MLA કરશન સોલંકી સરળ વ્યક્તિત્વ અને પ્રમાણિક નેતા, કાકાના હુલામણા નામથી લોકપ્રિય
મહેસાણાના કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું આજે કેન્સરની બીમારીને પગલે નિધન થયું. કડીના ધારાસભ્ય કરશન સોલંકીના નિધન પર CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટિલે દુખ વ્યક્ત કર્યું. ઈશ્વર કરશન સોલંકીની આત્માને શાંતિ આપે અને તેમના સ્વજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે. MLA કરશન સોલંકી પરિચયMLA કરશન સોલંકી એક સરળ વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમના સાદગીભર્યા સ્વભાવને લઈને રાજકારણમાં પ્રમાણિક નેતા તરીકેની તેમની છબી હતી. અને તેમની આ જ સાદગીના કારણે તેમના મત વિસ્તારમાં તેઓ કાકાના હુલામણા નામથી લોકપ્રિય થયા હતા. કરસન સોલંકીનો જન્મ 1957માં 1 જાન્યુઆરીના રોજ થયો હતો. સોલંકી ગુજરાતના મહેસાણા જિલ્લાના કડીના રહેવાસી છે. તેઓ પુંજાભાઈ સોલંકીના પુત્ર છે. તેમણે ૧૯૭૨માં નગરસન પ્રાથમિક શાળામાંથી ચોથો ધોરણ પાસ કર્યો હતો અને બાદમાં તેમનો અભ્યાસ છોડી દીધો હતોગુજરાતના રાજકારણમાં તેમણે મહેસાણાના કડી જિલ્લામાથી પ્રવેશ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતાં 2022માં ગુજરાત વિધાનસભામાં ચૂંટણી જીતી હતી. તેમણે કોંગ્રેસના ઉમેદવારને 7,746 મતોના માર્જિનથી હાર આપી ચૂંટણીમાં મોટી જીત મેળવી હતી. સરળ વ્યક્તિત્વ અને પ્રમાણિક નેતાભાજપમાંથી ચૂંટણી જીત્યા છતાં પણ કોઈપણ પ્રકારની વિશેષ સુવિધા ના મેળવતા તેઓ ધારાસભ્ય હોવા છતાં પણ કરશન સોલંકી ST બસનો ઊપયોગ કરતા હતા.ધારાસભ્ય હોવા છતાં તેમણે કયારે પણ વિધાનસભામાં જવા માટે સરકારી ગાડીનો ઉપયોગ કર્યો નથી. મોટાભાગના ધારાસભ્ય પાસે ગાડી અને બંગલો હોય જ છે. ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ તેમને અનેક લોકો તરફથી પ્રલોભનો આપવામાં આવ્યા છતાં પણ કોઈને વશ ના થતા તેઓ ગાંધીજીના માર્ગે ચાલ્યા.હંમેશા બીજા માટે મદદ કરવા તત્પર રહેનાર પરોપકારી કરસનભાઈ ધારાસભ્ય બન્યા બાદ વિધાનસભામાં જવું હોય તો સરકારી ગાડી એસ.ટીનો જ ઉપયોગ કરતાં. કયારેક કપરા સંજોગોમાં જ તેઓ કોઈની પાસે લિફ્ટ લેતા. પોતાના મત વિસ્તારમાં તેઓ ગરીબોના ભગવાન માનવામાં આવતા. લોકોને મદદ કરવા હંમેશા તેઓ તત્પર રહેતા. કેન્સર સામેનો જંગ હાર્યાઆજે કેન્સર દિવસ છે ત્યારે વધુ એક દર્દી આ ગંભીર બીમારીના ભોગ બન્યા. MLA કરસન સોલંકી પણ કેન્સર બીમારીથી પીડિત હતા.સિવિલ હોસ્પિટલમાં બ્લડ કેન્સરની બીમારીની સારવાર ચાલતી હતી દરમ્યાન ગઈકાલે રાત્રે સારવાર દરમ્યાન કરસન સોલંકીનું અવસાન થયું. સવારે 11 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે. ઘારાસભ્ય કરસન સોલંકીનું ગંભીર બીમારીને પગલે નિધન થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહેસાણાના કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું આજે કેન્સરની બીમારીને પગલે નિધન થયું. કડીના ધારાસભ્ય કરશન સોલંકીના નિધન પર CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટિલે દુખ વ્યક્ત કર્યું. ઈશ્વર કરશન સોલંકીની આત્માને શાંતિ આપે અને તેમના સ્વજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે.
