Suratમાં ડમ્પર રેલિંગ તોડીને ડિવાઈડર પર ચઢયું, લોકોમાં મચી દોડધામ
સુરતમાં ડમ્પર ચાલક બેફામ બન્યો છે,જેમાં ઉધના રોડ પર વહેલી સવારે ફુલ સ્પીડમાં આવી રહેલુ ડમ્પર બીઆરટીએસ બસની રેલિંગ તોડીને ડિવાઈડર પર ચઢી ગયું હતુ જેને લઈ આસપાસ ઉભા રહેલા લોકોમાં દોડધામ મચી હતી,સદનસીબે કોઈ જાનહાની ના થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો,ડમ્પરને ભારે માત્રામાં નુકસાન થયું છે. બીઆરટીએસ બસ માંડ-માંડ બચી ઉધના વિસ્તારમાં વહેલી સવારે ડમ્પર ફુલ સ્પીડમાં આવી રહ્યું હતુ અને અચાનક ડમ્પર ડિવાઈડર કુદીને બીઆરટીએસ રૂટમાં ઘુસી ગયું હતુ,ત્યારે બીઆરટીએસ બસે બ્રેક મારતા તેને નુકસાન થતા અટકી ગયું હતુ જો બીઆરટીએસ બસે બ્રેક ના મારી હોત તો ડમ્પર સાથે ભયાનક અકસ્માત સર્જાયો હોત અને જાનહાની પણ થઈ હોત,જોકે સદનસીબે કોઈને જાનહાની કે નુકસાન થયું નથી.હાલમાં ડમ્પર ચાલક દ્રારા ડમ્પરને નીચે ઉતારવાની કામગીરી કરાઈ છે. બ્રેક ફેલ થવાની શકયતા સમગ્ર અકસ્માતમાં એવુ લાગે છે કે બ્રેક ફેલ થઈ હોય અને તેના કારણે આ અકસ્માત સર્જાયો હોય,બાકી ડમ્પર ચાલક પણ ડમ્પર જોડે જ ઉભો છે તે અકસ્માત કરીને ફરાર નથી થયો ત્યારે આસપાસના લોકોએ પણ મદદ કરીને ડમ્પરને બહાર કાઢવાનો પ્રયત્ન ક્યો છે,ઘટનાની જાણ થતા બીઆરટીએસ કમિટીના સભ્યો પણ ઘટના સ્થળે આવ્યા છે અને તપાસ કરી રહ્યાં છે,સાથે સાથે પોલીસ પણ પહોંચી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં ડમ્પર ચાલક બેફામ બન્યો છે,જેમાં ઉધના રોડ પર વહેલી સવારે ફુલ સ્પીડમાં આવી રહેલુ ડમ્પર બીઆરટીએસ બસની રેલિંગ તોડીને ડિવાઈડર પર ચઢી ગયું હતુ જેને લઈ આસપાસ ઉભા રહેલા લોકોમાં દોડધામ મચી હતી,સદનસીબે કોઈ જાનહાની ના થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો,ડમ્પરને ભારે માત્રામાં નુકસાન થયું છે.
બીઆરટીએસ બસ માંડ-માંડ બચી
ઉધના વિસ્તારમાં વહેલી સવારે ડમ્પર ફુલ સ્પીડમાં આવી રહ્યું હતુ અને અચાનક ડમ્પર ડિવાઈડર કુદીને બીઆરટીએસ રૂટમાં ઘુસી ગયું હતુ,ત્યારે બીઆરટીએસ બસે બ્રેક મારતા તેને નુકસાન થતા અટકી ગયું હતુ જો બીઆરટીએસ બસે બ્રેક ના મારી હોત તો ડમ્પર સાથે ભયાનક અકસ્માત સર્જાયો હોત અને જાનહાની પણ થઈ હોત,જોકે સદનસીબે કોઈને જાનહાની કે નુકસાન થયું નથી.હાલમાં ડમ્પર ચાલક દ્રારા ડમ્પરને નીચે ઉતારવાની કામગીરી કરાઈ છે.
બ્રેક ફેલ થવાની શકયતા
સમગ્ર અકસ્માતમાં એવુ લાગે છે કે બ્રેક ફેલ થઈ હોય અને તેના કારણે આ અકસ્માત સર્જાયો હોય,બાકી ડમ્પર ચાલક પણ ડમ્પર જોડે જ ઉભો છે તે અકસ્માત કરીને ફરાર નથી થયો ત્યારે આસપાસના લોકોએ પણ મદદ કરીને ડમ્પરને બહાર કાઢવાનો પ્રયત્ન ક્યો છે,ઘટનાની જાણ થતા બીઆરટીએસ કમિટીના સભ્યો પણ ઘટના સ્થળે આવ્યા છે અને તપાસ કરી રહ્યાં છે,સાથે સાથે પોલીસ પણ પહોંચી છે.