અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં છઠ પૂજાનું ભવ્ય આયોજન
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોદરેજ ગાર્ડન સિટીમાં છઠ પૂજા સમિતિ અને જીજેસી યુથ ક્લબ દ્વારા છઠપૂજાનું ભવ્ય આયોજન થયું છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે અને છઠ મૈયાના ગુણગાન ગાયા હતા. છઠ સૂર્યની ઉપાસનાનો તહેવાર છે. સૂર્ય દેવતા પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થા વ્યક્ત કરવાનો તહેવાર છે. ખેડૂત સમાજ કે ખેતી પર આધારિત સમાજની સંસ્કૃતિમાં વિવિધ દેવી દેવતાઓની પૂજા એ સમાજની સંપૂર્ણ માનસિકતાનુ પ્રતિનિધિત્વ કરે છે. તેથી રાજનૈતિક, સામાજીક અને આર્થિક જગતમાં અનેક પ્રકારના પરિવર્તન છતા પર્વ તહેવારોની પ્રક્રિયા આજે પણ કાયમ છે. સૂર્ય પ્રત્યક્ષ દેવતા છે. અને ખેડૂત સમાજને ત્યારથી જ્યારે વિજ્ઞાનનો આટલો વિકાસ નહોતો થયો અને ન તો આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હતી, સૂર્ય ફક્ત ઉષ્મા અને ઉર્જા જ નહોતો આપતો પણ ખેતીમાં પણ દરેક રીતે મદદ કરે છે. ભારતીય સમાજનો એક વર્ગ આવા પ્રત્યક્ષ દેવતાની પૂજાનુ વિધાન કરવામાં ખૂબ જ સમજી વિચારીને નિયમ બનાવે. યોગ્ય અર્થોમાં પૂજક કૃષકોએ પોતાના પુરૂષાર્થનુ પ્રદર્શન કર્યુ. પોતાની શ્રમશક્તિથી ખેતીમાં જે કંઈ ઉગતુ હતુ એ સર્વને પહેલા સૂર્ય દેવતાને ભેટ રૂપે આપતો હતો. આ દ્રષ્ટિએ આ તહેવાર ખેડૂત સમાજના પુરૂષાર્થના પ્રદર્શનના રૂપમાં ઉજવાય છે. આ તહેવારના રોજ લોક ગીત ગાવામાં આવે છે, તેમાથી અનેક ગીતોનો અર્થ આ પ્રકારનો હોય છે. 'હે દેવતા, નેત્રહીનોને દ્રષ્ટિ આપો, કુષ્ઠ રોગીઓને રોગમુક્ત કરો, સ્વસ્થ બનાવો અને એ જ રીતે નિર્ધનોને ધન પ્રદાન કરો. આ જ લોકો તમારા રથને પૂરબથી પશ્ચિમ તરફ લઈ જશે.' અત્રે એ ઉલ્લેખનીય છેકે આ ગીતમાં પોતાને માટે જ નહી પણ સમાજના પીડિતને ઉપેક્ષિત લોકો માટે નવુ જીવન માંગવામાં આવ્યુ છે. આ પ્રસંગે જે ગીત ગાવામાં આવે છે એ પહેલ સૂર્ય સંબંધિત હોય છે. કોઈમાં સૂર્ય ભગવાનની મહિમા હોય છે તો ક્યાક આદિત્યને શીઘ્ર ઉદય થવાની પ્રાર્થના કરવામાં આવે છે. આ ગીતમાં સમસ્ત માનવને સૂર્ય દેવતાનો સેવક માનવામાં આવ્યો છે. આ બધા ગીત ધર્મ અને સમાજ સાથે સંકળાયેલ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોદરેજ ગાર્ડન સિટીમાં છઠ પૂજા સમિતિ અને જીજેસી યુથ ક્લબ દ્વારા છઠપૂજાનું ભવ્ય આયોજન થયું છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે અને છઠ મૈયાના ગુણગાન ગાયા હતા.
છઠ સૂર્યની ઉપાસનાનો તહેવાર છે. સૂર્ય દેવતા પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થા વ્યક્ત કરવાનો તહેવાર છે. ખેડૂત સમાજ કે ખેતી પર આધારિત સમાજની સંસ્કૃતિમાં વિવિધ દેવી દેવતાઓની પૂજા એ સમાજની સંપૂર્ણ માનસિકતાનુ પ્રતિનિધિત્વ કરે છે. તેથી રાજનૈતિક, સામાજીક અને આર્થિક જગતમાં અનેક પ્રકારના પરિવર્તન છતા પર્વ તહેવારોની પ્રક્રિયા આજે પણ કાયમ છે. સૂર્ય પ્રત્યક્ષ દેવતા છે. અને ખેડૂત સમાજને ત્યારથી જ્યારે વિજ્ઞાનનો આટલો વિકાસ નહોતો થયો અને ન તો આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હતી, સૂર્ય ફક્ત ઉષ્મા અને ઉર્જા જ નહોતો આપતો પણ ખેતીમાં પણ દરેક રીતે મદદ કરે છે.
ભારતીય સમાજનો એક વર્ગ આવા પ્રત્યક્ષ દેવતાની પૂજાનુ વિધાન કરવામાં ખૂબ જ સમજી વિચારીને નિયમ બનાવે. યોગ્ય અર્થોમાં પૂજક કૃષકોએ પોતાના પુરૂષાર્થનુ પ્રદર્શન કર્યુ. પોતાની શ્રમશક્તિથી ખેતીમાં જે કંઈ ઉગતુ હતુ એ સર્વને પહેલા સૂર્ય દેવતાને ભેટ રૂપે આપતો હતો. આ દ્રષ્ટિએ આ તહેવાર ખેડૂત સમાજના પુરૂષાર્થના પ્રદર્શનના રૂપમાં ઉજવાય છે.
આ તહેવારના રોજ લોક ગીત ગાવામાં આવે છે, તેમાથી અનેક ગીતોનો અર્થ આ પ્રકારનો હોય છે. 'હે દેવતા, નેત્રહીનોને દ્રષ્ટિ આપો, કુષ્ઠ રોગીઓને રોગમુક્ત કરો, સ્વસ્થ બનાવો અને એ જ રીતે નિર્ધનોને ધન પ્રદાન કરો. આ જ લોકો તમારા રથને પૂરબથી પશ્ચિમ તરફ લઈ જશે.' અત્રે એ ઉલ્લેખનીય છેકે આ ગીતમાં પોતાને માટે જ નહી પણ સમાજના પીડિતને ઉપેક્ષિત લોકો માટે નવુ જીવન માંગવામાં આવ્યુ છે.
આ પ્રસંગે જે ગીત ગાવામાં આવે છે એ પહેલ સૂર્ય સંબંધિત હોય છે. કોઈમાં સૂર્ય ભગવાનની મહિમા હોય છે તો ક્યાક આદિત્યને શીઘ્ર ઉદય થવાની પ્રાર્થના કરવામાં આવે છે. આ ગીતમાં સમસ્ત માનવને સૂર્ય દેવતાનો સેવક માનવામાં આવ્યો છે. આ બધા ગીત ધર્મ અને સમાજ સાથે સંકળાયેલ છે.