Ahmedabad: બોપલમાં બિલ્ડરના સગીર પુત્રએ પુરપાટ ઝડપે સર્જ્યો અકસ્માત, એકનું મોત
અમદાવાદમાં વધુ એક વખત હિટ એન્ડ રનનો કેસ સામે આવ્યો છે. શહેરના બોપલ વિસ્તારમાં હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે. એક મર્સિડીઝ કાર ચાલકે સિક્યોરિટી ગાર્ડને ટક્કર મારતા તેમનું મોત થયુ હતુ.બિલ્ડરના સગીર પુત્રએ અકસ્માત કર્યો હોવાનો ખુલાસો ત્યારે આ અકસ્માત બાદ ફરાર થતી ગાડીના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે ગાડી કેટલી સ્પીડમાં કાર ચાલક ચલાવી રહ્યો છે. ત્યારે આ હિટ એન્ડ રનના કેસ મામલે મોટો એક ખુલાસો એ પણ થયો છે કે કાર ચાલક બિલ્ડરનો પુત્ર છે અને તે સગીર વયનો હોવાની જાણકારી મળી રહી છે. આ બિલ્ડરના સગીર પુત્રએ અકસ્માત કર્યો હોવાનો ખુલાસો થયો છે. બોપલ પોલીસે ગુનો નોંધીને આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી તમને જણાવી દઈએ કે 14 સપ્ટેમ્બરના રોજ અકસ્માતમાં ગોવિંદ સિંઘ નામના સિક્યુરિટી ગાર્ડનું મોત થયું હતું. બિલ્ડર મિલાપ શાહના સગીર પુત્રએ પુર ઝડપે કાર ચલાવીને રોડ ક્રોસ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડને ટક્કર મારી હતી અને ત્યાં જ સિક્યુરિટી ગાર્ડનું મોત થયું હતું. ત્યારે આ સમગ્ર મામલે બોપલ પોલીસે ગુનો નોંધીને આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે સાથે જ ગાડી આપનાર બિલ્ડર વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ગઈકાલે ગોતા બ્રિજ નજીક નબીરાએ અકસ્માત સર્જી લીધો હતો એક મહિલાનો ભોગ જણાવી દઈએ કે ગઈકાલે અમદાવાદના ગોતા બ્રિજ નજીક અકસ્માતની ઘટના બની હતી, જેમાં ટુ વ્હીલર ચાલક પુત્રી અને તેની માતા એસજી હાઈવે તરફથી વેજલપુર તરફ આવી રહ્યાં હતા, આ દરમિયાન ફુલ સ્પીડમાં આવી રહેલી કારે આ વાહનને ટક્કર મારતા માતા અને પુત્રી બંને વાહન પરથી નીચે પટકાયા હતા અને જેમાં માતા અને પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને માતાને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમને અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે આ અકસ્માત સર્જીને મેહુલ પટેલ નામનો આરોપી ઘટના સ્થળે જ પોતાની કાર છોડીને ફરાર થયો હતો, પરંતુ પોલીસે કારના નંબરના આધારે આરોપીની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરી દીધો છે. જો કે આરોપી નશામાં હતો કે નહીં તેની કોઈ માહિતી હજુ સુધી સામે આવી નથી, પરંતુ એસજી ટ્રાફિક-1 પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં વધુ એક વખત હિટ એન્ડ રનનો કેસ સામે આવ્યો છે. શહેરના બોપલ વિસ્તારમાં હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે. એક મર્સિડીઝ કાર ચાલકે સિક્યોરિટી ગાર્ડને ટક્કર મારતા તેમનું મોત થયુ હતુ.
બિલ્ડરના સગીર પુત્રએ અકસ્માત કર્યો હોવાનો ખુલાસો
ત્યારે આ અકસ્માત બાદ ફરાર થતી ગાડીના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે ગાડી કેટલી સ્પીડમાં કાર ચાલક ચલાવી રહ્યો છે. ત્યારે આ હિટ એન્ડ રનના કેસ મામલે મોટો એક ખુલાસો એ પણ થયો છે કે કાર ચાલક બિલ્ડરનો પુત્ર છે અને તે સગીર વયનો હોવાની જાણકારી મળી રહી છે. આ બિલ્ડરના સગીર પુત્રએ અકસ્માત કર્યો હોવાનો ખુલાસો થયો છે.
બોપલ પોલીસે ગુનો નોંધીને આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી
તમને જણાવી દઈએ કે 14 સપ્ટેમ્બરના રોજ અકસ્માતમાં ગોવિંદ સિંઘ નામના સિક્યુરિટી ગાર્ડનું મોત થયું હતું. બિલ્ડર મિલાપ શાહના સગીર પુત્રએ પુર ઝડપે કાર ચલાવીને રોડ ક્રોસ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડને ટક્કર મારી હતી અને ત્યાં જ સિક્યુરિટી ગાર્ડનું મોત થયું હતું. ત્યારે આ સમગ્ર મામલે બોપલ પોલીસે ગુનો નોંધીને આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે સાથે જ ગાડી આપનાર બિલ્ડર વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
ગઈકાલે ગોતા બ્રિજ નજીક નબીરાએ અકસ્માત સર્જી લીધો હતો એક મહિલાનો ભોગ
જણાવી દઈએ કે ગઈકાલે અમદાવાદના ગોતા બ્રિજ નજીક અકસ્માતની ઘટના બની હતી, જેમાં ટુ વ્હીલર ચાલક પુત્રી અને તેની માતા એસજી હાઈવે તરફથી વેજલપુર તરફ આવી રહ્યાં હતા, આ દરમિયાન ફુલ સ્પીડમાં આવી રહેલી કારે આ વાહનને ટક્કર મારતા માતા અને પુત્રી બંને વાહન પરથી નીચે પટકાયા હતા અને જેમાં માતા અને પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને માતાને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમને અંતિમ શ્વાસ લીધા હતા.
ત્યારે આ અકસ્માત સર્જીને મેહુલ પટેલ નામનો આરોપી ઘટના સ્થળે જ પોતાની કાર છોડીને ફરાર થયો હતો, પરંતુ પોલીસે કારના નંબરના આધારે આરોપીની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરી દીધો છે. જો કે આરોપી નશામાં હતો કે નહીં તેની કોઈ માહિતી હજુ સુધી સામે આવી નથી, પરંતુ એસજી ટ્રાફિક-1 પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે.