવલાલ પાધ્યા, ભાનુભાઈ રામશંકર ઠાકર, દેવાંગભાઈ મહેન્દ્રકુમાર ઠાકર, તન્મયકુમાર કૌશિકભાઈ ઠાકર તેમના પુર્વજોની પરંપરા મુજબ આજે પણ પૂજાવિધિ કરી રહ્યા છે. ચારેય પરિવારને વારાફરતી 1 વર્ષ પૂજાનો લાભ મળે છે, આ સમય દરમ્યાન તેઓ એમના પરિવાર સાથે રહી શકતા નથી. માતાજીની પૂજા દીક્ષિત પૂજારી ભટ્ટજી પરિવારવાળાને ગુરુ પરંપરા પ્રમાણે દીક્ષા મળ્યા પછી જ માતાજીની પૂજા કરવાની છૂટ મળે છે.
આંખે પાટા બાંધી ગર્ભગૃહમાં યંત્રની પૂજા કરવામાં આવે છે
અંબાજીમાતાનું મૂળ મંદિર બેઠા ઘાટનું છે. વિશાળ મંડપ અને ગર્ભગૃહમાં માતાજીનો ગવાક્ષ ગોખ છે. અહીં મૂર્તિના સ્થાને વિસાયંત્રની પૂજા થાય છે. આરસની તક્તી ઉપર સુવર્ણ જડિત યંત્રને મુગટ તથા ચુંદડી સાથે સિંહ, વાઘ, હાથી, નંદી, ગરૂડ જેવા વિવિધ વાહનો સાથે શણગાર કરવામાં આવે છે, જેથી માતાજીની મૂર્તિ હોવાનો ભાસ થાય છે. આ યંત્ર કર્મ પૃષ્ઠવાળું સોનાનું છે અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. યંત્ર સ્થાન નજરથી જોવાનો નિષેધ હોય આંખે પાટા બાંધી યંત્ર પૂજા કરવામાં આવે છે. દર મહિનાની આઠમે યંત્રની પૂજા થાય છે. આ યંત્ર કલ્પવૃક્ષ સમાન ગણાય છે. મંદિરની સામેની બાજુમાં ચાચરચોક આવેલો છે. અંબાજી માતા ચાચરના ચોકવાળી માતા તરીકે પણ જાણીતા છે. અહીં ચોકમાં હોમ હવન કરાય છે.
આઝાદી પહેલા મંદિરનો વહીવટ દાંતા સ્ટેટ દ્વારા કરાતો હતો
અંબાજી મંદિરનો વહીવટ આઝાદી પહેલાં દાંતા રાજ્ય તરફથી થતો હતો. આઝાદી બાદ દાંતા રાજ્ય ગુજરાતમાં ભળી જતા 1985થી મંદિરના વહીવટ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ બનાવવામાં આવ્યું જેના અધ્યક્ષ તરીકે બનાસકાંઠાના કલેક્ટરને નિયુક્ત કરાયા છે. જ્યારે વહીવટદાર તરીકે નાયબ કલેક્ટરની નિયુક્તિ કરાય છે.
દરરોજ ત્રણ સ્વરૂપે મા ભક્તોને દર્શન આપે છે
માતાજીનું સવારનું સ્વરૂપ બાળસ્વરૂપે દેખાય છે, મધ્યાહને યુવતી સ્વરૂપે અને સાંજે વૃદ્ધા સ્વરૂપે દેખાય છે. માતાજીની સાતેય દિવસની સવારી અલગ અલગ હોય છે. રવિવારે વાઘ સવારી, સોમવારે નંદી સવારી, મંગળવારે સિંહ સવારી, બુધવારે ઊંચી સૂંઢના હાથીની સવારી, ગુરુવારે ગરુડ સવારી, શુક્રવારે હંસ સવારી અને શનિવારે નીચી સૂંઢના હાથી (ઐરાવત)ની સવારીમાં મા અંબે દ્વશ્યમાન થાય છે.