Surat: હવાલા નેટવર્ક કૌભાંડનો ચોકાવનારો ખુલાસો, આંકડો 63 કરોડને પાર...8 આંગડિયા-પેઢીઓનું કારસ્તાન

સુરતમાં હવાલા નેટવર્ક કૌભાંડમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવાલા કૌભાંડનો આંકડો 63 કરોડને પાર પહોંચ્યો છે. તપાસ દરમિયાન 82 બેન્ક એકાઉન્ટ મળી આવ્યા છે. કુલ 44 જેટલા બેન્ક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે. આ સાથે 8 જેટલા આંગડિયા પેઢીમાંથી હવાલા પકડાયા છે. પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.મળતી માહિતી મુજબ, કરોડો રૂપિયા USDTમાં કન્વર્ટ કરી પિતા-પુત્ર મોકલતા હતા. આરોપીના મોબાઈલમાંથી પાકિસ્તાનની ચેટ મળી આવી છે. સમગ્ર મામલે 3 આરોપી ઝડપાયા, મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર છે. મુખ્ય આરોપી મહેશ દેસાઈ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. આ હવાલા નેટવર્ક કૌભાંડમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચીન, નેપાળ અને અફઘાનિસ્તાનથી રૂપિયા આવ્યા હતા.હવાલા કૌભાંડનો આંકડો 63 કરોડને પાર પહોંચ્યો અગાઉ 17 લાખ રૂપિયા રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં ઢગલા બંધ સીમકાર્ડ, વિદેશી ચલણ પણ જપ્ત કરવામાં આવ્યું હતું. આરોપીઓ ઠગાઈ, જુગારના રૂ USDTમાં કન્વર્ટ કરતા હતા. અને તે રકમ વિદેશમાં બારોબાર સગેવગે કરતા હોવાનો ભેદ ખુલ્યો છે. જોકે સુરત SOGએ સમગ્ર મામલે તપાસમાં હવાલા કૌભાંડનો આંકડો 63 કરોડને પાર પહોંચ્યો છે. તપાસ દરમિયાન 82 બેન્ક એકાઉન્ટ મળી આવ્યા છે. અને જેમાં કુલ 44 જેટલા બેન્ક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે. આ તમામ કારસ્તાનમાં 8 જેટલા આંગડિયા પેઢીમાંથી હવાલા પકડાયા હોવાનું સામે આવ્યું છે.આરોપીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસોસુરત એસઓજીએ ઝડપેલા આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થયા હોવાની વાત સામે આવી છે.જેમાં કુલ 44 જેટલા બેન્ક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે,સટ્ટા બેટિંગ સાથે પણ કનેક્શન હોવાની આશંકા છે,બાંગ્લાદેશ, અફઘાનીસ્તાનમાં નાણાં મોકલ્યાનો ખુલાસો થયો છે.અગાઉ 17 લાખ રૂપિયા રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.જેમાં ઢગલા બંધ સીમકાર્ડ, વિદેશી ચલણ પણ જપ્ત કરવામાં આવ્યું છે.આરોપીઓ ઠગાઈ, જુગારના નાણાં USDTમાં કન્વર્ટ કરતા હતા.

Surat: હવાલા નેટવર્ક કૌભાંડનો ચોકાવનારો ખુલાસો, આંકડો 63 કરોડને પાર...8 આંગડિયા-પેઢીઓનું કારસ્તાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં હવાલા નેટવર્ક કૌભાંડમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવાલા કૌભાંડનો આંકડો 63 કરોડને પાર પહોંચ્યો છે. તપાસ દરમિયાન 82 બેન્ક એકાઉન્ટ મળી આવ્યા છે. કુલ 44 જેટલા બેન્ક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે. આ સાથે 8 જેટલા આંગડિયા પેઢીમાંથી હવાલા પકડાયા છે. પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

મળતી માહિતી મુજબ, કરોડો રૂપિયા USDTમાં કન્વર્ટ કરી પિતા-પુત્ર મોકલતા હતા. આરોપીના મોબાઈલમાંથી પાકિસ્તાનની ચેટ મળી આવી છે. સમગ્ર મામલે 3 આરોપી ઝડપાયા, મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર છે. મુખ્ય આરોપી મહેશ દેસાઈ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. આ હવાલા નેટવર્ક કૌભાંડમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચીન, નેપાળ અને અફઘાનિસ્તાનથી રૂપિયા આવ્યા હતા.

હવાલા કૌભાંડનો આંકડો 63 કરોડને પાર પહોંચ્યો

અગાઉ 17 લાખ રૂપિયા રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં ઢગલા બંધ સીમકાર્ડ, વિદેશી ચલણ પણ જપ્ત કરવામાં આવ્યું હતું. આરોપીઓ ઠગાઈ, જુગારના રૂ USDTમાં કન્વર્ટ કરતા હતા. અને તે રકમ વિદેશમાં બારોબાર સગેવગે કરતા હોવાનો ભેદ ખુલ્યો છે. જોકે સુરત SOGએ સમગ્ર મામલે તપાસમાં હવાલા કૌભાંડનો આંકડો 63 કરોડને પાર પહોંચ્યો છે. તપાસ દરમિયાન 82 બેન્ક એકાઉન્ટ મળી આવ્યા છે. અને જેમાં કુલ 44 જેટલા બેન્ક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે. આ તમામ કારસ્તાનમાં 8 જેટલા આંગડિયા પેઢીમાંથી હવાલા પકડાયા હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો

સુરત એસઓજીએ ઝડપેલા આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થયા હોવાની વાત સામે આવી છે.જેમાં કુલ 44 જેટલા બેન્ક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે,સટ્ટા બેટિંગ સાથે પણ કનેક્શન હોવાની આશંકા છે,બાંગ્લાદેશ, અફઘાનીસ્તાનમાં નાણાં મોકલ્યાનો ખુલાસો થયો છે.અગાઉ 17 લાખ રૂપિયા રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.જેમાં ઢગલા બંધ સીમકાર્ડ, વિદેશી ચલણ પણ જપ્ત કરવામાં આવ્યું છે.આરોપીઓ ઠગાઈ, જુગારના નાણાં USDTમાં કન્વર્ટ કરતા હતા.