Jamnagar: વરસાદે તાતના મોઢે આવેલો કોળિયો છીનવ્યો...સંદેશ ન્યૂઝ સમક્ષ ખેડૂતોએ વ્યથા ઠાલવી

જામનગર સહીત રાજ્યમાં પડેલા માવઠાને કારણે ખેતરોમાં તૈયાર થયેલ ઉભા પાકને લઇ ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. જિલ્લામાં ફરી માવઠું પડે તે પહેલા મગફળી કાઢીને સલામત સ્થળે ખસેડી લઇ રાખવી પડે તેવી સ્થિતિ ખેડૂતોની હાલ છે ત્યારે જામનગર જિલ્લાના ખેડૂતોને સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે દિવાળીનો તહેવાર અમો ઘરે નહિ પણ ખેતરોમાં મનાવીશું. જામનગર સહીત સમગ્ર રાજ્યમાં પંદર દિવસ પહેલા કમોસમી વરસાદ થયો હતો જેને કારણે ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. પંદર દિવસ પહેલા કમોસમી વરસાદમાં ખેડૂતોના તૈયાર પાકને બચાવવા માટે અત્યારે ખેડૂતો તેમના ખેતરમાં દિવસ-રાત મગફળી કાઢીને સલામત સ્થળે ખસેડવા કામ કરી રહ્યા છે. જામનગર જિલ્લાની વાત કરીએ તો જોડિયા, લીંબુડા, હડીયાણા, કુન્નડ, વાવડી, સહિતના ગામોમાં ખેડૂતો અત્યારે તેમના મોલ કાઢી રહ્યાં છે. ખેડૂતો જણાવી રહ્યાં છે કે હવામાન વિભાગ દ્વારા નવેમ્બરમાં ફરી આગાહી માવઠાની કરી છે.ફરી એક વાર માવઠું પડે તે પહેલા મગફળી કાઢીને સલામત સ્થળે રાખવી છે. અમે દર વર્ષ મગફળી ખેતરોમાંથી કાઢી અને શહેરમાંથી આવતા અમારા કુટુંબીજનો સાથે દિવાળીનો તહેવાર ઉજવતા પરંતુ આ વર્ષે કમોસમી વરસાદને કારણે જે પાક બચી ગયો છે તેને બહાર કાઢવા અમો દિવાળી અમારા ખેતરોમાં કરીશું. શહેરના લોકો દિવાળી ઘરે મનાવશે અમે ખેતરોમાં આ તહેવાર ઊજવશું. કોઈને મળી શકીશું નથી.સાથે-સાથે શિયાળુ પિયત કરવા માટે પણ ધ્યાન આપવું જોશે તેમ તેઓએ જણાવ્યું હતું. ગુજરાત રાજ્યના કૃષિવિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લામાં માવઠાના કારણે અસરગ્રસ્ત થયેલ તેમના વિસ્તારના ગામોની મુલાકાત લઈ નુકસાનીની સમીક્ષા કરી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો અને ખેડૂતો સાથે તેમનો જે પાક નાશ પામ્યો છે તેને લઈને વિગતવાર વાત કરી હતી. પરંતુ હાલની પરિસ્થતિ ખેડૂતો માટે કપરી સાબિત થઇ છે. ત્યારે શહેરોમાં દિવાળીનો માહોલ જામ્યો છે પણ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો દિવાળીની મજા ખેડૂતો માટે મનાવી એ એક સપનું રહેશે કે શું... તે હાલની પરિસ્થિતિ પર લાગી રહ્યું છે.

Jamnagar: વરસાદે તાતના મોઢે આવેલો કોળિયો છીનવ્યો...સંદેશ ન્યૂઝ સમક્ષ ખેડૂતોએ વ્યથા ઠાલવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગર સહીત રાજ્યમાં પડેલા માવઠાને કારણે ખેતરોમાં તૈયાર થયેલ ઉભા પાકને લઇ ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. જિલ્લામાં ફરી માવઠું પડે તે પહેલા મગફળી કાઢીને સલામત સ્થળે ખસેડી લઇ રાખવી પડે તેવી સ્થિતિ ખેડૂતોની હાલ છે ત્યારે જામનગર જિલ્લાના ખેડૂતોને સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે દિવાળીનો તહેવાર અમો ઘરે નહિ પણ ખેતરોમાં મનાવીશું.

જામનગર સહીત સમગ્ર રાજ્યમાં પંદર દિવસ પહેલા કમોસમી વરસાદ થયો હતો જેને કારણે ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. પંદર દિવસ પહેલા કમોસમી વરસાદમાં ખેડૂતોના તૈયાર પાકને બચાવવા માટે અત્યારે ખેડૂતો તેમના ખેતરમાં દિવસ-રાત મગફળી કાઢીને સલામત સ્થળે ખસેડવા કામ કરી રહ્યા છે. જામનગર જિલ્લાની વાત કરીએ તો જોડિયા, લીંબુડા, હડીયાણા, કુન્નડ, વાવડી, સહિતના ગામોમાં ખેડૂતો અત્યારે તેમના મોલ કાઢી રહ્યાં છે. ખેડૂતો જણાવી રહ્યાં છે કે હવામાન વિભાગ દ્વારા નવેમ્બરમાં ફરી આગાહી માવઠાની કરી છે.

ફરી એક વાર માવઠું પડે તે પહેલા મગફળી કાઢીને સલામત સ્થળે રાખવી છે. અમે દર વર્ષ મગફળી ખેતરોમાંથી કાઢી અને શહેરમાંથી આવતા અમારા કુટુંબીજનો સાથે દિવાળીનો તહેવાર ઉજવતા પરંતુ આ વર્ષે કમોસમી વરસાદને કારણે જે પાક બચી ગયો છે તેને બહાર કાઢવા અમો દિવાળી અમારા ખેતરોમાં કરીશું. શહેરના લોકો દિવાળી ઘરે મનાવશે અમે ખેતરોમાં આ તહેવાર ઊજવશું. કોઈને મળી શકીશું નથી.સાથે-સાથે શિયાળુ પિયત કરવા માટે પણ ધ્યાન આપવું જોશે તેમ તેઓએ જણાવ્યું હતું.

ગુજરાત રાજ્યના કૃષિવિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લામાં માવઠાના કારણે અસરગ્રસ્ત થયેલ તેમના વિસ્તારના ગામોની મુલાકાત લઈ નુકસાનીની સમીક્ષા કરી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો અને ખેડૂતો સાથે તેમનો જે પાક નાશ પામ્યો છે તેને લઈને વિગતવાર વાત કરી હતી. પરંતુ હાલની પરિસ્થતિ ખેડૂતો માટે કપરી સાબિત થઇ છે. ત્યારે શહેરોમાં દિવાળીનો માહોલ જામ્યો છે પણ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો દિવાળીની મજા ખેડૂતો માટે મનાવી એ એક સપનું રહેશે કે શું... તે હાલની પરિસ્થિતિ પર લાગી રહ્યું છે.