Cyber Crime માટે બ્લેક ટ્રાયએન્ગલ કેટલો મહત્વનો, કોણ કરે છે ઓપરેટ ?
સાયબર ક્રાઈમ એટલે ભોગ બનનાર પોતાના હાથે જ પોતાની કબર ખોદી નાખે છે અને આરોપીઓ માત્ર આંગળીના ટેરવે તમારા બેંકમાં રહેલા રુપિયા પડાવી લે છે અને આવી અલગ અલગ ગેંગની અલગ અલગ મોડસ ઓપરેન્ડી છે.કેટલીક ગેંગ આંતરરાષ્ટ્રીય સ્તરે કરે છે કામ દેશમાં ચાલતી સાયબર ક્રાઈમની ગેંગો ભરતપુર રાજસ્થાન અને જામતારાથી ચાલી રહી છે. જે ગેંગ બેંકીગ ફ્રોડ, એપીકે ફાઈલ ઈન્સ્ટોલ કરાવવી માહિતી મેળવી, બેંક અધિકારીના નામે ઓળખ આપી છેતરપિંડી, સેક્સ્ટ્રોશન, બનાવટી પ્રોફાઈલ બનાવી છેતરપિંડી કરે છે. જોકે આ ગેંગ નાના પાયે ચાલતી હોય છે. જેના પર અવાર નવાર પોલીસની કાર્યવાહી થતી હોય છે. પરંતુ સાયબર ક્રાઈમની એવી કેટલીક ગેંગ છે. જે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરે છે અને માફિયા તેને કંટ્રોલ કરે છે. છેતરપિંડીનું એપી સેન્ટર સાઉથ ઈસ્ટ એશિયા સાયબર ક્રાઈમની દુનિયામાં ચાઈનીઝ ગેંગનો સૌથી મોટો આંતક છે. જે અલગ અલગ રીતે સાયબર ક્રાઈમ કરે છે. જેમા સિમ સ્વેપ, મેટ્રોમોનિયલ ફ્રોડ, ગિફ્ટ આપવાના બહાને છેતરપિંડી, ઈન્સન્ટ લોન, ટાસ્ક છેતરપિંડી, શેર માર્કેટમાં રોકાણ કરાવી છેતરપિંડી અને છેલ્લા બે વર્ષથી ડિઝીટલ અરેસ્ટને લગતા ફ્રોડ આ ગેંગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જે તમામ છેતરપિંડીનું એપી સેન્ટર સાઉથ ઈસ્ટ એશિયા છે. એટલે કે સાયબર ક્રાઈમનું ગોલ્ડન ટ્રાય એન્ગલ. આ રીતે સાયબર ક્રાઈમને અંજામ આપવામાં આવે છે ગોલ્ડન ટ્રાય એન્ગલ એટલે વિશ્વના નકશા પર આવેલો ભાગ કે જ્યાં આવેલા દેશો કંબોડિયા, લાવોશ, વિયેતનામ અને મ્યાનમાર કે જ્યાં સૌથી વધુ સાયબર ક્રાઈમ ફુલ્યો ફાલ્યો છે ને તેનુ એક કારણ એ છે કે ચાઈનીઝ અને કશીનો માફિયાનો હાથ ઉંચો છે ને તેમના ઈશારે સાયબર ક્રાઈમો માટે આ ટ્રાય એન્ગલ ગોલ્ડન ટ્રાય એન્ગલ બન્યો છે અને જ્યાંથી દુનિયાભરમાં સાયબર ક્રાઈમને અંજામ આપવામાં આવી રહ્યો છે. ગેંગ દરેક દેશના સ્થાનિક લોકો સાથે મળી બેંક અકાઉન્ટ અને સિમકાર્ડ મેળવી તેની મદદથી મોટા ગુનાને અંજામ આવે છે. યુવાનોનું શોષણ કરવામાં આવે છે સાયબર ક્રાઈમ કરવા માટે સૌથી પહેલી જરુરીયાત લોકોને વાતોમાં ભોળવી શકે તેવા લોકોની હોય છે. જે માટે તેમની ગેંગના તાઈવાની આરોપી દરેક દેશમાં નોકરી માટેની જાહેરાત આપી લોકોની ભરતી કરે છે અને તે યુવાનોને નોકરીની લાલચે આ બ્લેક ટ્રાયએન્ગલમાં લાવી તેમના પાસપોર્ટ કબ્જે કરી લેવામાં આવે છે અને તેમને ગોંધી રાખી તેમની પાસે કામ કરવામાં આવે છે. જેને સાયબરની દુનિયામાં સાયબર સ્લેવરી પણ કહેવામાં આવે છે. જેમાં આવા યુવાનોનું શોષણ કરવામાં આવે છે અને બેં ગેંગો વચ્ચે એક બીજાને વેચવામાં પણ આવે છે. રૂપિયા યુએસડીટીમાં કન્વર્ટ કરવા દુબઈ સૌથી મોટુ હબ સાયબર ક્રાઈમ માટે સૌથી મહત્વની કડી એ છે કે, છેતરપિંડીના રુપિયા ગણતરીના સમયથી યુએસડીટીમાં કન્વર્ટ કરવા અને જેના માટે દુબઈ સૌથી મોટુ હબ બન્યું છે. સાથે જ સાયબર ક્રાઈમને કંટ્રોલ કરનારી 50થી વધુ ગેંગો કશીનો અને માફિયા સાથે સંકળાયેલી છે. જેથી સાયબર ક્રાઈમની માત્ર મોડેસ ઓપરેન્ડી બદલાઈ શકે છે. પરંતુ તેને રોકવી શક્ય નથી. જે માટે લોકોએ જ સતર્ક રહેવુ પડશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાયબર ક્રાઈમ એટલે ભોગ બનનાર પોતાના હાથે જ પોતાની કબર ખોદી નાખે છે અને આરોપીઓ માત્ર આંગળીના ટેરવે તમારા બેંકમાં રહેલા રુપિયા પડાવી લે છે અને આવી અલગ અલગ ગેંગની અલગ અલગ મોડસ ઓપરેન્ડી છે.
