Surat : ચંદી પડવો સુરતીઓનો ફેવરીટ તહેવાર, ઝાપટી જશે કરોડો રૂપિયાની ઘારી
ચંદી પડવોએ સુરતીઓનો ફેવરીટ તહેવાર છે.ત્યારે સુરતીઓ શરદપૂર્ણિમાના પૂર્ણ ચંદ્રદર્શન બાદ બીજા દિવસે ચંદી પડવો તરીકે મનાવે છે,જેમાં સુરતીઓ જાહેર રોડ પર અને ઘરે બેસીને ઘારી અને ભૂંસુ ઝાપાટી જશે,સુરતીઓ આમપણ ખાવાના શોખીન છે અને ખાસ કરીને દેશ-વિદેશમાં સુરતની ઘારી પ્રખ્યાત છે,ચંદી પડવાના દિવસે ઘારી બનાવતા વેપારીઓ કરોડો રૂપિયાનો વેપાર કરશે,દર વર્ષે 100 ટનથી વધુ ઘારીનું વેપારીઓ અંદાજે વેપાર કરતા હોય છે. ચંદી પડવો સુરતીઓનો ફેવરીટ તહેવાર સુરતમાં કોઈ પણ તહેવાર હોય તેની ધામધૂમક પૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે સુરતીઓનો ફેવરીટ તહેવાર એટલે ચંદી પડવાનો તહેવાર,આ તહેવારના દિવસે સુરતીઓ ઘારી અને ભૂંસાના ટેસ્ટની મજા માણશે,જેમાં ઘારી-ભૂંસાની માગના પગલે સુરતના ઘારી વિક્રેતાઓ દ્વારા મોટા પ્રમાણમાં જથ્થો તૈયાર કરવામાં આવ્યો છે. કેનેડા, અમેરિકા લંડન સહિત વિદેશી દેશોમાંથી પણ ઘારીની માગ જોવા મળતા ઘારી વિક્રેતાઓ દ્વારા અલગ અલગ પ્રકારની ઘારીઓ તૈયાર કરવામાં આવી રહી છે. ગત વર્ષ કરતા આ વખતે ઘારીના ભાવમાં થયો વધારો કોઈ પણ તહેવાર નજીક આવે એટલે વેપારીઓ જે વસ્તુની માગ વધુ હોય તેનો ભાવ વધારો કરી દેતા હોય છે,આ વર્ષે ઘારીના ભાવમાં રૂપિયા 40 થી લઈ 60 રૂપિયાનો વધારો થયો છે,ઘારીમાં પણ અલગ-અલગ પ્રકારની વેરાયટીઝ જોવા મળતી હોય છે, ઘારી એ માવા, પિસ્તા, બદામ અને ખાંડથી ભરેલી મેંદાના લોટની વાનગી છે. તેને ઘીમાં તળવામાં આવે છે અને પછી તેને સફેદ કોટ આપવા માટે ઘીમાં ડુબાડી લથપથ કરવામાં આવે છે. આ તહેવાર સુરતીઓનો પોતીકો તહેવાર છે અને આ દિવસે ઘારી ખાવું સૌથી વધુ લોકપ્રિય છે. શરદ પૂર્ણિમાના એક દિવસ પછી ચંદી પડવો આવે ચંદી પડવાની રાત્રે સુરતીઓ પોતાના ઘરની અગાશી કે ફૂટપાથ પર બેસીને મિત્રો અને પરિવાર સાથે ઘારી ભૂંસાની જયાફત માણે છે. ચંડી પડવો શું છે? ચંડી પડવો પર એક પરંપરા ચાલતી આવી છે કે સુરતના લોકો માત્ર સફેદ મીઠાઈઓ જ ખાય છે જેમાં દૂધ પૌંઆ, ખીર અથવા ઘારી ઘરોમાં બનાવવામાં આવે છે. આજે તો 10 થી વધારે ફ્લેવરની ઘારી જેમાં ચોકલેટ ઘારી, બદામ પિસ્તા ઘારી, કેસર ઘારી, કૃષ્ણ કસ્તુરી ઘારી, સુગર ફ્રી ઘારી અને 9 હજાર રૂપિયા કિલો વેચાતી ગોલ્ડન ઘારીનો પણ સમાવેશ થાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ચંદી પડવોએ સુરતીઓનો ફેવરીટ તહેવાર છે.ત્યારે સુરતીઓ શરદપૂર્ણિમાના પૂર્ણ ચંદ્રદર્શન બાદ બીજા દિવસે ચંદી પડવો તરીકે મનાવે છે,જેમાં સુરતીઓ જાહેર રોડ પર અને ઘરે બેસીને ઘારી અને ભૂંસુ ઝાપાટી જશે,સુરતીઓ આમપણ ખાવાના શોખીન છે અને ખાસ કરીને દેશ-વિદેશમાં સુરતની ઘારી પ્રખ્યાત છે,ચંદી પડવાના દિવસે ઘારી બનાવતા વેપારીઓ કરોડો રૂપિયાનો વેપાર કરશે,દર વર્ષે 100 ટનથી વધુ ઘારીનું વેપારીઓ અંદાજે વેપાર કરતા હોય છે.
