Mehsanaમાં વિધાર્થીઓ મુસીબતમાં મૂકાયા, ઈ-કેવાયસી ફરજિયાત કરાતા લાગી મોટી લાઈનો

વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે હવે રેશનકાર્ડમાં ઇ-કેવાયસી ફરજીયાત કરવામાં આવ્યું છે.મહેસાણામાં 1.50 લાખ વિધાર્થી શિષ્યવૃતિ મેળવવા પાત્ર છે.જે પૈકી અત્યાર સુધી 68000નું ઇ-કેવાયસી પૂર્ણ થયું છે.હજુ પણ 85000 કરતા વધુ બાળકોનું ઇ- કેવાયસી બાકી છે.આ કારણે મહેસાણા મામલતદાર કચેરીમાં વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે ભીડ જામી રહી છે. આમ છતાં એક જ નાયબ મામલતદાર પાસે આઇડી હોવાથી કામ થઇ શકતું નથી.જેને લઈને વાલીઓ અને વિધાર્થીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે.ઈ-કેવાયસી ફરજિયાત છે બાળકોએ શિષ્યવૃતિ લેવી હોય તો રેશનકાર્ડમાં એન્ટ્રી ફરજીયાત બનાવાઈ છે.30 સપ્ટેમ્બર સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે.જો કે શાળા કક્ષાએ શિક્ષકો મારફતે પીડીએસ એપ્લિકેશન રાહે આ કામગીરી થાય છે, મામલતદાર પુરવઠા શાખામાં પણ ઇ-કેવાયસી થાય છે અને ગામડામાં વીસીઇ પણ આ કામગીરી કરે છે. જોકે, મહેસાણા મામલતદાર કચેરીમાં એક જ બારી હોવાથી કલાકો સુધી લોકોને ઇ-કેવાયસી માટે રાહ જોવી પડી રહી છે. 30 સપ્ટેમ્બર સુધી છેલ્લી કેવાયસી વિદ્યાર્થીઓને તા.30 સપ્ટેમ્બર સુધીમાં ઇ-કેવાયસી કરાવી લેવા જણાવાયું છે. પરંતુ એપ્લિકેશન ધીમી ચાલતી હોવાથી શિક્ષકોને પણ મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ, ઝડપથી ઇ-કેવાયસી પૂરું કરવા દરેક તાલુકામાં નાયબ મામલતદારને શાળાઓમાં થતી કામગીરીનું મોનિટરિંગ કરવા ફરજ સોંપાઇ છે. જિલ્લા કલેક્ટર દ્વારા આધારબેઝ બાયોમેટ્રીક ઇ-કેવાયસીની કામગીરીના સુપર વિઝન, મોનિટરિંગ માટ તાલુકા કક્ષાએ અધિકારીઓ નિમવા, દરેક સીઆરસી કક્ષાએ સંકલન અને બીઆરસી, સર્કલ ઓફિસરો, તાલુકા પ્રાથમિક અધિકારીઓને નોડલ ઓફિસર તરીકે નિમવા આદેશ કરાયા છે. દરખાસ્ત ઓનલાઈન થશે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સૂત્રો મુજબ, મંગળવાર સુધીમાં જિલ્લામાં કુલ 1.46 લાખ બાળકો પૈકી 68,650 બાળકોને શિષ્યવૃત્તિ માટેની દરખાસ્ત ઓનલાઇન થઇ છે, જ્યારે 29,500નું ઇ-કેવાયસી થયું છે. બાકીના બાળકોની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.  

Mehsanaમાં વિધાર્થીઓ મુસીબતમાં મૂકાયા, ઈ-કેવાયસી ફરજિયાત કરાતા લાગી મોટી લાઈનો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે હવે રેશનકાર્ડમાં ઇ-કેવાયસી ફરજીયાત કરવામાં આવ્યું છે.મહેસાણામાં 1.50 લાખ વિધાર્થી શિષ્યવૃતિ મેળવવા પાત્ર છે.જે પૈકી અત્યાર સુધી 68000નું ઇ-કેવાયસી પૂર્ણ થયું છે.હજુ પણ 85000 કરતા વધુ બાળકોનું ઇ- કેવાયસી બાકી છે.આ કારણે મહેસાણા મામલતદાર કચેરીમાં વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે ભીડ જામી રહી છે. આમ છતાં એક જ નાયબ મામલતદાર પાસે આઇડી હોવાથી કામ થઇ શકતું નથી.જેને લઈને વાલીઓ અને વિધાર્થીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે.

ઈ-કેવાયસી ફરજિયાત છે
બાળકોએ શિષ્યવૃતિ લેવી હોય તો રેશનકાર્ડમાં એન્ટ્રી ફરજીયાત બનાવાઈ છે.30 સપ્ટેમ્બર સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે.જો કે શાળા કક્ષાએ શિક્ષકો મારફતે પીડીએસ એપ્લિકેશન રાહે આ કામગીરી થાય છે, મામલતદાર પુરવઠા શાખામાં પણ ઇ-કેવાયસી થાય છે અને ગામડામાં વીસીઇ પણ આ કામગીરી કરે છે. જોકે, મહેસાણા મામલતદાર કચેરીમાં એક જ બારી હોવાથી કલાકો સુધી લોકોને ઇ-કેવાયસી માટે રાહ જોવી પડી રહી છે.



30 સપ્ટેમ્બર સુધી છેલ્લી કેવાયસી
વિદ્યાર્થીઓને તા.30 સપ્ટેમ્બર સુધીમાં ઇ-કેવાયસી કરાવી લેવા જણાવાયું છે. પરંતુ એપ્લિકેશન ધીમી ચાલતી હોવાથી શિક્ષકોને પણ મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ, ઝડપથી ઇ-કેવાયસી પૂરું કરવા દરેક તાલુકામાં નાયબ મામલતદારને શાળાઓમાં થતી કામગીરીનું મોનિટરિંગ કરવા ફરજ સોંપાઇ છે. જિલ્લા કલેક્ટર દ્વારા આધારબેઝ બાયોમેટ્રીક ઇ-કેવાયસીની કામગીરીના સુપર વિઝન, મોનિટરિંગ માટ તાલુકા કક્ષાએ અધિકારીઓ નિમવા, દરેક સીઆરસી કક્ષાએ સંકલન અને બીઆરસી, સર્કલ ઓફિસરો, તાલુકા પ્રાથમિક અધિકારીઓને નોડલ ઓફિસર તરીકે નિમવા આદેશ કરાયા છે.



દરખાસ્ત ઓનલાઈન થશે
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સૂત્રો મુજબ, મંગળવાર સુધીમાં જિલ્લામાં કુલ 1.46 લાખ બાળકો પૈકી 68,650 બાળકોને શિષ્યવૃત્તિ માટેની દરખાસ્ત ઓનલાઇન થઇ છે, જ્યારે 29,500નું ઇ-કેવાયસી થયું છે. બાકીના બાળકોની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.