Rajkot: જયંત પંડ્યાનો કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા વિરોધ, ઘરની બહાર મંત્રોચ્ચાર-ગંગાજળનો છંટકાવ

રાજકોટમાં વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરના કર્મકાંડી બ્રાહ્મણો અને સમાજના આગેવાનો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના ઘરની બહાર મંત્રોચ્ચાર અને ગંગાજળનો છંટકાવ કરીને વિરોધ નોંધાવ્યો છે.જયંત પંડ્યાનો વિરોધ કરવા કર્મકાંડી બ્રાહ્મણો આવ્યા મેદાને તમને જણાવી દઈએ કે 2 દિવસ પહેલા જયંત પંડ્યાએ પારડી PGVCL કચેરીમાં સત્યનારાયણની કથા બંધ કરાવી હતી. ત્યારે આ સત્યનારાયણની કથા બંધ કરાવવામાં આવતા બ્રહ્મ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો અને આજે કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને જયંત પંડ્યાના ઘરની બહાર વિરોધ કરતા બ્રહ્મ સમાજના આગેવાનો અને કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા કહેવામાં આવ્યું કે અંધશ્રદ્ધાને બદલે હવે લોકોની આસ્થા પર તરાપ મારનાર જયંત પંડ્યાને ભગવાન સદબુદ્ધિ આપે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓમાં પણ કથા બંધ કરાવવામાં આવતા રોષ તમને જણાવી દઈએ કે રાજકોટમાં વિજ્ઞાન જાથાએ સત્યનારાયણની કથા બંધ કરાવવાને લઈને વિવાદ વર્ક્યો હતો. પારડી વીજ કંપનીમાં કથા ચાલતી હતી અને કથા બંધ કરાવતા બ્રહ્મ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓમાં પણ કથા બંધ કરાવવામાં આવતા રોષ જોવા મળ્યો હતો. ત્યારે આ વિવાદ પર વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ નિવેદન આપતા કહ્યું હતું કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા કોંગ્રેસ નેતા હેમાંગ રાવલનો આ સ્ટંટ છે, ધાર્મિક મુદ્દે વિજ્ઞાનજાથા ક્યારેય વિવાદમાં ઉતર્યુ નથી. વિજ્ઞાનજાથા દ્વારા કથા બંધ કરાવવામાં આવી નહતી: જયંત પંડ્યા વીજ કચેરીમાં વર્કિંગ કામ દરમિયાન કથા કરાઈ હતી અને લોકો પોતાના કામ માટે લાઈનમાં ઉભા હતા અને સમગ્ર સ્ટાફ કથામાં મશગુલ હતો તેવું જયંત પંડ્યાએ કહ્યું હતું. ત્યારબાદ વિજ્ઞાનજાથાએ ડે.એન્જિનિયરને આ અંગે જાણ કરી હતી અને કથા બંધ કરવાનો નિર્ણય ડે. એન્જિનિયરે લીધો હતો. વિજ્ઞાનજાથા દ્વારા કથા બંધ કરાવવામાં આવી નહતી.મંત્રી પ્રફુલ પાનસેરીયાએ આપ્યું આ નિવેદન બીજી તરફ કથાના વિવાદમાં સરકારના મંત્રી પ્રફુલ પાનસેરીયાએ પણ ઝંપલાવ્યું હતું અને નિવેદન આપતા મંત્રીએ કહ્યું હતું કે હું પણ સત્યનારાયણની કથા કરું છું, કથા અને પૂજા અંધશ્રદ્ધાનો વિષય નથી. વાર-તહેવારે સત્યનારાયણ કથા અવશ્ય કરવી જોઈએ. જેને આંતરિક ઉર્જાના સ્ત્રોત તરીકે જોવી જોઈએ. 

Rajkot: જયંત પંડ્યાનો કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા વિરોધ, ઘરની બહાર મંત્રોચ્ચાર-ગંગાજળનો છંટકાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરના કર્મકાંડી બ્રાહ્મણો અને સમાજના આગેવાનો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના ઘરની બહાર મંત્રોચ્ચાર અને ગંગાજળનો છંટકાવ કરીને વિરોધ નોંધાવ્યો છે.

જયંત પંડ્યાનો વિરોધ કરવા કર્મકાંડી બ્રાહ્મણો આવ્યા મેદાને

તમને જણાવી દઈએ કે 2 દિવસ પહેલા જયંત પંડ્યાએ પારડી PGVCL કચેરીમાં સત્યનારાયણની કથા બંધ કરાવી હતી. ત્યારે આ સત્યનારાયણની કથા બંધ કરાવવામાં આવતા બ્રહ્મ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો અને આજે કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને જયંત પંડ્યાના ઘરની બહાર વિરોધ કરતા બ્રહ્મ સમાજના આગેવાનો અને કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા કહેવામાં આવ્યું કે અંધશ્રદ્ધાને બદલે હવે લોકોની આસ્થા પર તરાપ મારનાર જયંત પંડ્યાને ભગવાન સદબુદ્ધિ આપે.

ભાજપ અને કોંગ્રેસના નેતાઓમાં પણ કથા બંધ કરાવવામાં આવતા રોષ

તમને જણાવી દઈએ કે રાજકોટમાં વિજ્ઞાન જાથાએ સત્યનારાયણની કથા બંધ કરાવવાને લઈને વિવાદ વર્ક્યો હતો. પારડી વીજ કંપનીમાં કથા ચાલતી હતી અને કથા બંધ કરાવતા બ્રહ્મ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓમાં પણ કથા બંધ કરાવવામાં આવતા રોષ જોવા મળ્યો હતો. ત્યારે આ વિવાદ પર વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ નિવેદન આપતા કહ્યું હતું કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા કોંગ્રેસ નેતા હેમાંગ રાવલનો આ સ્ટંટ છે, ધાર્મિક મુદ્દે વિજ્ઞાનજાથા ક્યારેય વિવાદમાં ઉતર્યુ નથી.

વિજ્ઞાનજાથા દ્વારા કથા બંધ કરાવવામાં આવી નહતી: જયંત પંડ્યા

વીજ કચેરીમાં વર્કિંગ કામ દરમિયાન કથા કરાઈ હતી અને લોકો પોતાના કામ માટે લાઈનમાં ઉભા હતા અને સમગ્ર સ્ટાફ કથામાં મશગુલ હતો તેવું જયંત પંડ્યાએ કહ્યું હતું. ત્યારબાદ વિજ્ઞાનજાથાએ ડે.એન્જિનિયરને આ અંગે જાણ કરી હતી અને કથા બંધ કરવાનો નિર્ણય ડે. એન્જિનિયરે લીધો હતો. વિજ્ઞાનજાથા દ્વારા કથા બંધ કરાવવામાં આવી નહતી.

મંત્રી પ્રફુલ પાનસેરીયાએ આપ્યું આ નિવેદન

બીજી તરફ કથાના વિવાદમાં સરકારના મંત્રી પ્રફુલ પાનસેરીયાએ પણ ઝંપલાવ્યું હતું અને નિવેદન આપતા મંત્રીએ કહ્યું હતું કે હું પણ સત્યનારાયણની કથા કરું છું, કથા અને પૂજા અંધશ્રદ્ધાનો વિષય નથી. વાર-તહેવારે સત્યનારાયણ કથા અવશ્ય કરવી જોઈએ. જેને આંતરિક ઉર્જાના સ્ત્રોત તરીકે જોવી જોઈએ.