Botadની મોડલ સ્કૂલની દિવ્યાંગ વિદ્યાર્થિની છે શક્તિનું સાક્ષાત સ્વરૂપ, વાંચો ફુલ સ્ટોરી

કહેવાય છે તમે એક વખત કઈ નિશ્ચિય કરી લો, જો તેને માટે રાત-દિવસ, શારીરિક-માનસિક સ્થિતિ કઈ પણની દરકાર કર્યા વગર કે કોઈ ફરિયાદ કર્યા વગર જો ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરો તો સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે.છાયા બોટાદની મોડેલ સ્કૂલ ખાતે 12માં ધોરણમાં અભ્યાસ કરી રહી છે. છાયાને જન્મથી જ બંને હાથ નથી છતા બોટાદની મોડેલ સ્કૂલમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરી રહી છે. અનેક કળાઓમાં પારંગત અભ્યાસની સાથે સાથે છાયા અનેક કળાઓમાં પારંગત છે. શાળામાં યોજાતી વિવિધ ઈત્તર પ્રવૃત્તિઓમાં પણ છાયા ઉત્સાહપૂર્વક ભાગ લે છે. પગ વડે સુંદર ચિત્રો બનાવીને છાયા તમામ લોકોને પ્રોત્સાહિત કરી રહે છે. ચિત્રો બનાવવાની સાથે સાથે છાયાનો અવાજ પણ સુમધૂર છે.બોટાદના નાના પાળીયાદ ગામની વતની અને ખેડૂત પુત્રી છાયા ધોરિયામાં મજબૂતીના ગુણ તેના પિતા પાસેથી પ્રાપ્ત થયા છે.છાયા પોતાના પગ વડે લખે છે, પોતાના પગથી જમે છે, પગથી પાણી પીવે છે, તેમજ છાયા સરસ ચિત્રકામ પણ કરે છે, રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારની પણ તે ઉજવણી કરે છે. પગ વડે કરે છે દરેક કાર્ય પગથી તે રાખડી બાંધે છે તેમજ પગથી સુંદર મહેંદી મૂકે છે. તેમજ છાયા ભજન, ધૂન, ગરબા અને લોક ગીતો સરસ રીતે ગાય છે, તેમજ સ્કૂલના તમામ કાર્યક્રમો હોય કે પછી સ્પર્ધા હોય તેમાં છાયા રસથી ભાગ લેશે જેથી આ વિદ્યાર્થિની છાયા સ્કૂલ માટે ગૌરવ છે.આ વિદ્યાર્થિનીની કુશળતા શાળાના શિક્ષકો તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ પ્રોત્સાહિત થયા છે. મોડેલ સ્કૂલના આચાર્યશ્રી વિક્રમસિંહ પરમાર, સ્કૂલના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ છાયાને દરેક કામમાં પૂર્ણ સહયોગ આપે છે, અને તેની હિંમત વધારવા માટે હંમેશા તત્પર રહે છે. વિદ્યાર્થિની મોટી થઈને સ્વાવલંબી બને તે માટે પણ શાળા પરિવાર દ્વારા પ્રયાસો કરવામાં આવે છે.

Botadની મોડલ સ્કૂલની દિવ્યાંગ વિદ્યાર્થિની છે શક્તિનું સાક્ષાત સ્વરૂપ, વાંચો ફુલ સ્ટોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કહેવાય છે તમે એક વખત કઈ નિશ્ચિય કરી લો, જો તેને માટે રાત-દિવસ, શારીરિક-માનસિક સ્થિતિ કઈ પણની દરકાર કર્યા વગર કે કોઈ ફરિયાદ કર્યા વગર જો ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરો તો સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે.છાયા બોટાદની મોડેલ સ્કૂલ ખાતે 12માં ધોરણમાં અભ્યાસ કરી રહી છે. છાયાને જન્મથી જ બંને હાથ નથી છતા બોટાદની મોડેલ સ્કૂલમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરી રહી છે.

અનેક કળાઓમાં પારંગત

અભ્યાસની સાથે સાથે છાયા અનેક કળાઓમાં પારંગત છે. શાળામાં યોજાતી વિવિધ ઈત્તર પ્રવૃત્તિઓમાં પણ છાયા ઉત્સાહપૂર્વક ભાગ લે છે. પગ વડે સુંદર ચિત્રો બનાવીને છાયા તમામ લોકોને પ્રોત્સાહિત કરી રહે છે. ચિત્રો બનાવવાની સાથે સાથે છાયાનો અવાજ પણ સુમધૂર છે.બોટાદના નાના પાળીયાદ ગામની વતની અને ખેડૂત પુત્રી છાયા ધોરિયામાં મજબૂતીના ગુણ તેના પિતા પાસેથી પ્રાપ્ત થયા છે.છાયા પોતાના પગ વડે લખે છે, પોતાના પગથી જમે છે, પગથી પાણી પીવે છે, તેમજ છાયા સરસ ચિત્રકામ પણ કરે છે, રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારની પણ તે ઉજવણી કરે છે.


પગ વડે કરે છે દરેક કાર્ય

પગથી તે રાખડી બાંધે છે તેમજ પગથી સુંદર મહેંદી મૂકે છે. તેમજ છાયા ભજન, ધૂન, ગરબા અને લોક ગીતો સરસ રીતે ગાય છે, તેમજ સ્કૂલના તમામ કાર્યક્રમો હોય કે પછી સ્પર્ધા હોય તેમાં છાયા રસથી ભાગ લેશે જેથી આ વિદ્યાર્થિની છાયા સ્કૂલ માટે ગૌરવ છે.આ વિદ્યાર્થિનીની કુશળતા શાળાના શિક્ષકો તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ પ્રોત્સાહિત થયા છે. મોડેલ સ્કૂલના આચાર્યશ્રી વિક્રમસિંહ પરમાર, સ્કૂલના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ છાયાને દરેક કામમાં પૂર્ણ સહયોગ આપે છે, અને તેની હિંમત વધારવા માટે હંમેશા તત્પર રહે છે. વિદ્યાર્થિની મોટી થઈને સ્વાવલંબી બને તે માટે પણ શાળા પરિવાર દ્વારા પ્રયાસો કરવામાં આવે છે.