Sayla: ઢેઢુકી ગામની વાડીમાં ધમધમતું જુગારધામ પોલીસે ઝડપ્યું

સુરેન્દ્રનગર એલસીબી ટીમને સાયલા ઢેઢુકી ગામની સીમ વાડીમાં આવેલ ઓરડી બહાર વાડી માલિક બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં મહિલા સહિત 7 જુગારિયાઓ રોકડ, મોબાઈલ અને રિક્ષા સહિત રૂપિયા 2.22 લાખની મત્તા સાથે ઝડપાયા છે. આ બનાવમાં હાજર ન મળી આવનાર વાડી માલિક સહિતનાઓએ સામે સાયલા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી પેટ્રોલિંગ કરી રહેલા વિજયસીંહ પરમાર, કુલદીપભાઈ, વજાભાઈ સહિતનાઓ સાયલા તાલુકામાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જેમાં ઢેઢુકીનો રામ દેવરાજભાઈ કુકડીયા પોતાની વાડીની ઓરડી બહાર બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં સાયલાના ગુંદીયાવડાના ભાભલુ વાસ્કુરભાઈ ખાચર, ચોટીલાના રયા ધરમશીભાઈ પરમાર, સાયલાના ઓવનગઢના ધીરા કમાભાઈ સરવૈયા, ચોટીલાના પીપરાળીના થોભણ વીનાભાઈ ઓકીયા, વાંકાનેરના ભરત બચુભાઈ ડાભી, ચોટીલાના કુંભારાના ઘનશ્યામ મગનભાઈ મેર અને થાનના મનીષાબેન લાખાભાઈ માનસુરીયા ગંજીપાનાનો જુગાર રમતા પકડાયા હતા. આ જુગારિયાઓ પાસેથી રોકડા રૂપિયા 56,500, રૂપિયા 15,500ના 4 મોબાઈલ અને રૂપિયા 1.50 લાખની સીએનજી રિક્ષા સહિત કુલ રૂપિયા 2.22 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ દરોડામાં હાજર ન મળી આવનાર વાડી માલિક રામ દેવરાજભાઈ કુકડીયા સહિત આઠેય સામે ગુનો સાયલા પોલીસ મથકે નોંધાયો છે. વાડી માલિકને શોધવા વધુ તપાસ પીએસઆઈ એમ.કે.પરમાર ચલાવી રહ્યા છે.

Sayla: ઢેઢુકી ગામની વાડીમાં ધમધમતું જુગારધામ પોલીસે ઝડપ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર એલસીબી ટીમને સાયલા ઢેઢુકી ગામની સીમ વાડીમાં આવેલ ઓરડી બહાર વાડી માલિક બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં મહિલા સહિત 7 જુગારિયાઓ રોકડ, મોબાઈલ અને રિક્ષા સહિત રૂપિયા 2.22 લાખની મત્તા સાથે ઝડપાયા છે. આ બનાવમાં હાજર ન મળી આવનાર વાડી માલિક સહિતનાઓએ સામે સાયલા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી પેટ્રોલિંગ કરી રહેલા વિજયસીંહ પરમાર, કુલદીપભાઈ, વજાભાઈ સહિતનાઓ સાયલા તાલુકામાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જેમાં ઢેઢુકીનો રામ દેવરાજભાઈ કુકડીયા પોતાની વાડીની ઓરડી બહાર બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં સાયલાના ગુંદીયાવડાના ભાભલુ વાસ્કુરભાઈ ખાચર, ચોટીલાના રયા ધરમશીભાઈ પરમાર, સાયલાના ઓવનગઢના ધીરા કમાભાઈ સરવૈયા, ચોટીલાના પીપરાળીના થોભણ વીનાભાઈ ઓકીયા, વાંકાનેરના ભરત બચુભાઈ ડાભી, ચોટીલાના કુંભારાના ઘનશ્યામ મગનભાઈ મેર અને થાનના મનીષાબેન લાખાભાઈ માનસુરીયા ગંજીપાનાનો જુગાર રમતા પકડાયા હતા. આ જુગારિયાઓ પાસેથી રોકડા રૂપિયા 56,500, રૂપિયા 15,500ના 4 મોબાઈલ અને રૂપિયા 1.50 લાખની સીએનજી રિક્ષા સહિત કુલ રૂપિયા 2.22 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ દરોડામાં હાજર ન મળી આવનાર વાડી માલિક રામ દેવરાજભાઈ કુકડીયા સહિત આઠેય સામે ગુનો સાયલા પોલીસ મથકે નોંધાયો છે. વાડી માલિકને શોધવા વધુ તપાસ પીએસઆઈ એમ.કે.પરમાર ચલાવી રહ્યા છે.