Ahmedabad: નવરાત્રિ પહેલા મહિલાઓને નેઈલ આર્ટનું લાગ્યું ઘેલું, સ્ટુડિયો બહાર લાંબી લાઈનો

નવરાત્રિ નજીક આવતા જ મહિલાઓ નેઈલ આર્ટની ઘેલી બની છે. અવનવી પેટર્ન અને ડિઝાઈનનું નેઈલ આર્ટ કરાવવા માટે મહિલાઓ ઉમટી રહી છે. કોઈ નેઈલ પર રાસ રમતી યુવતી તો કોઈ માતાજીનું ચિત્ર દોરાવી રહ્યું છે.મહિલાઓ હવે અવનવા નેઈલ આર્ટ કરાવીને ગરબા રમવા જશે ત્યારે કોઈ માતાજીના પગલા કરાવી રહ્યું છે. આ સાથે જ નવરાત્રિના અલગ અલગ જાતના ચિહ્ન પણ કરાવી રહ્યું છે. ત્યારે આ વર્ષે મહિલાઓ હવે અવનવા નેઈલ આર્ટ કરાવીને ગરબા રમવા જશે. જેથી તાલીઓના તાલે ગરબે ઘૂમતી નારીઓના નખ પર સૌ કોઈનું ધ્યાન જાય. યુવતીઓ આર્ટિફિશિયલ નેઈલ પણ કરાવી રહી છે. યુવતીઓ હવે નખ દ્વારા કાંડાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી છે. નવરાત્રિમાં ગર્લ્સમાં આર્ટિફિશિયલ નેઈલનો ક્રેઝ વધુ ત્યારે આ વર્ષની નવરાત્રિમાં ગર્લ્સમાં આર્ટિફિશિયલ નેઈલનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. નેઈલ આર્ટથી આંગળીઓની સુંદરતામાં વધારો થાય છે. તેથી જ તો અમદાવાદમાં પ્રોફેશનલ નેઈલ આર્ટના સ્ટુડીયોની અંદર મહિલાઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. યુવતીઓ યુનિક અને બધાથી અલગ જ દેખાય તે માટે પ્રયત્ન કરે છે. અત્યારે નેઈલ આર્ટ માટે યુવતીઓના બુકિંગ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. જેના કારણે નેઈલ સ્ટુડિયોમાં નેઈલ આર્ટ માટે ભારે વેટિંગ જોવા મળી રહ્યું છે. ગરબા રસિકો નવરાત્રિની આતૂરતાથી જોતા હોય છે રાહ ઉલ્લેખનીય છે કે ગરબા રસિકો વર્ષ દરમિયાન ગરબા રમવા માટે નવરાત્રિના તહેવારની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે અને તમામ યુવા લોકો પોતાના ગ્રુપ અને પરિવાર કે મિત્રો સાથે અલગ અલગ જગ્યાએ નવ દિવસ સુધી ગરબા રમવા માટે જતા હોય છે. તમને જણાવી દઈએ કે આગામી 3 ઓક્ટોબરથી નવરાત્રિના તહેવારનો પ્રારંભ થઈ રહ્યો છે અને 11 ઓક્ટબોર સુધી ચાલશે. જેને લઈને યુવતીઓ હાલમાં અલગ અલગ પ્રકારની ચણિયાચોળીની ખરીદી કરવામાં લાગી છે અને સાથે જ મેચિંગ ઓરનામેન્ટ્સની પણ ખરીદી કરવામાં આવી રહી છે. 

Ahmedabad: નવરાત્રિ પહેલા મહિલાઓને નેઈલ આર્ટનું લાગ્યું ઘેલું, સ્ટુડિયો બહાર લાંબી લાઈનો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવરાત્રિ નજીક આવતા જ મહિલાઓ નેઈલ આર્ટની ઘેલી બની છે. અવનવી પેટર્ન અને ડિઝાઈનનું નેઈલ આર્ટ કરાવવા માટે મહિલાઓ ઉમટી રહી છે. કોઈ નેઈલ પર રાસ રમતી યુવતી તો કોઈ માતાજીનું ચિત્ર દોરાવી રહ્યું છે.

મહિલાઓ હવે અવનવા નેઈલ આર્ટ કરાવીને ગરબા રમવા જશે

ત્યારે કોઈ માતાજીના પગલા કરાવી રહ્યું છે. આ સાથે જ નવરાત્રિના અલગ અલગ જાતના ચિહ્ન પણ કરાવી રહ્યું છે. ત્યારે આ વર્ષે મહિલાઓ હવે અવનવા નેઈલ આર્ટ કરાવીને ગરબા રમવા જશે. જેથી તાલીઓના તાલે ગરબે ઘૂમતી નારીઓના નખ પર સૌ કોઈનું ધ્યાન જાય. યુવતીઓ આર્ટિફિશિયલ નેઈલ પણ કરાવી રહી છે. યુવતીઓ હવે નખ દ્વારા કાંડાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી છે.

નવરાત્રિમાં ગર્લ્સમાં આર્ટિફિશિયલ નેઈલનો ક્રેઝ વધુ

ત્યારે આ વર્ષની નવરાત્રિમાં ગર્લ્સમાં આર્ટિફિશિયલ નેઈલનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. નેઈલ આર્ટથી આંગળીઓની સુંદરતામાં વધારો થાય છે. તેથી જ તો અમદાવાદમાં પ્રોફેશનલ નેઈલ આર્ટના સ્ટુડીયોની અંદર મહિલાઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. યુવતીઓ યુનિક અને બધાથી અલગ જ દેખાય તે માટે પ્રયત્ન કરે છે. અત્યારે નેઈલ આર્ટ માટે યુવતીઓના બુકિંગ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. જેના કારણે નેઈલ સ્ટુડિયોમાં નેઈલ આર્ટ માટે ભારે વેટિંગ જોવા મળી રહ્યું છે.

ગરબા રસિકો નવરાત્રિની આતૂરતાથી જોતા હોય છે રાહ

ઉલ્લેખનીય છે કે ગરબા રસિકો વર્ષ દરમિયાન ગરબા રમવા માટે નવરાત્રિના તહેવારની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે અને તમામ યુવા લોકો પોતાના ગ્રુપ અને પરિવાર કે મિત્રો સાથે અલગ અલગ જગ્યાએ નવ દિવસ સુધી ગરબા રમવા માટે જતા હોય છે. તમને જણાવી દઈએ કે આગામી 3 ઓક્ટોબરથી નવરાત્રિના તહેવારનો પ્રારંભ થઈ રહ્યો છે અને 11 ઓક્ટબોર સુધી ચાલશે. જેને લઈને યુવતીઓ હાલમાં અલગ અલગ પ્રકારની ચણિયાચોળીની ખરીદી કરવામાં લાગી છે અને સાથે જ મેચિંગ ઓરનામેન્ટ્સની પણ ખરીદી કરવામાં આવી રહી છે.