Suratમાં થયેલ પથ્થરમારા બાદ પોલીસ બની સતર્ક, તહેવારોને લઈ કર્યુ ફલેગ માર્ચ

સુરતમાં તહેવારોને લઈ પોલીસેફ્લેગ માર્ચ રિહર્સલ કર્યું છે,ગણપતિ વિસર્જન અને ઈદે મિલાદને લઈ પોલીસ સતર્ક બની છે,ભાગળ વિસ્તારમાં પોલીસ કમિશનર દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે.સાથે સાથે મીડિયામાં ખોટી અફવા ફેલાવનાર સામે ખાસ નજર રાખવામાં આવી રહી છે.પોલીસ ખાસ ડ્રોન અને વોચ ટાવર દ્રારા અસામાજીક તત્વો સામે બાજ નજર રાખશે,આ વખતે ધાબા પર પોઈન્ટ બનાવીને નજર રાખાશે. ધાબા પર પોઈન્ટ કરાયા તૈયાર ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવારને લઈ સુરત પોલીસ એલર્ટ બની ગઈ છે.આ વખતે 15 હજાર જેટલા પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે અને બંદોબસ્ત કરાવવામાં આવશે,ધાબા પર અલગ-અલગ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે જેના પર પોલીસ કર્મીઓ નજર રાખશે,તેમજ વિસ્તારમાં ડ્રોન ઉડાવીને નજર કરવામાં આવી છે કે કોઈ ધાબા પર પથ્થરોનો ઢગલો તો નથી કરવામાં આવ્યો ને.સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સમગ્ર બંદોબસ્તને લઈ નજર રાખી રહ્યાં છે તેમજ શહેરમાં પેટ્રોલિંગ પણ કરી રહ્યાં છે. સુરત પોલીસ એલર્ટ મોર્ડ પર સુરતના સૈયદપુરામાં 8 સપ્ટેમ્બરને રવિવારે રાત્રે ગણેશજીની પ્રતિમા પર પથ્થરમારો થતાં હિંસા ભડકી હતી. આગામી 16 સપ્ટેમ્બરે ઈદ અને ગણેશ વિસર્જન બન્ને સાથે હોવાથી આ દિવસે કોઈપણ પ્રકારનું જોખમ લેવા સુરત પોલીસ તૈયાર નથી. સંવેદનશીલ વિસ્તારો માટે પોલીસે ખાસ રણનીતિ ઘડી છે. આ વખતે સરકારીની સાથે-સાથે પ્રાઈવેટ સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ કરાશે.ધાના સ્થળે કે ઘરની બહાર લગાવેલા સીસીટીવી કેમેરાનો પોલીસ ઉપયોગ કરશે. 7 ડ્રોનથી સતત સર્વેલન્સ અને પોલીસના પ્રાઇવેટ વીડિયોગ્રાફર પણ રહેશે. સીસીટીવી કેમેરાનો કરાશે ઉપયોગ આ સમગ્ર મામલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, સંવેદનશીલ વિસ્તારમાં પોલીસના 1600 જેટલા કેમેરા છે. સાથો સાથ ત્યાં કોર્પોરેશનના પણ કેમરા છે. ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટમાંથી 300 અલગ કેમેરા લાગેલા છે. અમારા 3,000થી વધુ આ વિસ્તારોમાં કેમેરા છે. આ સિવાય ઘણા બધા કેમેરા સ્થાનિક નાગરિકોના છે. ઘરમાં અને કામ ધંધાના સ્થળે લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ અમે કરવાના છીએ. 

Suratમાં થયેલ પથ્થરમારા બાદ પોલીસ બની સતર્ક, તહેવારોને લઈ કર્યુ ફલેગ માર્ચ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં તહેવારોને લઈ પોલીસેફ્લેગ માર્ચ રિહર્સલ કર્યું છે,ગણપતિ વિસર્જન અને ઈદે મિલાદને લઈ પોલીસ સતર્ક બની છે,ભાગળ વિસ્તારમાં પોલીસ કમિશનર દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે.સાથે સાથે મીડિયામાં ખોટી અફવા ફેલાવનાર સામે ખાસ નજર રાખવામાં આવી રહી છે.પોલીસ ખાસ ડ્રોન અને વોચ ટાવર દ્રારા અસામાજીક તત્વો સામે બાજ નજર રાખશે,આ વખતે ધાબા પર પોઈન્ટ બનાવીને નજર રાખાશે.

ધાબા પર પોઈન્ટ કરાયા તૈયાર

ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવારને લઈ સુરત પોલીસ એલર્ટ બની ગઈ છે.આ વખતે 15 હજાર જેટલા પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે અને બંદોબસ્ત કરાવવામાં આવશે,ધાબા પર અલગ-અલગ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે જેના પર પોલીસ કર્મીઓ નજર રાખશે,તેમજ વિસ્તારમાં ડ્રોન ઉડાવીને નજર કરવામાં આવી છે કે કોઈ ધાબા પર પથ્થરોનો ઢગલો તો નથી કરવામાં આવ્યો ને.સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સમગ્ર બંદોબસ્તને લઈ નજર રાખી રહ્યાં છે તેમજ શહેરમાં પેટ્રોલિંગ પણ કરી રહ્યાં છે.


સુરત પોલીસ એલર્ટ મોર્ડ પર

સુરતના સૈયદપુરામાં 8 સપ્ટેમ્બરને રવિવારે રાત્રે ગણેશજીની પ્રતિમા પર પથ્થરમારો થતાં હિંસા ભડકી હતી. આગામી 16 સપ્ટેમ્બરે ઈદ અને ગણેશ વિસર્જન બન્ને સાથે હોવાથી આ દિવસે કોઈપણ પ્રકારનું જોખમ લેવા સુરત પોલીસ તૈયાર નથી. સંવેદનશીલ વિસ્તારો માટે પોલીસે ખાસ રણનીતિ ઘડી છે. આ વખતે સરકારીની સાથે-સાથે પ્રાઈવેટ સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ કરાશે.ધાના સ્થળે કે ઘરની બહાર લગાવેલા સીસીટીવી કેમેરાનો પોલીસ ઉપયોગ કરશે. 7 ડ્રોનથી સતત સર્વેલન્સ અને પોલીસના પ્રાઇવેટ વીડિયોગ્રાફર પણ રહેશે.

સીસીટીવી કેમેરાનો કરાશે ઉપયોગ

આ સમગ્ર મામલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, સંવેદનશીલ વિસ્તારમાં પોલીસના 1600 જેટલા કેમેરા છે. સાથો સાથ ત્યાં કોર્પોરેશનના પણ કેમરા છે. ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટમાંથી 300 અલગ કેમેરા લાગેલા છે. અમારા 3,000થી વધુ આ વિસ્તારોમાં કેમેરા છે. આ સિવાય ઘણા બધા કેમેરા સ્થાનિક નાગરિકોના છે. ઘરમાં અને કામ ધંધાના સ્થળે લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ અમે કરવાના છીએ.