Dang: ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા બનાવશે 311 હનુમાન મંદિર, 101 મંદિર તૈયાર
ગુજરાતના આદિવાસી ડાંગ જિલ્લાના 311 ગામોમાં હનુમાનજી મંદિર બનાવવાનો સંકલ્પ સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ ઉઠાવ્યો છે. જેને હનુમાન યાગ નામ આપવમાં આવ્યું છે. 311 પૈકીના 101 મંદિરો તૈયાર થઈ ગયા છે અને બાકીના આવનારા 2 વર્ષમાં પૂર્ણ થવાની તૈયારીમાં છે. ડાંગ જિલ્લાના 311 ગામોમાં મંદિર નિર્માણનો સંકલ્પ લીધો સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને ગોવિંદભાઇ ધોળકિયાએ ડાંગ જિલ્લાના 311 ગામોમાં મંદિર નિર્માણનો સંકલ્પ લીધો છે, જે પૈકી 101 મંદિર તૈયાર થઇ ગયા છે. ડાંગના તમામ ગામોમાં મંદિરો બનવવાના સંકલ્પને લઈને ગોવિંદભાઈએ કહ્યું કે, 2017માં અમે અને પી.પી. સ્વામીજી કારમાં એક ગામથી પસાર થતા હતા ત્યાં હનુમાનજીની મુર્તિ ઉપર નજર પડી જે ખુલ્લા આકાશમાં ઝાડના ટેકે ઉભેલી હતી. આ પરિસ્થિતિ લગભગ આખા ડાંગ જિલ્લામાં છે...! આ મુર્તિને જોઈ મેં કહ્યું કે, “સ્વામીજી, આપણા ભગવાન આ રીતે દેખાય તે આપણી સંસ્કૃતિને યોગ્ય ગણાય...?” આ સાંભળીને પી.પી. સ્વામીજીનું હૃદય દ્રવી ઉઠ્યું અને તેમણે કહ્યું કે, “ગોવિંદભાઈ, આ પરિસ્થિતિ લગભગ આખા ડાંગ જિલ્લામાં છે...! કરવાની જરૂર ઘણી બધી છે... કેટલું થઈ શકે...? અને કોણ કરે...?” ત્યારે એજ સમયે ડાંગ જિલ્લાના 311 ગામમાં શકય હોય ત્યાં હનુમાનજીના મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હતો. 101 મંદિર થયા તૈયાર આજે ડાંગના મોટાભાગે ગામોમાં એક સરખા મંદિર બનાવીને લોકોમાં એકતા વધે ધર્મપ્રત્યે જાગૃતતા આવે તેવી ભાવના સાથે મંદિર નિર્માણ ચાલી રહ્યું છે. આ મંદિરોમાં આજરોજ તબક્કાવાર 101 મંદિરનું લોકાર્પણ કરવા માટે રાજ્યપાલ આવનાર હતા. જો કે, હવામાન અનુકૂળ ન હોવાથી રાજ્યપાલ આવી શક્યા ન હતા. રાજ્યપાલ આવી શક્યા ન હોવાથી ગોવિંદભાઇ ધોળકિયા અને દાતાઓ તેમજ સંતોની ઉપસ્થિતિમાં આજે કાર્યક્રમ સંપન્ન થયો હતો. હનુમાન યાગ મંદિરો નિર્માણ પાછળનો હેતુ શબરી માતા અને ભગવાન શ્રીરામની ચરણરજથી પાવન થયેલી આ ભૂમિ દંડકારણ્ય તરીકે પણ પ્રસિદ્ધ છે. બે લાખ વનવાસીઓના જીવનની સામાજિક ચેતના માટે "ડાંગ પ્રયાગ, હનુમાન યાગ "નામનો "હનુમાન યજ્ઞ"શરૂ કરવામાં આવ્યો છે. આ મંદિરોના નિર્માણ પાછળનો હેતુ હનુમાનજી મંદિર ભક્તિ, સેવા, સ્મરણની સાથે ગામની એકતા વધે અને વ્યસનમુક્તિ સહિત સંસ્કારના સમન્વય સાથે તીર્થ બની રહે તેવો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતના આદિવાસી ડાંગ જિલ્લાના 311 ગામોમાં હનુમાનજી મંદિર બનાવવાનો સંકલ્પ સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ ઉઠાવ્યો છે. જેને હનુમાન યાગ નામ આપવમાં આવ્યું છે. 311 પૈકીના 101 મંદિરો તૈયાર થઈ ગયા છે અને બાકીના આવનારા 2 વર્ષમાં પૂર્ણ થવાની તૈયારીમાં છે.
