Banaskanthaમાં ખાતરની અછતથી ખેડૂતો પરેશાન, કૃષિ મંત્રીને લખ્યો પત્ર
બનાસકાંઠા જિલ્લોએ હવે બટાટા માટેનું હબ ગણાય છે અને હવે બટાટાના વાવેતરની શરૂઆત થવાની છે, ત્યારે જિલ્લામાં ખાતરની અછતને લઈને ખેડૂતો પરેશાન થયા છે.ડીએપી યુરિયા અને NPK ખાતરની ખાસ જરૂરિયાત ત્યારે ધાનેરાના ધારાસભ્યએ પણ ખાતરનો જથ્થો પૂરો પાડવા કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે, જણાવી દઈએ કે રવિ પાકોમાં પણ ડીએપી યુરિયા અને NPK ખાતરની ખાસ જરૂરિયાત હોય છે, જોકે ખાતરની અછત વર્તાતા ખેડૂતોએ અને ધાનેરાના ધારાસભ્યએ ખાતરનો જથ્થો પૂરો પાડવા માટે કૃષિ મંત્રી પાસે માગ કરી છે. જિલ્લામાં 5 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર બનાસકાંઠામાં 5 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થાય છે અને એમાં ખાસ ડીસા અને વડગામ તાલુકામાં બટાટાનું વાવેતર થતું હોય છે, ત્યારે ખાસ કરીને રવિ સિઝનમાં ડીએપી યુરિયા અને NPK ખાતરની ખાસ જરૂર પડતી હોય છે, જોકે બટાટામાં ખાસ કરીને NPK ખાતરની જરૂરિયાત હોય છે. અત્યારે ખેડૂતોએ બિયારણ તો લાવી દીધા છે, પરંતુ NPK ખાતરની અછત છે અને જેને લઈને ખેડૂતો દ્વારા સરકાર પાસે બટાટાના વાવેતર માટે NPK ખાતરની માગ કરવામાં આવી છે. દર વર્ષે ખાતરની અછતથી ખેડૂતો પરેશાન તમને જણાવી દઈએ કે ડીસા બટાટાનું હબ ગણાય છે, ત્યારે ધાનેરાના ધારાસભ્યએ પણ કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે અને યુરિયા ડીએપી અને એનપીકે ખાતરનો જથ્થો પૂરો પાડવાની માગણી કરી છે. એટલે કે વાવેતરના શ્રી ગણેશ થયા છે, ખેડૂતોએ બિયારણ પણ લાવી દીધા છે અને જો ખાતરનો જથ્થો હવે ના હોય તો ખેડૂતોને મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો છે. દર વર્ષે ખાતરની અછત થાય છે અને દર વર્ષે ખેડૂતો પરેશાન થાય છે. ખાતર ઉપલબ્ધ કરાવવા માટે સરકાર પાસે કરી માગણી એટલે ખાસ એનપીકે ખાતર ઉપલબ્ધ કરાવવા માટે અત્યારે તો સરકાર પાસે માગણી કરી છે, જોકે અત્યારે બનાસકાંઠામાં 34 હજાર મેટ્રિક ટન કે ખાતરની જરૂરિયાત હોય છે, જે રવિ અને ઉનાળા બંને સીઝનમાં જરૂરિયાત હોય છે, અત્યારે આ માસમાં 18,000 મેટ્રિક ટન NPK ખાતરની જરૂરિયાત છે, પરંતુ સામે જથ્થો માત્ર 9,000 મેટ્રિક ટન જેટલો જથ્થો પડ્યો છે એટલે ખાતરની અછત ચોક્કસ વર્તાઈ રહી હોય તેવી પરિસ્થિતિ બનાસકાંઠામાં છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠા જિલ્લોએ હવે બટાટા માટેનું હબ ગણાય છે અને હવે બટાટાના વાવેતરની શરૂઆત થવાની છે, ત્યારે જિલ્લામાં ખાતરની અછતને લઈને ખેડૂતો પરેશાન થયા છે.
ડીએપી યુરિયા અને NPK ખાતરની ખાસ જરૂરિયાત
ત્યારે ધાનેરાના ધારાસભ્યએ પણ ખાતરનો જથ્થો પૂરો પાડવા કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે, જણાવી દઈએ કે રવિ પાકોમાં પણ ડીએપી યુરિયા અને NPK ખાતરની ખાસ જરૂરિયાત હોય છે, જોકે ખાતરની અછત વર્તાતા ખેડૂતોએ અને ધાનેરાના ધારાસભ્યએ ખાતરનો જથ્થો પૂરો પાડવા માટે કૃષિ મંત્રી પાસે માગ કરી છે.
જિલ્લામાં 5 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર
બનાસકાંઠામાં 5 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થાય છે અને એમાં ખાસ ડીસા અને વડગામ તાલુકામાં બટાટાનું વાવેતર થતું હોય છે, ત્યારે ખાસ કરીને રવિ સિઝનમાં ડીએપી યુરિયા અને NPK ખાતરની ખાસ જરૂર પડતી હોય છે, જોકે બટાટામાં ખાસ કરીને NPK ખાતરની જરૂરિયાત હોય છે. અત્યારે ખેડૂતોએ બિયારણ તો લાવી દીધા છે, પરંતુ NPK ખાતરની અછત છે અને જેને લઈને ખેડૂતો દ્વારા સરકાર પાસે બટાટાના વાવેતર માટે NPK ખાતરની માગ કરવામાં આવી છે.
દર વર્ષે ખાતરની અછતથી ખેડૂતો પરેશાન
તમને જણાવી દઈએ કે ડીસા બટાટાનું હબ ગણાય છે, ત્યારે ધાનેરાના ધારાસભ્યએ પણ કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે અને યુરિયા ડીએપી અને એનપીકે ખાતરનો જથ્થો પૂરો પાડવાની માગણી કરી છે. એટલે કે વાવેતરના શ્રી ગણેશ થયા છે, ખેડૂતોએ બિયારણ પણ લાવી દીધા છે અને જો ખાતરનો જથ્થો હવે ના હોય તો ખેડૂતોને મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો છે. દર વર્ષે ખાતરની અછત થાય છે અને દર વર્ષે ખેડૂતો પરેશાન થાય છે.
ખાતર ઉપલબ્ધ કરાવવા માટે સરકાર પાસે કરી માગણી
એટલે ખાસ એનપીકે ખાતર ઉપલબ્ધ કરાવવા માટે અત્યારે તો સરકાર પાસે માગણી કરી છે, જોકે અત્યારે બનાસકાંઠામાં 34 હજાર મેટ્રિક ટન કે ખાતરની જરૂરિયાત હોય છે, જે રવિ અને ઉનાળા બંને સીઝનમાં જરૂરિયાત હોય છે, અત્યારે આ માસમાં 18,000 મેટ્રિક ટન NPK ખાતરની જરૂરિયાત છે, પરંતુ સામે જથ્થો માત્ર 9,000 મેટ્રિક ટન જેટલો જથ્થો પડ્યો છે એટલે ખાતરની અછત ચોક્કસ વર્તાઈ રહી હોય તેવી પરિસ્થિતિ બનાસકાંઠામાં છે.