Amedabadના બોડકદેવમાં આવેલી ઝેબર સ્કૂલમાં બાળકીનું શંકાસ્પદ મોત, પોલીસે હાથધરી તપાસ
અમદાવાદના બોડકદેવમાં આવેલ ઝેબર સ્કૂલમાં વિધાર્થીની અચાનક ઢળી પડતા તેનું મોત થયું હોવાની વાત સામે આવી છે.આઠ વર્ષની બાળકીનું મોત થતા શાળામાં પણ શોકનો માહોલ છવાયો છે,બાળકીનું નામ ગાર્ગી રાણપરા છે,અને હાલમાં પોલીસે મૃતદેહનો કબજો મેળવીને વધુ તપાસ હાથધરી છે.બાળકી અમદાવાદમાં તેના દાદા-દાદી સાથે રહેતી અને કાર્ડિયાકના કારણે મોત થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. બાળકીને સારવાર મળે તે પહેલા મોત સમગ્ર ઘટનામાં બાળકી ધોરણ 3માં અભ્યાસ કરતી હતી અને તેને સારવાર હેઠળ હોસ્પિટલ પણ ખસેડવમા આવી હતી પરંતુ સારવાર મળે તે પહેલા તેનું મોત થયું છે.વિધાર્થીના માતા-પિતા મુંબઈ રહે છે અને તેઓ મુંબઈથી અમદાવાદ આવવા માટે નીકળી ગયા છે.પોલીસે હાલમા શાળાના સંચાલકોના નિવેદન લીધા છે અને પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે,પીએમ રીપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સામે આવશે.જાણો શાળાના આચાર્યનું શું કહેવું છે બાળકીને કાર્ડિયાક એરેસ્ટ આવ્યાનો સ્કૂલનો દાવો છે તો બાળકી ક્લાસ તરફ જઈ રહી હતી અને આ ઘટના બની હોવાની વાત સામે આવી છે તો બાળકી અચાનકથી બાજુમાં આવેલી ખુરશી પર બેસી ગઇ તેવા સીસીટીવી પણ છે.બાળકીને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવી હતી અને બાળકીને શરદી અને ખાંસી હોવાની પ્રાથમિક વિગત છે.પોલીસ તપામ એંગલથી તપાસ કરશે અને પોલીસે બાળકીના ઘરે તપાસ કરી છે.પોલીસે પણ હાથધરી તપાસ કાર્ડિયાક એરેસ્ટ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં મૃત બાળકીનું પીએમ કરવામાં આવી રહ્યું છે.પોલીસે શાળાએ પહોંચી સીસીટીવી મેળવી તપાસ શરૂ કરી છે.વિદ્યાર્થિનીના પેરેન્ટ્સ હાલ મુંબઈ છે. તેમજ સ્કૂલમા ક્રાઇમ બ્રાન્ચના ટીમ અને બોડકદેવ પોલીસે ડોગ સ્કવોડ સાથે તપાસ કરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના બોડકદેવમાં આવેલ ઝેબર સ્કૂલમાં વિધાર્થીની અચાનક ઢળી પડતા તેનું મોત થયું હોવાની વાત સામે આવી છે.આઠ વર્ષની બાળકીનું મોત થતા શાળામાં પણ શોકનો માહોલ છવાયો છે,બાળકીનું નામ ગાર્ગી રાણપરા છે,અને હાલમાં પોલીસે મૃતદેહનો કબજો મેળવીને વધુ તપાસ હાથધરી છે.બાળકી અમદાવાદમાં તેના દાદા-દાદી સાથે રહેતી અને કાર્ડિયાકના કારણે મોત થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
બાળકીને સારવાર મળે તે પહેલા મોત
સમગ્ર ઘટનામાં બાળકી ધોરણ 3માં અભ્યાસ કરતી હતી અને તેને સારવાર હેઠળ હોસ્પિટલ પણ ખસેડવમા આવી હતી પરંતુ સારવાર મળે તે પહેલા તેનું મોત થયું છે.વિધાર્થીના માતા-પિતા મુંબઈ રહે છે અને તેઓ મુંબઈથી અમદાવાદ આવવા માટે નીકળી ગયા છે.પોલીસે હાલમા શાળાના સંચાલકોના નિવેદન લીધા છે અને પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે,પીએમ રીપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સામે આવશે.
જાણો શાળાના આચાર્યનું શું કહેવું છે
બાળકીને કાર્ડિયાક એરેસ્ટ આવ્યાનો સ્કૂલનો દાવો છે તો બાળકી ક્લાસ તરફ જઈ રહી હતી અને આ ઘટના બની હોવાની વાત સામે આવી છે તો બાળકી અચાનકથી બાજુમાં આવેલી ખુરશી પર બેસી ગઇ તેવા સીસીટીવી પણ છે.બાળકીને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવી હતી અને બાળકીને શરદી અને ખાંસી હોવાની પ્રાથમિક વિગત છે.પોલીસ તપામ એંગલથી તપાસ કરશે અને પોલીસે બાળકીના ઘરે તપાસ કરી છે.
પોલીસે પણ હાથધરી તપાસ
કાર્ડિયાક એરેસ્ટ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં મૃત બાળકીનું પીએમ કરવામાં આવી રહ્યું છે.પોલીસે શાળાએ પહોંચી સીસીટીવી મેળવી તપાસ શરૂ કરી છે.વિદ્યાર્થિનીના પેરેન્ટ્સ હાલ મુંબઈ છે. તેમજ સ્કૂલમા ક્રાઇમ બ્રાન્ચના ટીમ અને બોડકદેવ પોલીસે ડોગ સ્કવોડ સાથે તપાસ કરી હતી.