આખી નકલી કોર્ટ બનાવીને બેઠેલા 'નકલી જજ'ને અસલી જજ સામે રજૂ કરાયા, તો આરોપીએ પોલીસ સામે જ કરી દીધી ફરિયાદ

Fake Court Was Caught And Judge : ગુજરાતમાં નકલી સરકારી કચેરીઓ, નકલી ટોલબુથ, નકલી સ્કૂલો, નકલી હુકમો કરી આશરે 100 એકરથી વધુ જમીનોમાં હુકમો કરી નાંખ્યા હોવાના અધિકારીઓના વિવાદો હજુ શમ્યા નથી ત્યાં તો, સરકારી જમીનો પચાવી પાડવા માટે બોગસ આર્બીટ્રેશનની નકલી કચેરી અને બોગસ જજ બની હુકમો કરવાના ગુજરાતના ન્યાયતંત્રને હચમચાવી નાંખે તેવા કૌભાંડનો પર્દાફાશ થયો છે. મોરીસ સેમ્યુઅલ કિશ્ચિયન નામના કહેવાતા વકીલે બોગસ આર્બીટ્રેશન ઉભુ કરી પોતે જ આર્બીટ્રેશન જજ બની, જાતે જ સ્ટાફ ઉભા કરી, જાતે જ વકીલો રોકાવી અને પોતાની રીતે જ બોગસ હુકમો કરી નાંખ્યા હોવાના કૌભાંડનો પર્દાફાશ થતાં ગુજરાતના ન્યાયતંત્રમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. સિવિલ કોર્ટે બોગસ આર્બીટ્રેટર મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન વિરૂદ્ધ ફરિયાદ નોંધવા   હુકમ કર્યો છે. જેને પગલે કારંજ પોલીસે આ સમગ્ર મામલે મોરીસ ક્રિશ્ચિયન વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. તો બીજી તરફ બોગસ કોર્ટ બનાવીને ગોરખધંધા કરનારા નકલી મેજીસ્ટ્રેટને કોર્ટમાં રજૂ કરાતા તેણે પોલીસ વિરૂદ્ધ ફરિયાદ કરી હતી.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -