લખતરના ઢાંકી ગામે ફાયરીંગમાં 11 વર્ષના કિશોરના મોત બાદ બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
- બે પરિવારના ઝઘડામાં નિર્દોષ કિશોરને જીવ ગુમાવવાનો વારો આવ્યો- દિકરીને બદનામ કરવા અંગે ઠપકો આપ્યાનું મનદુઃખ રાખી ફાયરીંગ થયું હોવાનું સામે આવ્યું- ફાયરીંગ કરનાર શખ્સ ગુજસીટોકના ગુન્હામાં પણ સંડોવાયેલ છે- પોલીસે બન્ને આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથધરીસુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં હત્યા, લૂંટ, ફાયરીંગ સહિતના બનાવો વધી રહ્યા છે ત્યારે લખતર તાલુકાના ઢાંકી ગામે નજીવી બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા ફાયરિંગનો બનાવ બન્યો હતો જેમાં શેરીમાં રમી રહેલ એક ૧૧ વર્ષના નિર્દોષ કિશોરને ગોળી વાગતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જે અંગે લખતર પોલીસ મથકે ભોગ બનનાર કિશોરના દાદાએ બે શખ્શો સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આ અંગે ૫ોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ લખતર તાલુકાના ઢાંકી ગામે પરિવાર સાથે રહેતા બાબુભાઈ નારણભાઈ ડુંગરાણીની દીકરીને ગામમાં જ રહેતો શખ્સ કરણ રમેશભાઈ ડુંગરાણી અવાર નવાર ઘણા સમયથી બદનામ કરતો હતો. જે અંગે અનેક વખત બાબુભાઈએ અગાઉ ઠપકો પણ આપ્યો હતો પરંતુ તેમ છતાંય કોઈ ફરક પડયો નહોતો. આથી આ બાબતનું મનદુઃખ રાખી કરણ રમેશભાઈ ડુંગરાણી અને કારેલા ગામે રહેતો રસૂલ નથુ ડફેર બાઈક પર ઢાંકી આવ્યા હતા અને બાબુભાઈ સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. જેમાં મામલો ઉગ્ર બનતા રસૂલ નથુ ડફેર એ ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલ બંદૂક વડે ફાયરિંગ કરતા બાબુભાઇને પેટના ભાગે ઈજાઓ પહોંચી હતી જયારે બાજુમાં ઉભેલા ૧૧ વર્ષના કિશોર નિકુલ સંજયભાઈ ડુંગરાણીને છાતીના ભાગે ગોળી વાગતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ. ફાયરિંગ કરી રસૂલ નથુ ડફેર અને કરણ ડુંગરાણી નાશી છુટયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત શખ્સ બાબુભાઇને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવની જાણ થતાં ઇન્ચાર્જ ડીએસપી વી.બી.જાડેજા, લખતર પીઆઈ, પીએસઆઈ, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને નાશી છુટેલા આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. જે મામલે ફાયરિંગનો ભોગ બનનાર કિશોરના દાદા દાનાભાઈ ડુંગરાણીએ લખતર પોલીસ મથકે રસૂલ નથુ ડફેર અને કરણ રમેશભાઈ ડુંગરાણી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્નેને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતીમાન કર્યા છે. જ્યારે બે વ્યક્તિ વચ્ચેના ઝઘડામાં એક નિર્દોષ ૧૧ વર્ષના કિશોરને જીવ ગુમાવવાનો વારો આવતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. જ્યારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી વધુ તપાસ હાથધરી છે પ્રાથમિક તપાસમાં ફાયરીંગ કરનાર આરોપી ગુજસીટોકના ગુન્હામાં સંડોવાયેલ હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે ગામમાં આબ બનાવ બાદ કોઈ અનિચ્છનીય બના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- બે પરિવારના ઝઘડામાં નિર્દોષ કિશોરને જીવ ગુમાવવાનો વારો આવ્યો
- દિકરીને બદનામ કરવા અંગે ઠપકો આપ્યાનું મનદુઃખ રાખી ફાયરીંગ થયું હોવાનું સામે આવ્યું
- ફાયરીંગ કરનાર શખ્સ ગુજસીટોકના ગુન્હામાં પણ સંડોવાયેલ છે
- પોલીસે બન્ને આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથધરી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં હત્યા, લૂંટ, ફાયરીંગ સહિતના બનાવો વધી રહ્યા છે ત્યારે લખતર તાલુકાના ઢાંકી ગામે નજીવી બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા ફાયરિંગનો બનાવ બન્યો હતો જેમાં શેરીમાં રમી રહેલ એક ૧૧ વર્ષના નિર્દોષ કિશોરને ગોળી વાગતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જે અંગે લખતર પોલીસ મથકે ભોગ બનનાર કિશોરના દાદાએ બે શખ્શો સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે ૫ોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ લખતર તાલુકાના ઢાંકી ગામે પરિવાર સાથે રહેતા બાબુભાઈ નારણભાઈ ડુંગરાણીની દીકરીને ગામમાં જ રહેતો શખ્સ કરણ રમેશભાઈ ડુંગરાણી અવાર નવાર ઘણા સમયથી બદનામ કરતો હતો. જે અંગે અનેક વખત બાબુભાઈએ અગાઉ ઠપકો પણ આપ્યો હતો પરંતુ તેમ છતાંય કોઈ ફરક પડયો નહોતો. આથી આ બાબતનું મનદુઃખ રાખી કરણ રમેશભાઈ ડુંગરાણી અને કારેલા ગામે રહેતો રસૂલ નથુ ડફેર બાઈક પર ઢાંકી આવ્યા હતા અને બાબુભાઈ સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. જેમાં મામલો ઉગ્ર બનતા રસૂલ નથુ ડફેર એ ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલ બંદૂક વડે ફાયરિંગ કરતા બાબુભાઇને પેટના ભાગે ઈજાઓ પહોંચી હતી જયારે બાજુમાં ઉભેલા ૧૧ વર્ષના કિશોર નિકુલ સંજયભાઈ ડુંગરાણીને છાતીના ભાગે ગોળી વાગતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ. ફાયરિંગ કરી રસૂલ નથુ ડફેર અને કરણ ડુંગરાણી નાશી છુટયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત શખ્સ બાબુભાઇને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવની જાણ થતાં ઇન્ચાર્જ ડીએસપી વી.બી.જાડેજા, લખતર પીઆઈ, પીએસઆઈ, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને નાશી છુટેલા આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. જે મામલે ફાયરિંગનો ભોગ બનનાર કિશોરના દાદા દાનાભાઈ ડુંગરાણીએ લખતર પોલીસ મથકે રસૂલ નથુ ડફેર અને કરણ રમેશભાઈ ડુંગરાણી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્નેને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતીમાન કર્યા છે. જ્યારે બે વ્યક્તિ વચ્ચેના ઝઘડામાં એક નિર્દોષ ૧૧ વર્ષના કિશોરને જીવ ગુમાવવાનો વારો આવતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. જ્યારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી વધુ તપાસ હાથધરી છે પ્રાથમિક તપાસમાં ફાયરીંગ કરનાર આરોપી ગુજસીટોકના ગુન્હામાં સંડોવાયેલ હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે ગામમાં આબ બનાવ બાદ કોઈ અનિચ્છનીય બના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.