South Gujaratમાં અતિ ભારે વરસાદના પગલે ડાંગરના પાકને ભારે નુકસાન

દક્ષિણ ગુજરાત સહિત સુરતનાં ઓલપાડ તાલુકામાં ચાલુ વર્ષે અતિ ભારે વરસાદના પગલે ડાંગરનો પાક ડૂબી જવાથી પાકને ભારે નુકસાન થયું છે. ડાંગરનો તૈયાર પાક ભારે પવન સાથે ધોધમાર વરસાદથી પાણીમાં ધરાશાયી થઈ ગયો છે. જેથી ઉત્પાદન પર માઠી અસર થવાથી ખેડૂતોને આર્થિક રીતે પાયમાલી સહન કરવાની નોબત આવી છે. જેને લઈ ખેડૂતો સરકાર નુકસાનીનો સર્વે કરાવી સહાયની માંગ કરી રહ્યા છે. ઓલપાડ તાલુકામાં છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદ ચાલુ વર્ષે ખરીફ પાકમાં ડાંગરના પાકના વાવેતરમાં પ્રારંભિક સમયે વરસેલા ભારે વરસાદના કારણે ધરુવાડિયા ડૂબી જવાથી મહદઅંશે ધરુઓ નાશ પામ્યા હતા. ખેડૂતોએ ફરીથી નવા ધરુનું વાવેતર કર્યા બાદ ખેડૂતો દ્વારા એક વીઘે 20 હજાર થી વધુ ના ખર્ચે ડાંગરની રોપણી કરવામાં આવી હતી. જો કે, છેલ્લા ત્રણ મહિનાથી સતત વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે સમગ્ર ઓલપાડ તાલુકામા દાગરમાં નુકશાની જોવા મળી રહી છે. ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના સહિત ગામોનાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને ઓલપાડ તાલુકામાં છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદથી ખેતરમાં 2 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા પાક તૈયાર થવાના સમયે પાણીમાં ધરાશાયી થઈ જતા લાખોનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. હાલના ચોમાસામાં 100 ટકા વરસાદ વરસતા ડાંગર પકવતા ખેડૂતોની હાલત કફોડી સુરત જિલ્લાના ઓલપાડ તાલુકમાં ચાલુ વર્ષે અગવના ચોમાસા કરતા હાલના ચોમાસામાં 100 ટકા વરસાદ વરસતા ડાંગર પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. સતત વરસાદથી ડાંગર છેલ્લા ઘણા દીવસો થી પાણીમાં ગરકાવ થવાથી ડાંગરનો વિકાસ અટકી ગયો હતો. સાથે જ ડૂબી ગયેલા ડાંગરના નુકસાન થતા ઉત્પાદનમાં પણ ઘટાડો થશે ભારે વરસાદને કારણે ઠેર ઠેર ડાંગરનો પાક વરસાદી પાણીમાં ધરાશાયી થઈ ગયો છે. ચોમાસુ ડાંગરનો મહામુલો પાક ખેડૂતો દ્વારા લાખોના ખર્ચ કરી ઉભો કર્યો કર્યો હતો. પરંતુ વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીઠું છે. જેને લઈ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાય જવાની દહેશત છે. આ પરિસ્થિતિ જોતાં ગયા વર્ષે ચોમાસુ ડાંગરનો તાલુકામા રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયું હતું પરંતુ હાલમાં વધુ વરસાદથી 35 થી 40 ટકા ડાંગરની ઉત્પાદન પર પણ મોટી અસર થાય એવી કૃષિ તજજ્ઞો દ્વારા આગાહી કરવામાં આવી રહી છે.

South Gujaratમાં અતિ ભારે વરસાદના પગલે ડાંગરના પાકને ભારે નુકસાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દક્ષિણ ગુજરાત સહિત સુરતનાં ઓલપાડ તાલુકામાં ચાલુ વર્ષે અતિ ભારે વરસાદના પગલે ડાંગરનો પાક ડૂબી જવાથી પાકને ભારે નુકસાન થયું છે. ડાંગરનો તૈયાર પાક ભારે પવન સાથે ધોધમાર વરસાદથી પાણીમાં ધરાશાયી થઈ ગયો છે. જેથી ઉત્પાદન પર માઠી અસર થવાથી ખેડૂતોને આર્થિક રીતે પાયમાલી સહન કરવાની નોબત આવી છે. જેને લઈ ખેડૂતો સરકાર નુકસાનીનો સર્વે કરાવી સહાયની માંગ કરી રહ્યા છે.

ઓલપાડ તાલુકામાં છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદ

ચાલુ વર્ષે ખરીફ પાકમાં ડાંગરના પાકના વાવેતરમાં પ્રારંભિક સમયે વરસેલા ભારે વરસાદના કારણે ધરુવાડિયા ડૂબી જવાથી મહદઅંશે ધરુઓ નાશ પામ્યા હતા. ખેડૂતોએ ફરીથી નવા ધરુનું વાવેતર કર્યા બાદ ખેડૂતો દ્વારા એક વીઘે 20 હજાર થી વધુ ના ખર્ચે ડાંગરની રોપણી કરવામાં આવી હતી. જો કે, છેલ્લા ત્રણ મહિનાથી સતત વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે સમગ્ર ઓલપાડ તાલુકામા દાગરમાં નુકશાની જોવા મળી રહી છે. ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના સહિત ગામોનાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને ઓલપાડ તાલુકામાં છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદથી ખેતરમાં 2 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા પાક તૈયાર થવાના સમયે પાણીમાં ધરાશાયી થઈ જતા લાખોનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

હાલના ચોમાસામાં 100 ટકા વરસાદ વરસતા ડાંગર પકવતા ખેડૂતોની હાલત કફોડી

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકમાં ચાલુ વર્ષે અગવના ચોમાસા કરતા હાલના ચોમાસામાં 100 ટકા વરસાદ વરસતા ડાંગર પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. સતત વરસાદથી ડાંગર છેલ્લા ઘણા દીવસો થી પાણીમાં ગરકાવ થવાથી ડાંગરનો વિકાસ અટકી ગયો હતો. સાથે જ ડૂબી ગયેલા ડાંગરના નુકસાન થતા ઉત્પાદનમાં પણ ઘટાડો થશે ભારે વરસાદને કારણે ઠેર ઠેર ડાંગરનો પાક વરસાદી પાણીમાં ધરાશાયી થઈ ગયો છે. ચોમાસુ ડાંગરનો મહામુલો પાક ખેડૂતો દ્વારા લાખોના ખર્ચ કરી ઉભો કર્યો કર્યો હતો. પરંતુ વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીઠું છે. જેને લઈ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાય જવાની દહેશત છે. આ પરિસ્થિતિ જોતાં ગયા વર્ષે ચોમાસુ ડાંગરનો તાલુકામા રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયું હતું પરંતુ હાલમાં વધુ વરસાદથી 35 થી 40 ટકા ડાંગરની ઉત્પાદન પર પણ મોટી અસર થાય એવી કૃષિ તજજ્ઞો દ્વારા આગાહી કરવામાં આવી રહી છે.