Giftcityને માથે લેનાર 9 નબીરાઓને ઝડપી પાડતી ગાંધીનગર પોલીસ,ફટકાર્યો મોટો દંડ

સંદેશ ન્યૂઝના અહેવાલની ધારાદાર અસર બેફામ ગાડી ચલાવવા મુદ્દે 9 નબીરાઓની ધરપકડ ગિફ્ટી સિટી વિસ્તારમાં ચલાવી હતી બેફામ કાર ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં નબીરાઓએ બેફામ ગાડી ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યાં હતા.અલગ-અલગ મોંઘીદાટ કારને રેસના સ્વરૂપે રસ્તા પર દોડાવી રીલ બનાવી હતી,જે મુદ્દે પોલીસે 9 નબીરાઓની કાર સાથે ધરપકડ કરાઈ છે,આ તમામ કારમા બ્લેફ ફિલ્મ હોવાથી પોલીસે બ્લેક ફિલ્મને દૂર કરી મોટ દંડ ફટકાર્યો હતો. 190ની સ્પીડે કાર દોડાવી ગાંધીનગરમાં નબીરાઓ રોડ પર રીલ બનાવવાને લઈ લોકોના જીવ જોખમમા મૂકયા હતા,32 કરોડના ખર્ચે બનેલા આઈકોનિક ભાઈજીપુરાથી ગિફટ સિટી સુધીના રોડ પર આ નબીરાઓએ ફુલ સ્પીડમાં કાર દોડાવી હીત,લકઝુરીયસ કાર આટલી સ્પીડમાં ચલાવતા પોલીસને આ વાત મગજ પર આવી અને રીલના આધારે તમામ લોકોની ધરપકડ કરી હતી,આ તમામ કારમા ગેરકાયદેસર બ્લેક ફિલમ લગાવી હતી જેના કારણે બહારના લોકો અંદર કોણ બેઠા છે તેને જોઈ શકતા નથી,પોલીસે કારને જપ્ત કરી બ્લેક ફિલમ દૂર કરી હતી અને અલગથી તેનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ફિલ્મી સ્ટાઈલે રીલ બનાવી હતી ગાંધીનગરમા લક્ઝુરિયસ કારના કાફલા સાથે એકત્ર થયેલા નબીરાની ટોળકીએ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી ફિલ્મી સ્ટાઈલમા રીલ બનાવ્યુ હતું. તેનો વીડિયો વાયરલ થતાં ઇન્ફોસિટી પોલીસ એકાએક હરકતમાં આવી હતી અને તપાસનો દોર જારી કર્યો હતો. તેના પગલે આવા કરતુત આચરનારા નબીરાઓના પરિવારજનો દોડતા થઇ ગયા હતા અને ચેનકેન પ્રકારે તેમના સંતાનોને કાયદાની ચુંગાલમાંથી છોડાવવા વગદારોની ભલામણો સાથે અનેક પ્રકારના દાવપેચ અજમાવવા લાગ્યા હતા,પરંતુ પોલીસે કોઈની ભલામણ રાખ્યા વિના તમામ આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. હજી લોકો તથ્યકાંડ નથી ભૂલ્યા રૂપિયા હોય તો કંઈ પણ કરી શકીએ તે વાત ખોટી છે,કાયદો કાયદાનું કામ કરે જ છે,ગુજરાત હજી તથ્યકાંડ ભૂલ્યુ નથી,અને આવા નબીરાઓની ગુજરાતમા કોઈ કમી નથી તેનું એક ઉદાહરણ ગાંધીનગરમાં સામે આવ્યું છે,જોખમી રીતે કાર ચલાવી લોકોના જીવને જોખમ મૂકવા એ કોઈ સામન્ય વાત નથી.જો આ રીલ બનાવવાના ચક્કરમાં કોઈનો જીવ ગયો હોત તો શું થાત તે તમે પણ સારી રીતે સમજી શકો છો,ત્યારે ગુજરાત પોલીસ આવા નબીરાઓ અને રૂપિયાને હાથમાં લઈ કાયદાને સાઈડમાં રાખી લોકોને તકલીફ પડે એવું કામ કરનારાઓને કડકમાં કડક સજા આપે તે જરૂરી બન્યું છે.  