ચંદી પડવો સુરતીઓનો ફેવરીટ તહેવાર
સુરતમાં કોઈ પણ તહેવાર હોય તેની ધામધૂમક પૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે સુરતીઓનો ફેવરીટ તહેવાર એટલે ચંદી પડવાનો તહેવાર,આ તહેવારના દિવસે સુરતીઓ ઘારી અને ભૂંસાના ટેસ્ટની મજા માણશે,જેમાં ઘારી-ભૂંસાની માગના પગલે સુરતના ઘારી વિક્રેતાઓ દ્વારા મોટા પ્રમાણમાં જથ્થો તૈયાર કરવામાં આવ્યો છે. કેનેડા, અમેરિકા લંડન સહિત વિદેશી દેશોમાંથી પણ ઘારીની માગ જોવા મળતા ઘારી વિક્રેતાઓ દ્વારા અલગ અલગ પ્રકારની ઘારીઓ તૈયાર કરવામાં આવી રહી છે.
ગત વર્ષ કરતા આ વખતે ઘારીના ભાવમાં થયો વધારો
કોઈ પણ તહેવાર નજીક આવે એટલે વેપારીઓ જે વસ્તુની માગ વધુ હોય તેનો ભાવ વધારો કરી દેતા હોય છે,આ વર્ષે ઘારીના ભાવમાં રૂપિયા 40 થી લઈ 60 રૂપિયાનો વધારો થયો છે,ઘારીમાં પણ અલગ-અલગ પ્રકારની વેરાયટીઝ જોવા મળતી હોય છે, ઘારી એ માવા, પિસ્તા, બદામ અને ખાંડથી ભરેલી મેંદાના લોટની વાનગી છે. તેને ઘીમાં તળવામાં આવે છે અને પછી તેને સફેદ કોટ આપવા માટે ઘીમાં ડુબાડી લથપથ કરવામાં આવે છે. આ તહેવાર સુરતીઓનો પોતીકો તહેવાર છે અને આ દિવસે ઘારી ખાવું સૌથી વધુ લોકપ્રિય છે.
શરદ પૂર્ણિમાના એક દિવસ પછી ચંદી પડવો આવે
ચંદી પડવાની રાત્રે સુરતીઓ પોતાના ઘરની અગાશી કે ફૂટપાથ પર બેસીને મિત્રો અને પરિવાર સાથે ઘારી ભૂંસાની જયાફત માણે છે. ચંડી પડવો શું છે? ચંડી પડવો પર એક પરંપરા ચાલતી આવી છે કે સુરતના લોકો માત્ર સફેદ મીઠાઈઓ જ ખાય છે જેમાં દૂધ પૌંઆ, ખીર અથવા ઘારી ઘરોમાં બનાવવામાં આવે છે. આજે તો 10 થી વધારે ફ્લેવરની ઘારી જેમાં ચોકલેટ ઘારી, બદામ પિસ્તા ઘારી, કેસર ઘારી, કૃષ્ણ કસ્તુરી ઘારી, સુગર ફ્રી ઘારી અને 9 હજાર રૂપિયા કિલો વેચાતી ગોલ્ડન ઘારીનો પણ સમાવેશ થાય છે.