ગાંધી જયંતીના દિવસે સફાઈ અભિયાન દરમિયાન દારૂની બોટલો મળી, AAPએ કરી તપાસની માગ

Liquor bottles found in Jamnagar S.T. Depo: જામનગરમાં આજે ગાંધી જયંતીના દિવસે એસ. ટી. ડેપો પરિસરમાંથી આઠ નંગ ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો મળી આવતાં આમ આદમી પાર્ટીએ તે ખાલી બોટલોને પ્રજાજનો સમક્ષ મૂકીને એસ.ટી તંત્ર સામે સવાલો કર્યા છે. આ અંગે આપે યોગ્ય તપાસ કરવાની પણ માગણી કરી છે.જામનગરના એસ.ટી. ડેપોમાં આજે જામજોધપુર વિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા તેમજ અન્ય આપ પાર્ટીના કાર્યકરો આજે ગાંધી જયંતીના દિવસે સફાઈ અભિયાનમાં જોડાયા હતા. આ દરમિયાન સફાઈ કરતી વેળાએ જામનગરના એસ. ટી. ડેપો પર એક સ્થળેથી આઠ નંગ જેટલી ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો મળી આવી હતી. જે એકત્ર કરીને પ્રજાજનો સમક્ષ મૂકીને એસ.ટી તંત્ર સામે વેધક સવાલો કર્યા છે. જામનગરના એસ.ટી. ડેપોમાં અગાઉ પણ આજ રીતે દારૂની ખાલી બોટલો મળી આવી હતી. ત્યારે આમ આદમી પાર્ટીએ વેધક સવાલ કર્યો હતો કે, શું એસ.ટી. ડેપોના ડ્રાઇવર કંડકટર સહિતના કેટલાક કર્મચારીઓ દારૂનો નશો કરીને ફરજ બજાવે છે? જો આવું હોય તો મુસાફરોનો જીવ જોખમમાં મૂકાઈ શકે છે. એસ.ટી. તંત્રએ આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરીને જવાબદારી કર્મચારીઓ સામે યોગ્ય પગલાં ભરવાની માગ કરી છે.

ગાંધી જયંતીના દિવસે સફાઈ અભિયાન દરમિયાન દારૂની બોટલો મળી, AAPએ કરી તપાસની માગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Liquor bottles found in Jamnagar S.T. Depo: જામનગરમાં આજે ગાંધી જયંતીના દિવસે એસ. ટી. ડેપો પરિસરમાંથી આઠ નંગ ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો મળી આવતાં આમ આદમી પાર્ટીએ તે ખાલી બોટલોને પ્રજાજનો સમક્ષ મૂકીને એસ.ટી તંત્ર સામે સવાલો કર્યા છે. આ અંગે આપે યોગ્ય તપાસ કરવાની પણ માગણી કરી છે.

જામનગરના એસ.ટી. ડેપોમાં આજે જામજોધપુર વિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા તેમજ અન્ય આપ પાર્ટીના કાર્યકરો આજે ગાંધી જયંતીના દિવસે સફાઈ અભિયાનમાં જોડાયા હતા. આ દરમિયાન સફાઈ કરતી વેળાએ જામનગરના એસ. ટી. ડેપો પર એક સ્થળેથી આઠ નંગ જેટલી ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો મળી આવી હતી. જે એકત્ર કરીને પ્રજાજનો સમક્ષ મૂકીને એસ.ટી તંત્ર સામે વેધક સવાલો કર્યા છે. 

જામનગરના એસ.ટી. ડેપોમાં અગાઉ પણ આજ રીતે દારૂની ખાલી બોટલો મળી આવી હતી. ત્યારે આમ આદમી પાર્ટીએ વેધક સવાલ કર્યો હતો કે, શું એસ.ટી. ડેપોના ડ્રાઇવર કંડકટર સહિતના કેટલાક કર્મચારીઓ દારૂનો નશો કરીને ફરજ બજાવે છે? જો આવું હોય તો મુસાફરોનો જીવ જોખમમાં મૂકાઈ શકે છે. એસ.ટી. તંત્રએ આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરીને જવાબદારી કર્મચારીઓ સામે યોગ્ય પગલાં ભરવાની માગ કરી છે.