કેટલીક ગેંગ આંતરરાષ્ટ્રીય સ્તરે કરે છે કામ
દેશમાં ચાલતી સાયબર ક્રાઈમની ગેંગો ભરતપુર રાજસ્થાન અને જામતારાથી ચાલી રહી છે. જે ગેંગ બેંકીગ ફ્રોડ, એપીકે ફાઈલ ઈન્સ્ટોલ કરાવવી માહિતી મેળવી, બેંક અધિકારીના નામે ઓળખ આપી છેતરપિંડી, સેક્સ્ટ્રોશન, બનાવટી પ્રોફાઈલ બનાવી છેતરપિંડી કરે છે. જોકે આ ગેંગ નાના પાયે ચાલતી હોય છે. જેના પર અવાર નવાર પોલીસની કાર્યવાહી થતી હોય છે. પરંતુ સાયબર ક્રાઈમની એવી કેટલીક ગેંગ છે. જે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરે છે અને માફિયા તેને કંટ્રોલ કરે છે.
છેતરપિંડીનું એપી સેન્ટર સાઉથ ઈસ્ટ એશિયા
સાયબર ક્રાઈમની દુનિયામાં ચાઈનીઝ ગેંગનો સૌથી મોટો આંતક છે. જે અલગ અલગ રીતે સાયબર ક્રાઈમ કરે છે. જેમા સિમ સ્વેપ, મેટ્રોમોનિયલ ફ્રોડ, ગિફ્ટ આપવાના બહાને છેતરપિંડી, ઈન્સન્ટ લોન, ટાસ્ક છેતરપિંડી, શેર માર્કેટમાં રોકાણ કરાવી છેતરપિંડી અને છેલ્લા બે વર્ષથી ડિઝીટલ અરેસ્ટને લગતા ફ્રોડ આ ગેંગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જે તમામ છેતરપિંડીનું એપી સેન્ટર સાઉથ ઈસ્ટ એશિયા છે. એટલે કે સાયબર ક્રાઈમનું ગોલ્ડન ટ્રાય એન્ગલ.
આ રીતે સાયબર ક્રાઈમને અંજામ આપવામાં આવે છે
ગોલ્ડન ટ્રાય એન્ગલ એટલે વિશ્વના નકશા પર આવેલો ભાગ કે જ્યાં આવેલા દેશો કંબોડિયા, લાવોશ, વિયેતનામ અને મ્યાનમાર કે જ્યાં સૌથી વધુ સાયબર ક્રાઈમ ફુલ્યો ફાલ્યો છે ને તેનુ એક કારણ એ છે કે ચાઈનીઝ અને કશીનો માફિયાનો હાથ ઉંચો છે ને તેમના ઈશારે સાયબર ક્રાઈમો માટે આ ટ્રાય એન્ગલ ગોલ્ડન ટ્રાય એન્ગલ બન્યો છે અને જ્યાંથી દુનિયાભરમાં સાયબર ક્રાઈમને અંજામ આપવામાં આવી રહ્યો છે. ગેંગ દરેક દેશના સ્થાનિક લોકો સાથે મળી બેંક અકાઉન્ટ અને સિમકાર્ડ મેળવી તેની મદદથી મોટા ગુનાને અંજામ આવે છે.
યુવાનોનું શોષણ કરવામાં આવે છે
સાયબર ક્રાઈમ કરવા માટે સૌથી પહેલી જરુરીયાત લોકોને વાતોમાં ભોળવી શકે તેવા લોકોની હોય છે. જે માટે તેમની ગેંગના તાઈવાની આરોપી દરેક દેશમાં નોકરી માટેની જાહેરાત આપી લોકોની ભરતી કરે છે અને તે યુવાનોને નોકરીની લાલચે આ બ્લેક ટ્રાયએન્ગલમાં લાવી તેમના પાસપોર્ટ કબ્જે કરી લેવામાં આવે છે અને તેમને ગોંધી રાખી તેમની પાસે કામ કરવામાં આવે છે. જેને સાયબરની દુનિયામાં સાયબર સ્લેવરી પણ કહેવામાં આવે છે. જેમાં આવા યુવાનોનું શોષણ કરવામાં આવે છે અને બેં ગેંગો વચ્ચે એક બીજાને વેચવામાં પણ આવે છે.
રૂપિયા યુએસડીટીમાં કન્વર્ટ કરવા દુબઈ સૌથી મોટુ હબ
સાયબર ક્રાઈમ માટે સૌથી મહત્વની કડી એ છે કે, છેતરપિંડીના રુપિયા ગણતરીના સમયથી યુએસડીટીમાં કન્વર્ટ કરવા અને જેના માટે દુબઈ સૌથી મોટુ હબ બન્યું છે. સાથે જ સાયબર ક્રાઈમને કંટ્રોલ કરનારી 50થી વધુ ગેંગો કશીનો અને માફિયા સાથે સંકળાયેલી છે. જેથી સાયબર ક્રાઈમની માત્ર મોડેસ ઓપરેન્ડી બદલાઈ શકે છે. પરંતુ તેને રોકવી શક્ય નથી. જે માટે લોકોએ જ સતર્ક રહેવુ પડશે.