ગોધરામાં પરીક્ષા ટાણે વીજ પુરવઠો ખોરવાતા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન
પંચમહાલ જિલ્લામાં હાલ શાળાઓમાં પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે.ત્યારે પરીક્ષા ટાણે જ વીજળી ડુલ થઈ જતા વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા છે. ત્યારે એમજીવીસીએલ દ્વારા વિદ્યાર્થીઓની પરિસ્થિતિને સમજીને પરીક્ષા ટાણે વીજ પુરવઠા ના ખોવાય તેનું ધ્યાન રાખવું જોઈએ.પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પરીક્ષા ચાલી રહી છે. ગોધરા શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા હતા. બીજી બાજુ પરીક્ષાના સમયે વીજ પુરવઠો બંધ રહેતા વિદ્યાર્થીઓને ગરમીની અંદર પરીક્ષા આપવા મજબૂર બન્યા હતા. ઘણા વિદ્યાર્થીઓ અસહ્ય ગરમીથી પરેશાન થતા નોટબુક અને ઓઢણીનો સહારો લેવો પડયો હતો. ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ઈકબાલ હાઈસ્કૂલ અને ડો.ઝાકીર હુસેન પ્રાથમિક શાળામા વિજ પુરવઠો ખોરવાતા પરીક્ષા આપવા માટે આવેલા વિદ્યાર્થીઓ ભારે હેરાન પરેશાન થઈ ગયા હતા. જ્યારે વીજ પુરવઠો બંધ રહેતા ઘણા વિદ્યાર્થીઓને ગરમીમાં પરીક્ષા આપવા માટે મજબૂર બન્યા હતા. અને અસહ્ય ગરમીના કારણે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પરીક્ષા આપવા માટે આવેલા વિદ્યાર્થીઓએ ગરમીથી બચવા માટે નોટબુક અને ઓઢણીનો સહારો લઈને ગરમીથી આંશિક રાહત મેળવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પંચમહાલ જિલ્લામાં હાલ શાળાઓમાં પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે.ત્યારે પરીક્ષા ટાણે જ વીજળી ડુલ થઈ જતા વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા છે. ત્યારે એમજીવીસીએલ દ્વારા વિદ્યાર્થીઓની પરિસ્થિતિને સમજીને પરીક્ષા ટાણે વીજ પુરવઠા ના ખોવાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પરીક્ષા ચાલી રહી છે. ગોધરા શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા હતા. બીજી બાજુ પરીક્ષાના સમયે વીજ પુરવઠો બંધ રહેતા વિદ્યાર્થીઓને ગરમીની અંદર પરીક્ષા આપવા મજબૂર બન્યા હતા.
ઘણા વિદ્યાર્થીઓ અસહ્ય ગરમીથી પરેશાન થતા નોટબુક અને ઓઢણીનો સહારો લેવો પડયો હતો. ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ઈકબાલ હાઈસ્કૂલ અને ડો.ઝાકીર હુસેન પ્રાથમિક શાળામા વિજ પુરવઠો ખોરવાતા પરીક્ષા આપવા માટે આવેલા વિદ્યાર્થીઓ ભારે હેરાન પરેશાન થઈ ગયા હતા.
જ્યારે વીજ પુરવઠો બંધ રહેતા ઘણા વિદ્યાર્થીઓને ગરમીમાં પરીક્ષા આપવા માટે મજબૂર બન્યા હતા. અને અસહ્ય ગરમીના કારણે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પરીક્ષા આપવા માટે આવેલા વિદ્યાર્થીઓએ ગરમીથી બચવા માટે નોટબુક અને ઓઢણીનો સહારો લઈને ગરમીથી આંશિક રાહત મેળવી હતી.