Ahmedabadમાં "નશેડી નબેરીઓ" બેફામ, બોપલમાં થયો ભયંકર અકસ્માત

અમદાવાદમાં નબીરાઓ બન્યા બેફામ બન્યા છે,જેમાં બોપલ-આંબલી રોડ પર રફતારનો કહેર જોવા મળ્યો છે.કાર ચાલકે નશામાં 4 થી 5 વાહનોને અડફેટે લીધા છે,ધોળા દિવસે આ અકસ્માત સર્જાયો હતો જેમાં રોષે ભરાયેલા સ્થાનિકોએ કાર ચાલકને માર માર્યો હોવાની વાત કરી છે.કારચાલકને મારી ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા,તો પાછો નબીરો ગાડીમાં બેઠો બેઠો સિગરેટના દમ ખેંચી રહ્યો હતો. બોપલ બ્રિજ નજીક બન્યો અકસ્માત અમદાવાદમાં આમ પણ અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે,જેમાં ઓવરસ્પીડમાં ઓડી કારના ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતી,જેમાં ઘણા બાઈક ચાલકોને કચડી નાખ્યા હોવાની વાત સામે આવી છે,ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,અને સ્થાનિકોએ કાર ચાલકને બહાર કાઢીને બરોબરનો મેથીપાક ચખાડયો હતો,કાર ચાલક એટલો નશામાં હતો કે તેણે અકસ્માત કરીને પણ ખબર ન હતી કે તેણે અકસ્માત કર્યો છે. ટ્રાફિક પોલીસે હાથધરી તપાસ સમગ્ર ઘટનામાં ટ્રાફિક પોલીસે તપાસ હાથધરી છે અને કાર ચાલકની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવાયો છે,ત્યારે આવી ઘટનાઓ અમદાવાદમાં સામાન્ય બનતી જાય છે,બોપલ વિસ્તારમાં અનેકવાર આવી અકસ્માતોની ઘટના બનતી હોય છે,અમદાવાદ શહેરમાં પોલીસ આવા નબીરાઓની સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે,વારંવાર અકસ્માત સર્જીને કોઈનો જીવ લેવો એ કોઈ સામાન્ય વાત નથી,અમદાવાદ પોલીસ જરા ધ્યાન આપો અને આવા નબીરાઓને જેલ હવાલે કરો. પોલીસે સીસીટીવી લીધા ઘટનાની જાણ થતાની સાથે આસપાસના સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડયા હતા,અને કાચ ચાલક નશામાં જ રોડ પર સૂઈ ગયો હતો.પોલીસે આ સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથધરી છે,હાલમાં તો મહત્વની વાત એ છે કે,આ અકસ્માતમાં કોઈનો જીવ ગયો નથી,જો કોઈનો જીવ ગયો હોત તો પરિવાર પર શું અસર થાત તે તમે સમજી શકો છો.અમદાવાદના પોશ વિસ્તારમાં નબીરાનો આતંક રહેતો હોય છે અને આવા જ નબીરા અન્યની જિંદગીમાં યમરાજ બનીને આવતા હોય છે.  

Ahmedabadમાં "નશેડી નબેરીઓ" બેફામ, બોપલમાં થયો ભયંકર અકસ્માત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં નબીરાઓ બન્યા બેફામ બન્યા છે,જેમાં બોપલ-આંબલી રોડ પર રફતારનો કહેર જોવા મળ્યો છે.કાર ચાલકે નશામાં 4 થી 5 વાહનોને અડફેટે લીધા છે,ધોળા દિવસે આ અકસ્માત સર્જાયો હતો જેમાં રોષે ભરાયેલા સ્થાનિકોએ કાર ચાલકને માર માર્યો હોવાની વાત કરી છે.કારચાલકને મારી ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા,તો પાછો નબીરો ગાડીમાં બેઠો બેઠો સિગરેટના દમ ખેંચી રહ્યો હતો.

બોપલ બ્રિજ નજીક બન્યો અકસ્માત

અમદાવાદમાં આમ પણ અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે,જેમાં ઓવરસ્પીડમાં ઓડી કારના ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતી,જેમાં ઘણા બાઈક ચાલકોને કચડી નાખ્યા હોવાની વાત સામે આવી છે,ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,અને સ્થાનિકોએ કાર ચાલકને બહાર કાઢીને બરોબરનો મેથીપાક ચખાડયો હતો,કાર ચાલક એટલો નશામાં હતો કે તેણે અકસ્માત કરીને પણ ખબર ન હતી કે તેણે અકસ્માત કર્યો છે.

ટ્રાફિક પોલીસે હાથધરી તપાસ

સમગ્ર ઘટનામાં ટ્રાફિક પોલીસે તપાસ હાથધરી છે અને કાર ચાલકની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવાયો છે,ત્યારે આવી ઘટનાઓ અમદાવાદમાં સામાન્ય બનતી જાય છે,બોપલ વિસ્તારમાં અનેકવાર આવી અકસ્માતોની ઘટના બનતી હોય છે,અમદાવાદ શહેરમાં પોલીસ આવા નબીરાઓની સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે,વારંવાર અકસ્માત સર્જીને કોઈનો જીવ લેવો એ કોઈ સામાન્ય વાત નથી,અમદાવાદ પોલીસ જરા ધ્યાન આપો અને આવા નબીરાઓને જેલ હવાલે કરો.

પોલીસે સીસીટીવી લીધા

ઘટનાની જાણ થતાની સાથે આસપાસના સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડયા હતા,અને કાચ ચાલક નશામાં જ રોડ પર સૂઈ ગયો હતો.પોલીસે આ સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથધરી છે,હાલમાં તો મહત્વની વાત એ છે કે,આ અકસ્માતમાં કોઈનો જીવ ગયો નથી,જો કોઈનો જીવ ગયો હોત તો પરિવાર પર શું અસર થાત તે તમે સમજી શકો છો.અમદાવાદના પોશ વિસ્તારમાં નબીરાનો આતંક રહેતો હોય છે અને આવા જ નબીરા અન્યની જિંદગીમાં યમરાજ બનીને આવતા હોય છે.