Happy New Year 2025: રાજ્યભરમાં આતશબાજી સાથે નવા વર્ષના વધામણાં

દેશના તમામ નાગરિકો નવા વર્ષને આવકારવા માટે તૈયાર છે. તમામ લોકોએ વર્ષ 2025ના વધામણા કર્યા છે.  આ ઉજવણી કરવાનો, ભૂતકાળને પાછળ છોડીને ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે આગળ વધવાનો સમય છે. વિશ્વના અલગ-અલગ ભાગોમાં અલગ-અલગ ટાઈમ ઝોનને કારણે દરેક દેશનું નવું વર્ષ અલગ-અલગ સમયે શરૂ થાય છે.નવા વર્ષને આવકારવા માટે અમદાવાદીઓમાં થનગનાટ નવું વર્ષ સૌપ્રથમ કિરીટીમતી ટાપુ (ક્રિસમસ આઈલેન્ડ)માં ઉજવવામાં આવ્યું હતું. આ ટાપુ કિરીબાતી રિપબ્લિકનો ભાગ છે. તે ભારતથી 7.30 કલાક આગળ છે. કુલ 41 દેશ ભારત પહેલા નવા વર્ષની ઉજવણી કરે છે. ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓએ પણ વર્ષ 2025નું જોરદાર સ્વાગત કર્યું છે. બીજી તરફ ગુજરાતમાં પણ અલગ અલગ શહેરમાં યુવાનો નવા વર્ષને આવકારવા માટે તૈયાર છે. આજે વર્ષ 2024નો અંતિમ દિવસ છે, ત્યારે નવા વર્ષને આવકારવા માટે અમદાવાદીઓમાં પણ થનગનાટ જોવા મળી રહ્યો છે.અમદાવાદમાં ઠેર-ઠેર 31મી ડિસેમ્બરની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે, શહેરના વિવિધ પાર્ટી પ્લોટોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. યુવાનો ડીજેના તાલે ઝૂમી કરી રહ્યા છે અને યુવાઓમાં ભરપૂર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ, સુરત, વડોદરામાં રિસોર્ટ અને પાર્ટી પ્લોટોમાં યુવાધન હિલોળે ચડ્યુંબીજી તરફ રાજકોટમાં નવા વર્ષને આવકારવા રંગારંગ ઉજવણી કરવામાં આવી રહી છે. રિસોર્ટ અને પાર્ટી પ્લોટોમાં યુવાધન હિલોળે ચડ્યું છે. નિરાલી રિસોર્ટમાં ડીજેના તાલે યુવાધન ઝુમી રહ્યું છે. બોલીવુડ સોંગ પર લોકો ડાન્સ કરી રહ્યા છે અને મજા માણી રહ્યા છે. ત્યારે વડોદરામાં નવા વર્ષને આવકારવા માટે રંગારંગ ઉજવણી કરવામાં આવી રહી છે અને રાત્રે 12 વાગ્યે નવા વર્ષના વધામણાં કરવામાં આવશે. નવા વર્ષને આવકારવા યુવાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતમાં પણ નવા વર્ષની લોકો ઉજવણી કરી રહ્યા છે અને શહેરમાં ઠેરઠેર જગ્યાએ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. ડીજેના તાલે અને બોલિવુડ મ્યુઝિકના રંગે યુવાનો રંગાયા છે અને ડાન્સ પાર્ટી કરી રહ્યા છે.

Happy New Year 2025: રાજ્યભરમાં આતશબાજી સાથે નવા વર્ષના વધામણાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દેશના તમામ નાગરિકો નવા વર્ષને આવકારવા માટે તૈયાર છે. તમામ લોકોએ વર્ષ 2025ના વધામણા કર્યા છે.  આ ઉજવણી કરવાનો, ભૂતકાળને પાછળ છોડીને ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે આગળ વધવાનો સમય છે. વિશ્વના અલગ-અલગ ભાગોમાં અલગ-અલગ ટાઈમ ઝોનને કારણે દરેક દેશનું નવું વર્ષ અલગ-અલગ સમયે શરૂ થાય છે.

નવા વર્ષને આવકારવા માટે અમદાવાદીઓમાં થનગનાટ

નવું વર્ષ સૌપ્રથમ કિરીટીમતી ટાપુ (ક્રિસમસ આઈલેન્ડ)માં ઉજવવામાં આવ્યું હતું. આ ટાપુ કિરીબાતી રિપબ્લિકનો ભાગ છે. તે ભારતથી 7.30 કલાક આગળ છે. કુલ 41 દેશ ભારત પહેલા નવા વર્ષની ઉજવણી કરે છે. ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓએ પણ વર્ષ 2025નું જોરદાર સ્વાગત કર્યું છે. બીજી તરફ ગુજરાતમાં પણ અલગ અલગ શહેરમાં યુવાનો નવા વર્ષને આવકારવા માટે તૈયાર છે.

આજે વર્ષ 2024નો અંતિમ દિવસ છે, ત્યારે નવા વર્ષને આવકારવા માટે અમદાવાદીઓમાં પણ થનગનાટ જોવા મળી રહ્યો છે.અમદાવાદમાં ઠેર-ઠેર 31મી ડિસેમ્બરની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે, શહેરના વિવિધ પાર્ટી પ્લોટોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. યુવાનો ડીજેના તાલે ઝૂમી કરી રહ્યા છે અને યુવાઓમાં ભરપૂર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રાજકોટ, સુરત, વડોદરામાં રિસોર્ટ અને પાર્ટી પ્લોટોમાં યુવાધન હિલોળે ચડ્યું

બીજી તરફ રાજકોટમાં નવા વર્ષને આવકારવા રંગારંગ ઉજવણી કરવામાં આવી રહી છે. રિસોર્ટ અને પાર્ટી પ્લોટોમાં યુવાધન હિલોળે ચડ્યું છે. નિરાલી રિસોર્ટમાં ડીજેના તાલે યુવાધન ઝુમી રહ્યું છે. બોલીવુડ સોંગ પર લોકો ડાન્સ કરી રહ્યા છે અને મજા માણી રહ્યા છે. ત્યારે વડોદરામાં નવા વર્ષને આવકારવા માટે રંગારંગ ઉજવણી કરવામાં આવી રહી છે અને રાત્રે 12 વાગ્યે નવા વર્ષના વધામણાં કરવામાં આવશે. નવા વર્ષને આવકારવા યુવાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતમાં પણ નવા વર્ષની લોકો ઉજવણી કરી રહ્યા છે અને શહેરમાં ઠેરઠેર જગ્યાએ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. ડીજેના તાલે અને બોલિવુડ મ્યુઝિકના રંગે યુવાનો રંગાયા છે અને ડાન્સ પાર્ટી કરી રહ્યા છે.