નાળિયેરના ભૂસાની આડમાં લવાતો રૂા. 20.23 લાખના દારૂ ઝડપાયો

- દારૂ, ટ્રક સહિત 32.29 લાખનો મુદ્દામાલ જપ્ત- ઝડપાયેલા ટ્રક ચાલક, દારૂ મોકલનાર સહિત અન્ય એક શખ્સ વિરૂદ્ધ એલસીબીએ ગુનો દાખલ કર્યો આણંદ : રાજસ્થાનથી ગુજરાતમાં નાળીયેરના વેસ્ટ ભુંસાની આડમાં છુપાવી લઈ જવાતો રૂા.૨૦.૨૩ લાખના વિદેશી દારૂ- બિયરના જથ્થા સાથે ટ્રકચાલકને આણંદ એલસીબી પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે વિદેશી દારૂ તથા ટ્રક મળી રૂા.૩૨ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લઈ ઝડપાયેલ શખ્સ તેમજ વિદેશી દારૂ મોકલનાર સહિત અન્ય એક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આણંદ એલસીબી પોલીસની ટીમ ગતરોજ વાસદ-બગોદરા સ્ટેટ હાઈવે ઉપર પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન ટ્રક બોરસદની કિસ્મત કાઠીયાવાડી હોટલ નજીક ટાયર સર્વિસની દુકાન આગળ પંક્ચર કરાવવા રોકાયેલી હતી. ત્યાં પોલીસની ટીમ ટ્રક ચાલકને ઝડપી પાડી પુછપરછ કરતા તે ઈર્ષાદખાન મહંમદખાન મુસ્લીમ (રહે.રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટ્રકમાં તપાસ કરતા પ્રથમ નજરે અંદર નાળીયેરનું વેસ્ટ ભુસું ભરેલું હોવાનું જણાયું હતું. પોલીસે શંકાને આધારે તે હટાવીને જોતા અંદરથી વિદેશી દારૂ તથા બિયરની પેટીઓ મળી આવી હતી. જેથી પોલીસે આ ટ્રક બોરસદ પોલીસ મથકે લાવી ગણતરી કરતા ૮૧૯ નંગ પેટીઓ થઈ હતી. જેની અંદાજિત કિંમત રૂા.૨૦,૨૩,૮૦૦ જેટલી થવા જાય છે. પોલીસે વિદેશી દારૂ તથા ટ્રક મળી રૂા.૩૨,૨૮,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટ્રકચાલકની પુછપરછ કરતા રાજસ્થાનના ઈશાકખાને આ વિદેશી દારૂ ભરેલી ટ્રક લઈ ગુજરાતમાં ટ્રીપ મારવાની છે તેમ કહી મુંબઈના વસઈ રોડ ઉપર બોલાવી ઈશાકે તેના માણસ મારફતે ટ્રક આપી હોવાનું અને ઈશાક મોબાઈલ ઉપર જેમ જણાવે તેમ ગુજરાતમાં મોરબીથી આગળ જવાનું હોવાની કબુલાત કરી હતી. આ બનાવ અંગે બોરસદ શહેર પોલીસે ટ્રકચાલક સહિત દારૂ ભરેલી ટ્રક અપાવનાર ઈશાક અને અન્ય એક શખ્શ વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નાળિયેરના ભૂસાની આડમાં લવાતો રૂા. 20.23 લાખના દારૂ ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- દારૂ, ટ્રક સહિત 32.29 લાખનો મુદ્દામાલ જપ્ત

- ઝડપાયેલા ટ્રક ચાલક, દારૂ મોકલનાર સહિત અન્ય એક શખ્સ વિરૂદ્ધ એલસીબીએ ગુનો દાખલ કર્યો 

આણંદ : રાજસ્થાનથી ગુજરાતમાં નાળીયેરના વેસ્ટ ભુંસાની આડમાં છુપાવી લઈ જવાતો રૂા.૨૦.૨૩ લાખના વિદેશી દારૂ- બિયરના જથ્થા સાથે ટ્રકચાલકને આણંદ એલસીબી પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે વિદેશી દારૂ તથા ટ્રક મળી રૂા.૩૨ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લઈ ઝડપાયેલ શખ્સ તેમજ વિદેશી દારૂ મોકલનાર સહિત અન્ય એક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આણંદ એલસીબી પોલીસની ટીમ ગતરોજ વાસદ-બગોદરા સ્ટેટ હાઈવે ઉપર પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન ટ્રક બોરસદની કિસ્મત કાઠીયાવાડી હોટલ નજીક ટાયર સર્વિસની દુકાન આગળ પંક્ચર કરાવવા રોકાયેલી હતી. ત્યાં પોલીસની ટીમ ટ્રક ચાલકને ઝડપી પાડી પુછપરછ કરતા તે ઈર્ષાદખાન મહંમદખાન મુસ્લીમ (રહે.રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટ્રકમાં તપાસ કરતા પ્રથમ નજરે અંદર નાળીયેરનું વેસ્ટ ભુસું ભરેલું હોવાનું જણાયું હતું. પોલીસે શંકાને આધારે તે હટાવીને જોતા અંદરથી વિદેશી દારૂ તથા બિયરની પેટીઓ મળી આવી હતી. જેથી પોલીસે આ ટ્રક બોરસદ પોલીસ મથકે લાવી ગણતરી કરતા ૮૧૯ નંગ પેટીઓ થઈ હતી. જેની અંદાજિત કિંમત રૂા.૨૦,૨૩,૮૦૦ જેટલી થવા જાય છે. પોલીસે વિદેશી દારૂ તથા ટ્રક મળી રૂા.૩૨,૨૮,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટ્રકચાલકની પુછપરછ કરતા રાજસ્થાનના ઈશાકખાને આ વિદેશી દારૂ ભરેલી ટ્રક લઈ ગુજરાતમાં ટ્રીપ મારવાની છે તેમ કહી મુંબઈના વસઈ રોડ ઉપર બોલાવી ઈશાકે તેના માણસ મારફતે ટ્રક આપી હોવાનું અને ઈશાક મોબાઈલ ઉપર જેમ જણાવે તેમ ગુજરાતમાં મોરબીથી આગળ જવાનું હોવાની કબુલાત કરી હતી. આ બનાવ અંગે બોરસદ શહેર પોલીસે ટ્રકચાલક સહિત દારૂ ભરેલી ટ્રક અપાવનાર ઈશાક અને અન્ય એક શખ્શ વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.