Ahmedabadના વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદ શરૂ, જુઓ VIDEO

અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે, જેને લઈને વસ્ત્રાપુરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. તેની સાથે જ શહેરમાં રિવરફ્રન્ટ, શાહીબાગ વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. ત્યારે એલિસબ્રિજ બ્રિજ, પાલડી વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે.રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદ વરસવાની આગાહીતમને જણાવી દઈએ કે હવામાન વિભાગે પણ રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લોકલ કન્વક્શન એક્ટિવિટીના કારણે વરસાદની આગાહી કરાઈ છે. અરબી સમુદ્રથી પસાર થતી સિસ્ટમની અસર હાલ રાજ્યમાં જોવા મળી રહી છે. જેને લઈને આજે નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.ભાવનગરના ગારિયાધારમાં વીજળીના કડાકા સાથે વરસાદભાવનગરના ગારિયાધારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગર જિલ્લાના ગારીયાધાર શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. ગારીયાધાર શહેરમાં બે દિવસથી અસહ્ય બફારા બાદ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે ગારીયાધાર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વીજળીના કડાકા અને મેઘ ગર્જના સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. બિન ઉપયોગી વરસાદ વરસતા કપાસ, મગફળી, બાજરી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ગારીયાધારના પાચ્છેગામ, ગણેશ ગાઢ, પાલડી, રૂપાવાતી, પર્વડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. 7 નવેમ્બરે બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા તમને જણાવી દઈએ કે આગામી 17,18 અને 19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત બંગાળની ખાડીમાં બનવાની શક્યતા છે. ત્યારે તેને લઈને 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થઈ જશે અને આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળની ખાડીમાં આ મહિને વાવાઝોડાની શક્યતા છે સાથે જ આગામી 24 કલાકમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

Ahmedabadના વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદ શરૂ, જુઓ VIDEO

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે, જેને લઈને વસ્ત્રાપુરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. તેની સાથે જ શહેરમાં રિવરફ્રન્ટ, શાહીબાગ વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. ત્યારે એલિસબ્રિજ બ્રિજ, પાલડી વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે.

રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદ વરસવાની આગાહી

તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે પણ રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લોકલ કન્વક્શન એક્ટિવિટીના કારણે વરસાદની આગાહી કરાઈ છે. અરબી સમુદ્રથી પસાર થતી સિસ્ટમની અસર હાલ રાજ્યમાં જોવા મળી રહી છે. જેને લઈને આજે નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ભાવનગરના ગારિયાધારમાં વીજળીના કડાકા સાથે વરસાદ

ભાવનગરના ગારિયાધારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગર જિલ્લાના ગારીયાધાર શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. ગારીયાધાર શહેરમાં બે દિવસથી અસહ્ય બફારા બાદ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે ગારીયાધાર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વીજળીના કડાકા અને મેઘ ગર્જના સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. બિન ઉપયોગી વરસાદ વરસતા કપાસ, મગફળી, બાજરી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ગારીયાધારના પાચ્છેગામ, ગણેશ ગાઢ, પાલડી, રૂપાવાતી, પર્વડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.

7 નવેમ્બરે બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા

તમને જણાવી દઈએ કે આગામી 17,18 અને 19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત બંગાળની ખાડીમાં બનવાની શક્યતા છે. ત્યારે તેને લઈને 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થઈ જશે અને આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળની ખાડીમાં આ મહિને વાવાઝોડાની શક્યતા છે સાથે જ આગામી 24 કલાકમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.