Giftcityને માથે લેનાર 9 નબીરાઓને ઝડપી પાડતી ગાંધીનગર પોલીસ,ફટકાર્યો મોટો દંડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સંદેશ ન્યૂઝના અહેવાલની ધારાદાર અસર
  • બેફામ ગાડી ચલાવવા મુદ્દે 9 નબીરાઓની ધરપકડ
  • ગિફ્ટી સિટી વિસ્તારમાં ચલાવી હતી બેફામ કાર

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં નબીરાઓએ બેફામ ગાડી ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યાં હતા.અલગ-અલગ મોંઘીદાટ કારને રેસના સ્વરૂપે રસ્તા પર દોડાવી રીલ બનાવી હતી,જે મુદ્દે પોલીસે 9 નબીરાઓની કાર સાથે ધરપકડ કરાઈ છે,આ તમામ કારમા બ્લેફ ફિલ્મ હોવાથી પોલીસે બ્લેક ફિલ્મને દૂર કરી મોટ દંડ ફટકાર્યો હતો.

190ની સ્પીડે કાર દોડાવી

ગાંધીનગરમાં નબીરાઓ રોડ પર રીલ બનાવવાને લઈ લોકોના જીવ જોખમમા મૂકયા હતા,32 કરોડના ખર્ચે બનેલા આઈકોનિક ભાઈજીપુરાથી ગિફટ સિટી સુધીના રોડ પર આ નબીરાઓએ ફુલ સ્પીડમાં કાર દોડાવી હીત,લકઝુરીયસ કાર આટલી સ્પીડમાં ચલાવતા પોલીસને આ વાત મગજ પર આવી અને રીલના આધારે તમામ લોકોની ધરપકડ કરી હતી,આ તમામ કારમા ગેરકાયદેસર બ્લેક ફિલમ લગાવી હતી જેના કારણે બહારના લોકો અંદર કોણ બેઠા છે તેને જોઈ શકતા નથી,પોલીસે કારને જપ્ત કરી બ્લેક ફિલમ દૂર કરી હતી અને અલગથી તેનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.


ફિલ્મી સ્ટાઈલે રીલ બનાવી હતી

ગાંધીનગરમા લક્ઝુરિયસ કારના કાફલા સાથે એકત્ર થયેલા નબીરાની ટોળકીએ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી ફિલ્મી સ્ટાઈલમા રીલ બનાવ્યુ હતું. તેનો વીડિયો વાયરલ થતાં ઇન્ફોસિટી પોલીસ એકાએક હરકતમાં આવી હતી અને તપાસનો દોર જારી કર્યો હતો. તેના પગલે આવા કરતુત આચરનારા નબીરાઓના પરિવારજનો દોડતા થઇ ગયા હતા અને ચેનકેન પ્રકારે તેમના સંતાનોને કાયદાની ચુંગાલમાંથી છોડાવવા વગદારોની ભલામણો સાથે અનેક પ્રકારના દાવપેચ અજમાવવા લાગ્યા હતા,પરંતુ પોલીસે કોઈની ભલામણ રાખ્યા વિના તમામ આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યો હતો.

હજી લોકો તથ્યકાંડ નથી ભૂલ્યા

રૂપિયા હોય તો કંઈ પણ કરી શકીએ તે વાત ખોટી છે,કાયદો કાયદાનું કામ કરે જ છે,ગુજરાત હજી તથ્યકાંડ ભૂલ્યુ નથી,અને આવા નબીરાઓની ગુજરાતમા કોઈ કમી નથી તેનું એક ઉદાહરણ ગાંધીનગરમાં સામે આવ્યું છે,જોખમી રીતે કાર ચલાવી લોકોના જીવને જોખમ મૂકવા એ કોઈ સામન્ય વાત નથી.જો આ રીલ બનાવવાના ચક્કરમાં કોઈનો જીવ ગયો હોત તો શું થાત તે તમે પણ સારી રીતે સમજી શકો છો,ત્યારે ગુજરાત પોલીસ આવા નબીરાઓ અને રૂપિયાને હાથમાં લઈ કાયદાને સાઈડમાં રાખી લોકોને તકલીફ પડે એવું કામ કરનારાઓને કડકમાં કડક સજા આપે તે જરૂરી બન્યું છે.