Dhrangadhra: ચુલી ગામે નવરાત્રિ પર્વે ભવાઈ વેશ ભજવીને આરાધનાની પરંપરા અકબંધ રાખી
ઝાલાવાડમાં માં અંબાની આરાધના સમાન નવલા નોરતા હવે પુર્ણતાના આરે છે. ત્યારે શહેરોમાં થતા અર્વાચીન ગરબાઓ સામે ધ્રાંગધ્રાના ચુલી ગામે વર્ષો જુની નવરાત્રી પર્વે ભવાઈની પરંપરા હજુ ગામલોકોએ જાળવી રાખી છે.નવરાત્રીના નવ દિવસ દરરોજ રાત્રે ભકત પ્રહલાદ, શેઠ જગડુશા, ચંડમુંડ-ચામુંડા, રાજા હરીશ્ચંદ્ર, મહીષાસુર, સોનબાઈની ચુંદડી જેવા ભવાઈનું આયોજન થાય છે. જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. પૌરાણિક સમયમાં મનોરંજન માટેના સાધનો ન હતા. ત્યારે ગામના ચોકમાં ભવાઈનું આયોજન થતુ હતુ. જેમાં નવરાત્રી પર્વે તો નવ દિવસ ખાસ ભવાઈ યોજાતી હતી. હાલ નવરાત્રીનું પણ આધુનીકરણ થઈ રહ્યુ છે. શહેરોના પાર્ટી પ્લોટમાં ઝાકમઝોળ વચ્ચે યોજાતા ગરબાઓમાં પ્રાચીન સંસ્કૃતી તો જાણે લુપ્ત થઈ રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં હજુ પણ નવરાત્રી પર્વે ભવાઈની પરંપરા અકબંધ છે. ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામના 100થી વધુ યુવાનો નવરાત્રીના એકાદ માસ પહેલા ભવાઈની પ્રેકટીસ શરૂ કરી દે છે અને નવલા નોરતાના 9 દિવસ ગામના અંબીકા મંડળના યુવાનો દ્વારા ગામના રામજી મંદિરના ચોકમાં ભવાઈનું આયોજન થાય છે. જેમાં દરરોજ અલગ-અલગ પાત્રો ભજવાય છે. નવ દિવસ દરમિયાન ભકત પ્રહલાદ, ભેંસાસુર, શેઠ જગડુશા, ચંડમુંડ-ચામુંડા, હરિચંદ્ર-તારામતી, મહીષાસુર, સોનબાઈની ચુંદડી જેવા વેશ ભજવીને માતાજીની આરાધના કરાય છે અને ગ્રામજનો મોડી રાત સુધી ભવાઈ જોવા ગામના ચોકમાં જકડાઈ રહે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઝાલાવાડમાં માં અંબાની આરાધના સમાન નવલા નોરતા હવે પુર્ણતાના આરે છે. ત્યારે શહેરોમાં થતા અર્વાચીન ગરબાઓ સામે ધ્રાંગધ્રાના ચુલી ગામે વર્ષો જુની નવરાત્રી પર્વે ભવાઈની પરંપરા હજુ ગામલોકોએ જાળવી રાખી છે.
નવરાત્રીના નવ દિવસ દરરોજ રાત્રે ભકત પ્રહલાદ, શેઠ જગડુશા, ચંડમુંડ-ચામુંડા, રાજા હરીશ્ચંદ્ર, મહીષાસુર, સોનબાઈની ચુંદડી જેવા ભવાઈનું આયોજન થાય છે. જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
પૌરાણિક સમયમાં મનોરંજન માટેના સાધનો ન હતા. ત્યારે ગામના ચોકમાં ભવાઈનું આયોજન થતુ હતુ. જેમાં નવરાત્રી પર્વે તો નવ દિવસ ખાસ ભવાઈ યોજાતી હતી. હાલ નવરાત્રીનું પણ આધુનીકરણ થઈ રહ્યુ છે. શહેરોના પાર્ટી પ્લોટમાં ઝાકમઝોળ વચ્ચે યોજાતા ગરબાઓમાં પ્રાચીન સંસ્કૃતી તો જાણે લુપ્ત થઈ રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં હજુ પણ નવરાત્રી પર્વે ભવાઈની પરંપરા અકબંધ છે. ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામના 100થી વધુ યુવાનો નવરાત્રીના એકાદ માસ પહેલા ભવાઈની પ્રેકટીસ શરૂ કરી દે છે અને નવલા નોરતાના 9 દિવસ ગામના અંબીકા મંડળના યુવાનો દ્વારા ગામના રામજી મંદિરના ચોકમાં ભવાઈનું આયોજન થાય છે. જેમાં દરરોજ અલગ-અલગ પાત્રો ભજવાય છે. નવ દિવસ દરમિયાન ભકત પ્રહલાદ, ભેંસાસુર, શેઠ જગડુશા, ચંડમુંડ-ચામુંડા, હરિચંદ્ર-તારામતી, મહીષાસુર, સોનબાઈની ચુંદડી જેવા વેશ ભજવીને માતાજીની આરાધના કરાય છે અને ગ્રામજનો મોડી રાત સુધી ભવાઈ જોવા ગામના ચોકમાં જકડાઈ રહે છે.