Valsadમાંથી કિશોરના મળેલા મૃતદેહ મામલે ચોંકાવનારો ખુલાસો, મિત્રએ જ કરી હત્યા!
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બાલદા ગામમાં છેવાડે નિર્માણાધીન અવાવરું બિલ્ડીંગના લિફ્ટના ખાડામાંથી 29મી તારીખે એક કિશોરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક કિશોર બે દિવસથી ગુમ હતો. આથી પરિવારજનો તેની શોધખોળ કરી હતી. આખરે મૃતકના પિતા અને કાકાએ બનાવ વાળી જગ્યાએ તપાસતા આ લિફ્ટના ખાડામાં ઈંટો નીચે દબાયેલી હાલતમાં મૃતક કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો.વલસાડ જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા આથી પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા લઈ વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલા અને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. શરૂઆતમાં જ મૃતકની હત્યા થઈ હોવાનું મનાઈ રહ્યું હતું. આથી પોલીસે મૃતકના પરિવારજનો પાડોશીઓ અને તેના મિત્રોની પૂછપરછ કરી હતી અને ગણતરીના સમયમાં જ પોલીસને સફળતા મળી છે. આ મામલે પોલીસે મૃતકના જ એક કિશોર મિત્રની અટકાયત કરી અને તેની સમજણપૂર્વક પૂછપરછ શરૂ કરી હતી. જેમાં આ ગુનાનો ભેદ ઉકેલાયો હતો. સામાન્ય બાબતે કિશોર મિત્રએ કરી મિત્રની હત્યા પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે મૃતક કિશોર અને હત્યા કરનાર કિશોર બંને મિત્રો હતા. હત્યા કરનાર કિશોરના હાથથી મૃતકના મોબાઈલની સ્ક્રીન તૂટી ગઈ હતી. આથી મૃતક અવારનવાર તૂટેલી સ્ક્રીનને રીપેરીંગ કરવા માટે મિત્ર પાસેથી રૂપિયાની માગ કરતો હતો. જે નહીં આપતા મૃતકના મિત્રના ઘરે જઈ તેની મમ્મીને જાણ કરતા તેના મમ્મીએ હત્યા કરનાર કિશોરને માર માર્યો હતો. આથી કિશોર રોષે ભરાયો હતો અને બનાવના દિવસે મોબાઈલની સ્ક્રીન ના પૈસા આપવા અને રીપેરીંગ કરવાના બહાને મિત્ર મૃતકને આ અવાવરું બિલ્ડીંગ પર લઈ આવ્યો હતો. ત્યારબાદ મૃતકને ચોથા માળથી નીચે ધક્કો મારી અને બિલ્ડીંગના લિફ્ટના ખાડામાં ફેંક્યો હતો. ત્યારબાદ નીચે આવીને તેના પર ઉપરા છાપરી ઈંટોના ઘા કરી અને તેને મૃતદેહને ઈંટો નીચે દબાવ્યો હતો અને ઉપર ઝાડી ઝાંખરા નાખી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આખરે પોલીસે હત્યા કરનાર બાળ કિશોરની અટકાયત કરી આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર ઘટના ટોક ઓફ ધ ટાઉન બની મોબાઈલની તૂટેલી સ્ક્રીનના પૈસા બાબતે બે બાળ કિશોરો વચ્ચે થયેલી દુશ્મનાવટ અને વૈમનસ્યએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું અને કિશોર મિત્ર એ જ હત્યા નિપજાવી હતી. જોકે મૃતક તેના જન્મદિવસના આગળના દિવસે જ ગુમ થયો હતો અને જન્મદિવસના પછીના દિવસે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આથી પરિવાર ભારે શોક છે. મોબાઈલના મામલે બે બાળ કિશોરો વચ્ચે થયેલી દુશ્મનાવટ અને હત્યાની આ ઘટના અત્યારે જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બાલદા ગામમાં છેવાડે નિર્માણાધીન અવાવરું બિલ્ડીંગના લિફ્ટના ખાડામાંથી 29મી તારીખે એક કિશોરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક કિશોર બે દિવસથી ગુમ હતો. આથી પરિવારજનો તેની શોધખોળ કરી હતી. આખરે મૃતકના પિતા અને કાકાએ બનાવ વાળી જગ્યાએ તપાસતા આ લિફ્ટના ખાડામાં ઈંટો નીચે દબાયેલી હાલતમાં મૃતક કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો.
વલસાડ જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા
આથી પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા લઈ વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલા અને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. શરૂઆતમાં જ મૃતકની હત્યા થઈ હોવાનું મનાઈ રહ્યું હતું. આથી પોલીસે મૃતકના પરિવારજનો પાડોશીઓ અને તેના મિત્રોની પૂછપરછ કરી હતી અને ગણતરીના સમયમાં જ પોલીસને સફળતા મળી છે. આ મામલે પોલીસે મૃતકના જ એક કિશોર મિત્રની અટકાયત કરી અને તેની સમજણપૂર્વક પૂછપરછ શરૂ કરી હતી. જેમાં આ ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
સામાન્ય બાબતે કિશોર મિત્રએ કરી મિત્રની હત્યા
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે મૃતક કિશોર અને હત્યા કરનાર કિશોર બંને મિત્રો હતા. હત્યા કરનાર કિશોરના હાથથી મૃતકના મોબાઈલની સ્ક્રીન તૂટી ગઈ હતી. આથી મૃતક અવારનવાર તૂટેલી સ્ક્રીનને રીપેરીંગ કરવા માટે મિત્ર પાસેથી રૂપિયાની માગ કરતો હતો. જે નહીં આપતા મૃતકના મિત્રના ઘરે જઈ તેની મમ્મીને જાણ કરતા તેના મમ્મીએ હત્યા કરનાર કિશોરને માર માર્યો હતો. આથી કિશોર રોષે ભરાયો હતો અને બનાવના દિવસે મોબાઈલની સ્ક્રીન ના પૈસા આપવા અને રીપેરીંગ કરવાના બહાને મિત્ર મૃતકને આ અવાવરું બિલ્ડીંગ પર લઈ આવ્યો હતો. ત્યારબાદ મૃતકને ચોથા માળથી નીચે ધક્કો મારી અને બિલ્ડીંગના લિફ્ટના ખાડામાં ફેંક્યો હતો. ત્યારબાદ નીચે આવીને તેના પર ઉપરા છાપરી ઈંટોના ઘા કરી અને તેને મૃતદેહને ઈંટો નીચે દબાવ્યો હતો અને ઉપર ઝાડી ઝાંખરા નાખી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આખરે પોલીસે હત્યા કરનાર બાળ કિશોરની અટકાયત કરી આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
સમગ્ર ઘટના ટોક ઓફ ધ ટાઉન બની
મોબાઈલની તૂટેલી સ્ક્રીનના પૈસા બાબતે બે બાળ કિશોરો વચ્ચે થયેલી દુશ્મનાવટ અને વૈમનસ્યએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું અને કિશોર મિત્ર એ જ હત્યા નિપજાવી હતી. જોકે મૃતક તેના જન્મદિવસના આગળના દિવસે જ ગુમ થયો હતો અને જન્મદિવસના પછીના દિવસે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આથી પરિવાર ભારે શોક છે. મોબાઈલના મામલે બે બાળ કિશોરો વચ્ચે થયેલી દુશ્મનાવટ અને હત્યાની આ ઘટના અત્યારે જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની છે.