Dahod: બોગસ NA કૌભાંડમાં ફરિયાદી સહિત બે મહેસૂલી અધિકારીની બદલી

બહુચર્ચિત દાહોદ જિલ્લાના બનાવટી બિનખેતી- NA કૌભાંડમાં ગુરૂવારે સાંજે ત્રીજો ગુન્હો નોંધાય તે પૂર્વે જ મહેસૂલ વિભાગે દાહોદના પ્રાંત અધિકારી, મામલતદાર એ બંને મહેસૂલી અધિકારીની બદલી કરી છે.પાંચેક મહિના અગાઉ નોંધાયેલી બે FIR પૈકી એકના ફરીયાદી એવા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ- SDM એન.બી.રાજપૂતને પોરબંદર. મામલતદાર એમ. કે. મિશ્રાને અમરેલી ખાતે જાહેરહિતમાં મોકલી દેવાયા છે. આ બેઉના સ્થાને અનુક્રમે દાહોદ નાયબ જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ દવે, હાલોલના મામલતદાર પ્રદિપસિંહ ગોહિલની નિયુક્તિ કરાઈ છે. દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેએ કહ્યુ કે, આ કેસમા તપાસ ચાલી રહી છે એટલે જે સામેલ હશે તેની સામે કાર્યવાહી થશે. ડિસેમ્બર- 2018માં ગુજરાત સરકારે બિનખેતીની સત્તાઓ પંચાયત પાસેથી લઈ મહેસૂલ વિભાગને તબદલી કરી ત્યારે દાહોદ જિલ્લામાં મહેસૂલી રેકર્ડ અને હુકમો તેમજ તે સમયમાં ચાલી કાર્યવાહીના પત્રવ્યવહારના ઈનવર્ડ- આઉટવર્ડની રમતમાં મોટાપાયે જમીનોના સર્વે નંબરો બિનખેતી- NA હેઠળ જાહેર થઈ ગયા હતા. આવા 150થી વધુ સરવે નંબરમાં હવે બાંધકામ પણ થઈ ચૂક્યુ છે. જેમાં આદિવાસીઓની પ્રતિબંધિત સત્તા પ્રકાર-77એએ હેઠળ આવતી જમીનો પણ છે. સ્થાનિક રાજકીય નેતા, જમીન માફિયા અને અધિકારીઓએ મળી રચેલા આ કૌભાંડ ધ્યાને આવતા સરકારે પાંચ મહિના પૂર્વે પોલીસ સમક્ષ બે ફરિયાદ- FIR નોંધાવી હતી. જેમાં એક FIR જિલ્લા વિકાસ અધિકારી-DDO ઉત્સવ ગૌતમ, બીજી દાહોદ SDM એન.બી.રાજપૂતે નોંધાવી હતી. જેમાં ચાર્જસિટ પણ થઈ ચૂક્યુ છે. બીજી તરફ આ બે FIR બાદ મહેસૂલી અને પંચાયતની કચેરીમાંથી અનેક સર્વેનંબરોમાં ગેરદાયદેસરપણે એક રીતે બનાવટી બિનખેતી- NAના ઓર્ડરો થયાનું તપાસમાં બહાર નિકળ્યુ હતુ. જેમાં ભાજપ સહિતના રાજકીય નેતાઓના નામો પણ ખૂલ્યા હતા. હવે વધારે બે નવી FIR નોંધાઈ રહી છે. જેના પગલે રાજકીય સુત્રધારોની ધરપકડ અને આ કૌભાંડમાં સામેલ અધિકારીઓ સામે તપાસ થાય તો નવાઈ નહી.

Dahod: બોગસ NA કૌભાંડમાં ફરિયાદી સહિત બે મહેસૂલી અધિકારીની બદલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બહુચર્ચિત દાહોદ જિલ્લાના બનાવટી બિનખેતી- NA કૌભાંડમાં ગુરૂવારે સાંજે ત્રીજો ગુન્હો નોંધાય તે પૂર્વે જ મહેસૂલ વિભાગે દાહોદના પ્રાંત અધિકારી, મામલતદાર એ બંને મહેસૂલી અધિકારીની બદલી કરી છે.

પાંચેક મહિના અગાઉ નોંધાયેલી બે FIR પૈકી એકના ફરીયાદી એવા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ- SDM એન.બી.રાજપૂતને પોરબંદર. મામલતદાર એમ. કે. મિશ્રાને અમરેલી ખાતે જાહેરહિતમાં મોકલી દેવાયા છે. આ બેઉના સ્થાને અનુક્રમે દાહોદ નાયબ જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ દવે, હાલોલના મામલતદાર પ્રદિપસિંહ ગોહિલની નિયુક્તિ કરાઈ છે. દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેએ કહ્યુ કે, આ કેસમા તપાસ ચાલી રહી છે એટલે જે સામેલ હશે તેની સામે કાર્યવાહી થશે.

ડિસેમ્બર- 2018માં ગુજરાત સરકારે બિનખેતીની સત્તાઓ પંચાયત પાસેથી લઈ મહેસૂલ વિભાગને તબદલી કરી ત્યારે દાહોદ જિલ્લામાં મહેસૂલી રેકર્ડ અને હુકમો તેમજ તે સમયમાં ચાલી કાર્યવાહીના પત્રવ્યવહારના ઈનવર્ડ- આઉટવર્ડની રમતમાં મોટાપાયે જમીનોના સર્વે નંબરો બિનખેતી- NA હેઠળ જાહેર થઈ ગયા હતા. આવા 150થી વધુ સરવે નંબરમાં હવે બાંધકામ પણ થઈ ચૂક્યુ છે. જેમાં આદિવાસીઓની પ્રતિબંધિત સત્તા પ્રકાર-77એએ હેઠળ આવતી જમીનો પણ છે. સ્થાનિક રાજકીય નેતા, જમીન માફિયા અને અધિકારીઓએ મળી રચેલા આ કૌભાંડ ધ્યાને આવતા સરકારે પાંચ મહિના પૂર્વે પોલીસ સમક્ષ બે ફરિયાદ- FIR નોંધાવી હતી. જેમાં એક FIR જિલ્લા વિકાસ અધિકારી-DDO ઉત્સવ ગૌતમ, બીજી દાહોદ SDM એન.બી.રાજપૂતે નોંધાવી હતી. જેમાં ચાર્જસિટ પણ થઈ ચૂક્યુ છે. બીજી તરફ આ બે FIR બાદ મહેસૂલી અને પંચાયતની કચેરીમાંથી અનેક સર્વેનંબરોમાં ગેરદાયદેસરપણે એક રીતે બનાવટી બિનખેતી- NAના ઓર્ડરો થયાનું તપાસમાં બહાર નિકળ્યુ હતુ. જેમાં ભાજપ સહિતના રાજકીય નેતાઓના નામો પણ ખૂલ્યા હતા. હવે વધારે બે નવી FIR નોંધાઈ રહી છે. જેના પગલે રાજકીય સુત્રધારોની ધરપકડ અને આ કૌભાંડમાં સામેલ અધિકારીઓ સામે તપાસ થાય તો નવાઈ નહી.