મહીસાગર જિલ્લાના રૂ.18 લાખના દારૂના કેસમાં વડોદરાનો બુટલેગર પકડાયો

Vadodara Liquor Crime : વડોદરા નજીકના મહીસાગર જિલ્લામાં પોલીસે કરેલા 18 લાખના દારૂના કેસમાં વડોદરામાં રહેતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. સંતરામપુર ઉખરલી ગામેથી છ મહિના પહેલા મહીસાગર પોલીસે દારૂનો જથ્થો ભરેલી કાર સાથે એક ખેપીયાને ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ અને કાર સાથે કુલ 18 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ ગુનામાં તાંદલજામાં ઓલ મિનાર હાઇટ્સ ખાતે રહેતા મહંમદ અતિક ગ્યાસુદ્દીન શેખનું નામ ખુલતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આરોપીએ પોલીસથી બચવા માટે મકાન બદલી નાખ્યું હોવાની અને ફતેગંજના વ્હાઇટ હાઉસમાં રહેતો હોવાની વિગતો મળતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચે વોચ રાખી તેને ઝડપી પાડ્યો હતો. આરોપીને મહીસાગર પોલીસને સોંપવા માટે તજવીજ કરવામાં આવી છે.

મહીસાગર જિલ્લાના રૂ.18 લાખના દારૂના કેસમાં વડોદરાનો બુટલેગર પકડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Liquor Crime : વડોદરા નજીકના મહીસાગર જિલ્લામાં પોલીસે કરેલા 18 લાખના દારૂના કેસમાં વડોદરામાં રહેતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. 

સંતરામપુર ઉખરલી ગામેથી છ મહિના પહેલા મહીસાગર પોલીસે દારૂનો જથ્થો ભરેલી કાર સાથે એક ખેપીયાને ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ અને કાર સાથે કુલ 18 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ ગુનામાં તાંદલજામાં ઓલ મિનાર હાઇટ્સ ખાતે રહેતા મહંમદ અતિક ગ્યાસુદ્દીન શેખનું નામ ખુલતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આરોપીએ પોલીસથી બચવા માટે મકાન બદલી નાખ્યું હોવાની અને ફતેગંજના વ્હાઇટ હાઉસમાં રહેતો હોવાની વિગતો મળતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચે વોચ રાખી તેને ઝડપી પાડ્યો હતો. આરોપીને મહીસાગર પોલીસને સોંપવા માટે તજવીજ કરવામાં આવી છે.