Monkeypox: વિદેશોમાં મંકીપોક્સના કેસ વધતા ગુજરાતમાં અપાયું એલર્ટ

રાજ્યના આરોગ્ય મંત્રીની એડવાઈઝરી જાહેર કર્યા બાદ હોસ્પિટલ સજ્જ મંકીપોક્સને લઈ અસારવા સિવિલ તંત્ર સતર્ક થયુ છે મંકીપોક્સ જેવા લક્ષણો હોય તો રિપોર્ટ કરવા PCR અને કીટ કરાઈ તૈયાર બહારના દેશમાં મંકીપોક્સના કેસ વધતા ગુજરાતમાં એલર્ટ અપાયુ છે. જેમાં રાજ્યના આરોગ્ય મંત્રીની એડવાઈઝરી જાહેર કર્યા બાદ હોસ્પિટલ સજ્જ છે. તેમજ મંકીપોક્સને લઈ અસારવા સિવિલ તંત્ર સતર્ક થયુ છે. મંકીપોક્સ જેવા લક્ષણો હોય તો રિપોર્ટ કરવા PCR અને કીટ તૈયાર કરાઈ છે. સિવિલ હોસ્પિટલમાં મંકીપોકસ દર્દી માટે એડમિટ વ્યવસ્થા કરાઈ છે.  વાઇરસના લક્ષ્ણો દેખાય તો તરત હોસ્પિટલનો સંપર્ક કરો: સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું છે કે મંકીપોકસ પ્રાણીઓમાંથી ફેલાતો વાઇરસ છે. આ વાઇરસમાં ભારે તાવ, શરીર પર ફોલ્લા થવા જેવા લક્ષ્ણો દેખાય છે. આ વાઇરસ શરીરમાં પ્રવેશના 20 થી 21 દિવસમાં દેખાય છે. આ વાઇરસથી ડરવાની જરૂર નથી પરંતુ સતર્ક રહેવું જોઈએ. આ વાઇરસના લક્ષ્ણો દેખાય તો તરત હોસ્પિટલનો સંપર્ક કરી સારવાર લેવી જોઇએ. મંકીપોક્સ વિશ્વના 70થી વધુ દેશોમાં ફેલાવાનું શરૂ થયું કોવિડ 19ને લોકો હજુ સુધી ભૂલી શક્યા નથી ત્યાં તો હવે બીજી બીમારીએ માંથું ઉચક્યું છે. મંકીપોક્સ વિશ્વના 70થી વધુ દેશોમાં ફેલાવાનું શરૂ થયું છે, જેના કારણે હજારો લોકો મૃત્યુ પામ્યા છે. આ ચિંતાને ધ્યાનમાં રાખીને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ વૈશ્વિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. WHOએ આ જાહેરાત ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં વાયરલ ઇન્ફેક્શન ફાટી નીકળ્યા બાદ કરી છે. જે પડોશી દેશોમાં પણ ફેલાઈ છે. 2 વર્ષમાં આ બીજી વખત છે જ્યારે મંકીપોક્સને વૈશ્વિક ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. આરોગ્ય ઈમરજન્સી ક્યારે જાહેર કરાય છે? કોઈપણ રોગ માટે ઈમરજન્સી ત્યારે જ જાહેર કરવામાં આવે છે, જ્યારે તે અસામાન્ય રીતે ફેલાતો હોય છે. અગાઉ આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને એમપોક્સ ચેપને લઈને મહાખંડમાં આરોગ્ય ઈમરજન્સી જાહેર કરી હતી. તેમજ ચેતવણી પણ આપી હતી કે તે આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરી શકે છે, જ્યારબાદ WHOએ બુધવારે બેઠક બાદ આની જાહેરાત કરી હતી.

Monkeypox: વિદેશોમાં મંકીપોક્સના કેસ વધતા ગુજરાતમાં અપાયું એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યના આરોગ્ય મંત્રીની એડવાઈઝરી જાહેર કર્યા બાદ હોસ્પિટલ સજ્જ
  • મંકીપોક્સને લઈ અસારવા સિવિલ તંત્ર સતર્ક થયુ છે
  • મંકીપોક્સ જેવા લક્ષણો હોય તો રિપોર્ટ કરવા PCR અને કીટ કરાઈ તૈયાર

બહારના દેશમાં મંકીપોક્સના કેસ વધતા ગુજરાતમાં એલર્ટ અપાયુ છે. જેમાં રાજ્યના આરોગ્ય મંત્રીની એડવાઈઝરી જાહેર કર્યા બાદ હોસ્પિટલ સજ્જ છે. તેમજ મંકીપોક્સને લઈ અસારવા સિવિલ તંત્ર સતર્ક થયુ છે. મંકીપોક્સ જેવા લક્ષણો હોય તો રિપોર્ટ કરવા PCR અને કીટ તૈયાર કરાઈ છે. સિવિલ હોસ્પિટલમાં મંકીપોકસ દર્દી માટે એડમિટ વ્યવસ્થા કરાઈ છે.

 વાઇરસના લક્ષ્ણો દેખાય તો તરત હોસ્પિટલનો સંપર્ક કરો: સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું છે કે મંકીપોકસ પ્રાણીઓમાંથી ફેલાતો વાઇરસ છે. આ વાઇરસમાં ભારે તાવ, શરીર પર ફોલ્લા થવા જેવા લક્ષ્ણો દેખાય છે. આ વાઇરસ શરીરમાં પ્રવેશના 20 થી 21 દિવસમાં દેખાય છે. આ વાઇરસથી ડરવાની જરૂર નથી પરંતુ સતર્ક રહેવું જોઈએ. આ વાઇરસના લક્ષ્ણો દેખાય તો તરત હોસ્પિટલનો સંપર્ક કરી સારવાર લેવી જોઇએ.

મંકીપોક્સ વિશ્વના 70થી વધુ દેશોમાં ફેલાવાનું શરૂ થયું

કોવિડ 19ને લોકો હજુ સુધી ભૂલી શક્યા નથી ત્યાં તો હવે બીજી બીમારીએ માંથું ઉચક્યું છે. મંકીપોક્સ વિશ્વના 70થી વધુ દેશોમાં ફેલાવાનું શરૂ થયું છે, જેના કારણે હજારો લોકો મૃત્યુ પામ્યા છે. આ ચિંતાને ધ્યાનમાં રાખીને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ વૈશ્વિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. WHOએ આ જાહેરાત ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં વાયરલ ઇન્ફેક્શન ફાટી નીકળ્યા બાદ કરી છે. જે પડોશી દેશોમાં પણ ફેલાઈ છે. 2 વર્ષમાં આ બીજી વખત છે જ્યારે મંકીપોક્સને વૈશ્વિક ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.

આરોગ્ય ઈમરજન્સી ક્યારે જાહેર કરાય છે?

કોઈપણ રોગ માટે ઈમરજન્સી ત્યારે જ જાહેર કરવામાં આવે છે, જ્યારે તે અસામાન્ય રીતે ફેલાતો હોય છે. અગાઉ આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને એમપોક્સ ચેપને લઈને મહાખંડમાં આરોગ્ય ઈમરજન્સી જાહેર કરી હતી. તેમજ ચેતવણી પણ આપી હતી કે તે આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરી શકે છે, જ્યારબાદ WHOએ બુધવારે બેઠક બાદ આની જાહેરાત કરી હતી.