Surendranagar: ઢાંકી ગામના હત્યા કેસનો ફરાર મુખ્ય આરોપીને પોલીસે ઝડપ્યો
લખતર તાલુકાના ઢાંકી ગામે સામાન્ય બોલાચાલી ઝઘડામાં પરીણમતા ગુજસીટોકના પેરોલ જમ્પ આરોપીએ ફાયરીંગ કરતા એક 11 વર્ષના બાળકનું મોત થયુ હતુ. આ બનાવનો એક સહ આરોપી અગાઉ પકડાયો હતો. ત્યારે પોલીસે મુખ્ય આરોપીને ગુરૂવારે ઝડપી લીધો હતો.આ આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજુર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. લખતર તાલુકાના ઢાંકી ગામે ગુજસીટોકના ફરાર આરોપી રસુલ નથુભાઈ ડફેર અને કરણ રમેશભાઈ ડુંગરાણી ઢાંકીના બાબુભાઈ નારાયણભાઈ કોળી સાથે ઝઘડો કરતા હતા. આ ઝઘડામાં ઉગ્ર બનીને રસુલે પોતાની પાસે રહેલ બંદુક વડે ફાયરીંગ કરતા બુલેટ 11 વર્ષના નીકુલને વાગતા તેનું મોત થયુ હતુ. બનાવની લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ગણતરીની કલાકોમાં પોલીસે કરણ ડુંગરાણીને ઈંગરોળીના રસ્તેથી ઝડપી લીધો હતો. પરંતુ રસુલ ડફેર પોલીસને થાપ આપીને નાસતો ફરતો હતો. ત્યારે સુરેન્દ્રનગર ડીવાયએસપી વી.બી.જાડેજાની સ્કવોડ અને લખતર પોલીસની ટીમે વોચ રાખી ગુરૂવારે રસુલ ડફેરને લખતરના લીલાપુરથી ઈંગરોળીના રસ્તેથી ઝડપી લીધો હતો. આ શખ્સની ધરપકડ બાદ તેને ગુરૂવારે સાંજે લખતર કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 6 દિવસના પોલીસ રીમાન્ડને મંજૂરી આપી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
લખતર તાલુકાના ઢાંકી ગામે સામાન્ય બોલાચાલી ઝઘડામાં પરીણમતા ગુજસીટોકના પેરોલ જમ્પ આરોપીએ ફાયરીંગ કરતા એક 11 વર્ષના બાળકનું મોત થયુ હતુ. આ બનાવનો એક સહ આરોપી અગાઉ પકડાયો હતો. ત્યારે પોલીસે મુખ્ય આરોપીને ગુરૂવારે ઝડપી લીધો હતો.
આ આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજુર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. લખતર તાલુકાના ઢાંકી ગામે ગુજસીટોકના ફરાર આરોપી રસુલ નથુભાઈ ડફેર અને કરણ રમેશભાઈ ડુંગરાણી ઢાંકીના બાબુભાઈ નારાયણભાઈ કોળી સાથે ઝઘડો કરતા હતા. આ ઝઘડામાં ઉગ્ર બનીને રસુલે પોતાની પાસે રહેલ બંદુક વડે ફાયરીંગ કરતા બુલેટ 11 વર્ષના નીકુલને વાગતા તેનું મોત થયુ હતુ. બનાવની લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ગણતરીની કલાકોમાં પોલીસે કરણ ડુંગરાણીને ઈંગરોળીના રસ્તેથી ઝડપી લીધો હતો. પરંતુ રસુલ ડફેર પોલીસને થાપ આપીને નાસતો ફરતો હતો. ત્યારે સુરેન્દ્રનગર ડીવાયએસપી વી.બી.જાડેજાની સ્કવોડ અને લખતર પોલીસની ટીમે વોચ રાખી ગુરૂવારે રસુલ ડફેરને લખતરના લીલાપુરથી ઈંગરોળીના રસ્તેથી ઝડપી લીધો હતો. આ શખ્સની ધરપકડ બાદ તેને ગુરૂવારે સાંજે લખતર કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 6 દિવસના પોલીસ રીમાન્ડને મંજૂરી આપી છે.