Ahmedabad: વસ્ત્રાપુરમાં રહેતા વેપારીને પાડોશી મહિલા સાથે આંખ મિલાવવી રૂ.1.50 કરોડમાં પડી
શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા એક વેપારીને પાડોશી મહિલા સાથે આંખ મિલાવી ભારે પડી છે. મહિલાએ છ મહિના સુધી વોટ્સએપ પર ચેટીંગ અને વીડિયો કોલ કરીને વેપારીને હનીટ્રેપમાં ફસાવી દિધો હતો. બાદમાં મહિલા અને તેના બે સાગરીતોએ ભેગા મળીને વેપારીને બ્લેકમેઇલ કરીને 1.50 કરોડ રૂપિયા પડાવ્યા બાદ પણ ધમકીઓ આપી રહ્યા હતા. અંતે વેપારીએ ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરતા બે શખ્સોની અટકાયત કરીને મહિલાની શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા એક વેપારીને છ મહિના પહેલા પાડોશી મહિલા સાથે આંખ મળી હતી. જે બાદ મહિલા અને વેપારી બન્ને વોટ્સએપ મેસેજથી વાતચીત કરીને એકબીજાના ફોટા પણ મોકલતા હતા. આ દરમ્યાન મહિલાએ વેપારી પાસે અશ્લિલ ફોટા મંગાવતા વેપારીએ તેના અશ્લીલ ફોટા મોકલ્યા હતા. આટલુ જ નહીં, વેપારીને મહિલાએ વિડીયો કોલ કરીને અઘટીત હરકતો કરીને સ્ક્રીન રેકોર્ડીંગ કરી લીધુ હતુ. બાદમાં મહિલાએ પહેલા શરૂઆતમાં 2 લાખ, 5 લાખની માંગણી કરીને વેપારી પાસે બે યુવકોમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં મહિલા સહિત ત્રણેય શખ્સો ભેગા મળીને વેપારીને બ્લેકમેઇલ કરીને ટુકડે ટુકડે 1.50 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. આમ છતાં, ત્રણેય અવાર નવાર વેપારીને ધમકી આપતા કે, જો તુ પૈસા નહીં આપે તો તારા ઘરે વિડીયો બતાવી દઇશ અને સમગ્ર પ્રેમપ્રકરણની વાત કરીને તારો ઘરસંસાર બગાડી દઈશ. અંતે કંટાળીને વેપારી ક્રાઇમ બ્રાન્ચમાં જઇને અધિકારીને હનીટ્રેપ અંગે રજૂઆત કરીને અરજી આપી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે બે શખ્સોની અટકાયત કરીને મહિલાને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા એક વેપારીને પાડોશી મહિલા સાથે આંખ મિલાવી ભારે પડી છે. મહિલાએ છ મહિના સુધી વોટ્સએપ પર ચેટીંગ અને વીડિયો કોલ કરીને વેપારીને હનીટ્રેપમાં ફસાવી દિધો હતો.
બાદમાં મહિલા અને તેના બે સાગરીતોએ ભેગા મળીને વેપારીને બ્લેકમેઇલ કરીને 1.50 કરોડ રૂપિયા પડાવ્યા બાદ પણ ધમકીઓ આપી રહ્યા હતા. અંતે વેપારીએ ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરતા બે શખ્સોની અટકાયત કરીને મહિલાની શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા એક વેપારીને છ મહિના પહેલા પાડોશી મહિલા સાથે આંખ મળી હતી. જે બાદ મહિલા અને વેપારી બન્ને વોટ્સએપ મેસેજથી વાતચીત કરીને એકબીજાના ફોટા પણ મોકલતા હતા. આ દરમ્યાન મહિલાએ વેપારી પાસે અશ્લિલ ફોટા મંગાવતા વેપારીએ તેના અશ્લીલ ફોટા મોકલ્યા હતા. આટલુ જ નહીં, વેપારીને મહિલાએ વિડીયો કોલ કરીને અઘટીત હરકતો કરીને સ્ક્રીન રેકોર્ડીંગ કરી લીધુ હતુ. બાદમાં મહિલાએ પહેલા શરૂઆતમાં 2 લાખ, 5 લાખની માંગણી કરીને વેપારી પાસે બે યુવકોમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં મહિલા સહિત ત્રણેય શખ્સો ભેગા મળીને વેપારીને બ્લેકમેઇલ કરીને ટુકડે ટુકડે 1.50 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. આમ છતાં, ત્રણેય અવાર નવાર વેપારીને ધમકી આપતા કે, જો તુ પૈસા નહીં આપે તો તારા ઘરે વિડીયો બતાવી દઇશ અને સમગ્ર પ્રેમપ્રકરણની વાત કરીને તારો ઘરસંસાર બગાડી દઈશ. અંતે કંટાળીને વેપારી ક્રાઇમ બ્રાન્ચમાં જઇને અધિકારીને હનીટ્રેપ અંગે રજૂઆત કરીને અરજી આપી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે બે શખ્સોની અટકાયત કરીને મહિલાને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.