Jamnagarની મનપા ફૂડ વિભાગે દુકાન-પેઢીઓમાંથી ખાદ્ય પદાર્થના લીધા નમૂના
જામનગરમાં મનપાની ફૂડ શાખા દ્રારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે.અલગ-અલગ વિસ્તારોમાં ફૂડ શાખા દ્રારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે,દુકાન-પેઢીઓમાંથી ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા છે.દૂધ, પનીર, મીઠાઈ, ઘી સહિતના લીધા નમૂના.નમૂના લઈને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે,રીપોર્ટના આધારે અગામી દિવસોમાં વધુ કામગીરી કરવામાં આવશે. ફૂડ શાખા દ્વારા સઘન ચેકિંગ જામનગરમાં મનપાની ફૂડ શાખા દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.મનપા દ્રારા નાઘેડીના લક્ષ્મી ગૃહ ઉદ્યોગમાં પણ કરી તપાસ તપાસ કરતા શંકાસ્પદ ઘી મળી આવ્યું છે,ફૂડ વિભાગે 91 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે.અંદાજે 23 હજારની કિંમતનો ઘીનો જથ્થો જપ્ત કરાયો છે.પામોલીન તેલનો ઉપયોગ કરાતો હતો અને ઘી બનાવવામાં આવતું હોવાની વાત સામે આવી છે.14 પેઢીમાંથી ખાદ્યપદાર્થના લેવાયા છે નમૂના અને નમૂના ફેઈલ નીકળશે તો થશે કાર્યવાહી.મસાલાના પણ લેવાયા સેમ્પલ સમગ્ર તપાસ દરમિયાન શાકભાજીમાં ઉપયોગમાં લેવાતા મસાલાના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે,આ મસાલાના સેમ્પલને રીપોર્ટ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.મસાલામાં ભેળસેળ કરવામાં આવતી હશે તો તેવા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે,આજે વહેલી સવારથી અલગ-અલગ દુકાનોમાં મનપા વિભાગે તપાસ હાથધરી છે. વેપારીઓ કરે છે ભેળસેળ મહાપાલિકાના ફૂડ વિભાગે વેપારી પેઢીઓને ત્યાં તપાસ હાથ ધરતા ભેળસેળ કરતા વેપારીઓમાં ગભરાટ ફેલાયો હોવાનુ ચર્ચાય રહ્યુ છે. ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતી હોય છે અને નમુના લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવતા હોય છે, જે ખાદ્યપદાર્થમાં ભેળસેળ હોય છે તે વેપારીને દંડ ફટકારવામાં આવતો હોય છે. ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરવાથી લોકોનુ આરોગ્ય બગડતુ હોય છે તેથી ખાદ્યપદાર્થમાં ભેળસેળ ન કરવા સરકારી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવતી હોય છે છતાં કેટલાક વેપારીઓ દ્વારા ભેળસેળ કરવામાં આવતી હોય છે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગરમાં મનપાની ફૂડ શાખા દ્રારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે.અલગ-અલગ વિસ્તારોમાં ફૂડ શાખા દ્રારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે,દુકાન-પેઢીઓમાંથી ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા છે.દૂધ, પનીર, મીઠાઈ, ઘી સહિતના લીધા નમૂના.નમૂના લઈને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે,રીપોર્ટના આધારે અગામી દિવસોમાં વધુ કામગીરી કરવામાં આવશે.
ફૂડ શાખા દ્વારા સઘન ચેકિંગ
જામનગરમાં મનપાની ફૂડ શાખા દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.મનપા દ્રારા નાઘેડીના લક્ષ્મી ગૃહ ઉદ્યોગમાં પણ કરી તપાસ તપાસ કરતા શંકાસ્પદ ઘી મળી આવ્યું છે,ફૂડ વિભાગે 91 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે.અંદાજે 23 હજારની કિંમતનો ઘીનો જથ્થો જપ્ત કરાયો છે.પામોલીન તેલનો ઉપયોગ કરાતો હતો અને ઘી બનાવવામાં આવતું હોવાની વાત સામે આવી છે.14 પેઢીમાંથી ખાદ્યપદાર્થના લેવાયા છે નમૂના અને નમૂના ફેઈલ નીકળશે તો થશે કાર્યવાહી.
મસાલાના પણ લેવાયા સેમ્પલ
સમગ્ર તપાસ દરમિયાન શાકભાજીમાં ઉપયોગમાં લેવાતા મસાલાના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે,આ મસાલાના સેમ્પલને રીપોર્ટ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.મસાલામાં ભેળસેળ કરવામાં આવતી હશે તો તેવા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે,આજે વહેલી સવારથી અલગ-અલગ દુકાનોમાં મનપા વિભાગે તપાસ હાથધરી છે.
વેપારીઓ કરે છે ભેળસેળ
મહાપાલિકાના ફૂડ વિભાગે વેપારી પેઢીઓને ત્યાં તપાસ હાથ ધરતા ભેળસેળ કરતા વેપારીઓમાં ગભરાટ ફેલાયો હોવાનુ ચર્ચાય રહ્યુ છે. ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતી હોય છે અને નમુના લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવતા હોય છે, જે ખાદ્યપદાર્થમાં ભેળસેળ હોય છે તે વેપારીને દંડ ફટકારવામાં આવતો હોય છે. ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરવાથી લોકોનુ આરોગ્ય બગડતુ હોય છે તેથી ખાદ્યપદાર્થમાં ભેળસેળ ન કરવા સરકારી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવતી હોય છે છતાં કેટલાક વેપારીઓ દ્વારા ભેળસેળ કરવામાં આવતી હોય છે