MLA કરશન સોલંકી પરિચય
MLA કરશન સોલંકી એક સરળ વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમના સાદગીભર્યા સ્વભાવને લઈને રાજકારણમાં પ્રમાણિક નેતા તરીકેની તેમની છબી હતી. અને તેમની આ જ સાદગીના કારણે તેમના મત વિસ્તારમાં તેઓ કાકાના હુલામણા નામથી લોકપ્રિય થયા હતા. કરસન સોલંકીનો જન્મ 1957માં 1 જાન્યુઆરીના રોજ થયો હતો. સોલંકી ગુજરાતના મહેસાણા જિલ્લાના કડીના રહેવાસી છે. તેઓ પુંજાભાઈ સોલંકીના પુત્ર છે. તેમણે ૧૯૭૨માં નગરસન પ્રાથમિક શાળામાંથી ચોથો ધોરણ પાસ કર્યો હતો અને બાદમાં તેમનો અભ્યાસ છોડી દીધો હતોગુજરાતના રાજકારણમાં તેમણે મહેસાણાના કડી જિલ્લામાથી પ્રવેશ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતાં 2022માં ગુજરાત વિધાનસભામાં ચૂંટણી જીતી હતી. તેમણે કોંગ્રેસના ઉમેદવારને 7,746 મતોના માર્જિનથી હાર આપી ચૂંટણીમાં મોટી જીત મેળવી હતી.
સરળ વ્યક્તિત્વ અને પ્રમાણિક નેતા
ભાજપમાંથી ચૂંટણી જીત્યા છતાં પણ કોઈપણ પ્રકારની વિશેષ સુવિધા ના મેળવતા તેઓ ધારાસભ્ય હોવા છતાં પણ કરશન સોલંકી ST બસનો ઊપયોગ કરતા હતા.ધારાસભ્ય હોવા છતાં તેમણે કયારે પણ વિધાનસભામાં જવા માટે સરકારી ગાડીનો ઉપયોગ કર્યો નથી. મોટાભાગના ધારાસભ્ય પાસે ગાડી અને બંગલો હોય જ છે. ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ તેમને અનેક લોકો તરફથી પ્રલોભનો આપવામાં આવ્યા છતાં પણ કોઈને વશ ના થતા તેઓ ગાંધીજીના માર્ગે ચાલ્યા.હંમેશા બીજા માટે મદદ કરવા તત્પર રહેનાર પરોપકારી કરસનભાઈ ધારાસભ્ય બન્યા બાદ વિધાનસભામાં જવું હોય તો સરકારી ગાડી એસ.ટીનો જ ઉપયોગ કરતાં. કયારેક કપરા સંજોગોમાં જ તેઓ કોઈની પાસે લિફ્ટ લેતા. પોતાના મત વિસ્તારમાં તેઓ ગરીબોના ભગવાન માનવામાં આવતા. લોકોને મદદ કરવા હંમેશા તેઓ તત્પર રહેતા.
કેન્સર સામેનો જંગ હાર્યા
આજે કેન્સર દિવસ છે ત્યારે વધુ એક દર્દી આ ગંભીર બીમારીના ભોગ બન્યા. MLA કરસન સોલંકી પણ કેન્સર બીમારીથી પીડિત હતા.સિવિલ હોસ્પિટલમાં બ્લડ કેન્સરની બીમારીની સારવાર ચાલતી હતી દરમ્યાન ગઈકાલે રાત્રે સારવાર દરમ્યાન કરસન સોલંકીનું અવસાન થયું. સવારે 11 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે. ઘારાસભ્ય કરસન સોલંકીનું ગંભીર બીમારીને પગલે નિધન થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો.