ગરબા મુદ્દે ગેનીબેન થયા ગરમ, સંઘવીને સણસણતો જવાબ, આપણે પાકિસ્તાન જવાની જરૂર નથી

Ganiben's Counterattack on Harsh Sanghavi : રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જ્યારથી ગરબા મોડે સુધી ચાલુ રાખવાની છૂટ આપી છે. ત્યારથી મોડે સુધી ગરબા રમવાનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે. ત્યારે બનસાકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર ગુરૂવારે અંબાજી ખાતે મહાઆરતીમાં જોડાયા હતા, ત્યારે મોડે સુધી ગરબા મુદ્દે સણસણતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ગરબા માટે પાકિસ્તાન જવાની જરૂર નથી. નવરાત્રિના પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેની જવાબદારી ગૃહ વિભાગની છે. માત્ર યુવાનોને ખુશ કરવા માટે મોડે સુધી ગરબા રમવાની છૂટ આપી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. હવે મોડે સુધી ગરબા મુદ્દે રાજકારણ શરૂ થઇ ગયું છે. અંબાજી મંદિર ખાતે મહાઆરતીમાં ભાગ લેવા માટે ગેનીબેન ઠાકોર પહોંચ્યા હતા. તે દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતાં નવરાત્રિમાં મોડે સુધી ગરબા રમવાની છૂટછાટ મુદ્દે પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કાયદો અને સુરક્ષા જાળવવાની જવાબદારી ગૃહ વિભાગની છે. નવરાત્રિ સુરક્ષા અને સલામતી જાળવવી રાખવી એ પોલીસ વિભાગની ફરજ બને છે. યુવાનોને ખુશ કરવા માટે સવારે 5 વાગ્યા સુધી ગરબા ઘૂમવાની છૂટ આપી છે. હું મા અંબાને પ્રાર્થના કરું છું કે નવરાત્રિના પર્વ દરમિયાન કોઇપણ અઇચ્છનિય બનાવ ન બને, સુખ-શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રિનો પર્વ ઉજવાય. આ પણ વાંચો : 14 ઓક્ટોબરથી સ્કૂલો અને યુનિવર્સિટીમાં પરીક્ષા, વિદ્યાર્થીઓ ગરબે ઘૂમવાની સાથે પરીક્ષાની તૈયારી કરશેગરબાની જાહેરાત બાદ ઘણાને પેટમાં દુખવા લાગ્યુંમોડે સુધી ગરબાની છૂટ આપ્યાની જાહેરાત હર્ષ સંઘવીએ એક કાર્યક્રમમાં આડકતરી રીતે વિપક્ષ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા મોડે સુધી ગરબા રમવાની છૂટ આપતાં કેટલાક લોકોના પેટમાં દુખવો થવા લાગ્યો છે. ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહી રમે તો શું પાકિસ્તાનમાં જઇને રમશે. ખેલૈયાઓ જેટલા વાગ્યા સુધી ઇચ્છે ત્યાં સુધી ગરબા રમી શકશેગૃહ રાજ્યમંત્રી હર્ષ નવરાત્રિ દરમિયાન આખી રાત ગરબાની છૂટ આપી છે. ખેલૈયાઓ જેટલા વાગ્યા સુધી ઇચ્છે ત્યાં સુધી ગરબા રમી શકશે. તેમણે નવરાત્રિના આ પાવન અવસરે સૌ ખેલૈયાઓ મા અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાઈ શકે અને ગરબે ઘૂમી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મોડી રાત સુધી ખેલૈયાઓ નવરાત્રિ રમી શકે અને વેપારી તેમજ ફેરિયાઓનો ધંધો-રોજગાર ચાલી શકે તે માટે ચિંતા કરવામાં આવી છે. આ વિશે પોલીસને પણ સૂચના અપાઈ છે કે, રાજ્યના તમામ નાગરિકો ઉત્સાહ સાથે નવરાત્રિની ઉજવણી કરી શકે તેની ચિંતા કરવામાં આવે.'હર્ષ સંઘવીએ લોકોને નવરાત્રિની શુભકામના આપતા કહ્યું કે, સૌ ખેલૈયા અને આયોજકોને વિનંતી છે કે, આપણા ડીજે, સાઉન્ડ, બેન્ડ આપણા જ આજુબાજુમાં રહેતા લોકો, હૉસ્પિટલની બાજુમાં હોય તો ત્યાં લોકો હેરાન ન થાય તેની જવાબદારી આપણી છે. રાજ્યમાં મોડે સુધી ગરબા રમી શકાય તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. 

ગરબા મુદ્દે ગેનીબેન થયા ગરમ, સંઘવીને સણસણતો જવાબ, આપણે પાકિસ્તાન જવાની જરૂર નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ganiben's Counterattack on Harsh Sanghavi : રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જ્યારથી ગરબા મોડે સુધી ચાલુ રાખવાની છૂટ આપી છે. ત્યારથી મોડે સુધી ગરબા રમવાનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે. ત્યારે બનસાકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર ગુરૂવારે અંબાજી ખાતે મહાઆરતીમાં જોડાયા હતા, ત્યારે મોડે સુધી ગરબા મુદ્દે સણસણતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ગરબા માટે પાકિસ્તાન જવાની જરૂર નથી. નવરાત્રિના પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેની જવાબદારી ગૃહ વિભાગની છે. માત્ર યુવાનોને ખુશ કરવા માટે મોડે સુધી ગરબા રમવાની છૂટ આપી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. હવે મોડે સુધી ગરબા મુદ્દે રાજકારણ શરૂ થઇ ગયું છે. 

અંબાજી મંદિર ખાતે મહાઆરતીમાં ભાગ લેવા માટે ગેનીબેન ઠાકોર પહોંચ્યા હતા. તે દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતાં નવરાત્રિમાં મોડે સુધી ગરબા રમવાની છૂટછાટ મુદ્દે પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કાયદો અને સુરક્ષા જાળવવાની જવાબદારી ગૃહ વિભાગની છે. નવરાત્રિ સુરક્ષા અને સલામતી જાળવવી રાખવી એ પોલીસ વિભાગની ફરજ બને છે. યુવાનોને ખુશ કરવા માટે સવારે 5 વાગ્યા સુધી ગરબા ઘૂમવાની છૂટ આપી છે. હું મા અંબાને પ્રાર્થના કરું છું કે નવરાત્રિના પર્વ દરમિયાન કોઇપણ અઇચ્છનિય બનાવ ન બને, સુખ-શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રિનો પર્વ ઉજવાય. 

આ પણ વાંચો : 14 ઓક્ટોબરથી સ્કૂલો અને યુનિવર્સિટીમાં પરીક્ષા, વિદ્યાર્થીઓ ગરબે ઘૂમવાની સાથે પરીક્ષાની તૈયારી કરશે

ગરબાની જાહેરાત બાદ ઘણાને પેટમાં દુખવા લાગ્યું

મોડે સુધી ગરબાની છૂટ આપ્યાની જાહેરાત હર્ષ સંઘવીએ એક કાર્યક્રમમાં આડકતરી રીતે વિપક્ષ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા મોડે સુધી ગરબા રમવાની છૂટ આપતાં કેટલાક લોકોના પેટમાં દુખવો થવા લાગ્યો છે. ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહી રમે તો શું પાકિસ્તાનમાં જઇને રમશે. 

ખેલૈયાઓ જેટલા વાગ્યા સુધી ઇચ્છે ત્યાં સુધી ગરબા રમી શકશે

ગૃહ રાજ્યમંત્રી હર્ષ નવરાત્રિ દરમિયાન આખી રાત ગરબાની છૂટ આપી છે. ખેલૈયાઓ જેટલા વાગ્યા સુધી ઇચ્છે ત્યાં સુધી ગરબા રમી શકશે. તેમણે નવરાત્રિના આ પાવન અવસરે સૌ ખેલૈયાઓ મા અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાઈ શકે અને ગરબે ઘૂમી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મોડી રાત સુધી ખેલૈયાઓ નવરાત્રિ રમી શકે અને વેપારી તેમજ ફેરિયાઓનો ધંધો-રોજગાર ચાલી શકે તે માટે ચિંતા કરવામાં આવી છે. આ વિશે પોલીસને પણ સૂચના અપાઈ છે કે, રાજ્યના તમામ નાગરિકો ઉત્સાહ સાથે નવરાત્રિની ઉજવણી કરી શકે તેની ચિંતા કરવામાં આવે.'

હર્ષ સંઘવીએ લોકોને નવરાત્રિની શુભકામના આપતા કહ્યું કે, સૌ ખેલૈયા અને આયોજકોને વિનંતી છે કે, આપણા ડીજે, સાઉન્ડ, બેન્ડ આપણા જ આજુબાજુમાં રહેતા લોકો, હૉસ્પિટલની બાજુમાં હોય તો ત્યાં લોકો હેરાન ન થાય તેની જવાબદારી આપણી છે. રાજ્યમાં મોડે સુધી ગરબા રમી શકાય તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.