ડાંગ જિલ્લાના 311 ગામોમાં મંદિર નિર્માણનો સંકલ્પ લીધો
સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને ગોવિંદભાઇ ધોળકિયાએ ડાંગ જિલ્લાના 311 ગામોમાં મંદિર નિર્માણનો સંકલ્પ લીધો છે, જે પૈકી 101 મંદિર તૈયાર થઇ ગયા છે. ડાંગના તમામ ગામોમાં મંદિરો બનવવાના સંકલ્પને લઈને ગોવિંદભાઈએ કહ્યું કે, 2017માં અમે અને પી.પી. સ્વામીજી કારમાં એક ગામથી પસાર થતા હતા ત્યાં હનુમાનજીની મુર્તિ ઉપર નજર પડી જે ખુલ્લા આકાશમાં ઝાડના ટેકે ઉભેલી હતી.
આ પરિસ્થિતિ લગભગ આખા ડાંગ જિલ્લામાં છે...!
આ મુર્તિને જોઈ મેં કહ્યું કે, “સ્વામીજી, આપણા ભગવાન આ રીતે દેખાય તે આપણી સંસ્કૃતિને યોગ્ય ગણાય...?” આ સાંભળીને પી.પી. સ્વામીજીનું હૃદય દ્રવી ઉઠ્યું અને તેમણે કહ્યું કે, “ગોવિંદભાઈ, આ પરિસ્થિતિ લગભગ આખા ડાંગ જિલ્લામાં છે...! કરવાની જરૂર ઘણી બધી છે... કેટલું થઈ શકે...? અને કોણ કરે...?” ત્યારે એજ સમયે ડાંગ જિલ્લાના 311 ગામમાં શકય હોય ત્યાં હનુમાનજીના મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હતો.
101 મંદિર થયા તૈયાર
આજે ડાંગના મોટાભાગે ગામોમાં એક સરખા મંદિર બનાવીને લોકોમાં એકતા વધે ધર્મપ્રત્યે જાગૃતતા આવે તેવી ભાવના સાથે મંદિર નિર્માણ ચાલી રહ્યું છે. આ મંદિરોમાં આજરોજ તબક્કાવાર 101 મંદિરનું લોકાર્પણ કરવા માટે રાજ્યપાલ આવનાર હતા. જો કે, હવામાન અનુકૂળ ન હોવાથી રાજ્યપાલ આવી શક્યા ન હતા. રાજ્યપાલ આવી શક્યા ન હોવાથી ગોવિંદભાઇ ધોળકિયા અને દાતાઓ તેમજ સંતોની ઉપસ્થિતિમાં આજે કાર્યક્રમ સંપન્ન થયો હતો.
હનુમાન યાગ
મંદિરો નિર્માણ પાછળનો હેતુ શબરી માતા અને ભગવાન શ્રીરામની ચરણરજથી પાવન થયેલી આ ભૂમિ દંડકારણ્ય તરીકે પણ પ્રસિદ્ધ છે. બે લાખ વનવાસીઓના જીવનની સામાજિક ચેતના માટે "ડાંગ પ્રયાગ, હનુમાન યાગ "નામનો "હનુમાન યજ્ઞ"શરૂ કરવામાં આવ્યો છે. આ મંદિરોના નિર્માણ પાછળનો હેતુ હનુમાનજી મંદિર ભક્તિ, સેવા, સ્મરણની સાથે ગામની એકતા વધે અને વ્યસનમુક્તિ સહિત સંસ્કારના સમન્વય સાથે તીર્થ બની રહે તેવો છે.