Anand: તંત્ર વિરૂદ્ધ વિદ્યાર્થીઓ રોષે ભરાયા, 4 બસ રોકી કર્યો ચક્કાજામ
આણંદના બોરસદમાં વિદ્યાર્થીઓ બસની સમસ્યાઓથી કંટાળીને આખરે હવે મેદાનમાં આવ્યા છે અને બોરસદની ભાદરણ ચોકડી ખાતે હલ્લાબોલ કર્યો છે. તમામ વિદ્યાર્થીઓએ એકસાથે 4 બસ રોકીને ચક્કાજામ કર્યો છે અને વિરોધ વ્યક્ત કર્યો છે.4 બસમાં 500 વિદ્યાર્થીઓ કરે છે મુસાફરી તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં વિદ્યાર્થીઓને સ્કુલ અને કોલેજોમાં અવરજવર કરવા માટે બસ વધારે ના હોવાના કારણે મોટી મુશ્કેલી પડી રહી છે. 4 બસમાં 500 જેટલા વિદ્યાર્થીઓ મુસાફર કરવા માટે મજબૂર બન્યા છે અને મુસાફરી દરમિયાન વિદ્યાર્થીઓની હાલત કફોડી બની જાય છે. નક્કર પરિણામ નહીં આવતાં વિદ્યાર્થીઓ રોષે ભરાયા આ અંગે તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી અને તંત્ર ગાઢ નિંદ્રામાં ઉંઘવામાં મસ્ત છે અને બીજી તરફ વિદ્યાર્થીઓ ત્રસ્ત જોવા મળી રહ્યા છે. ત્યારે વારંવાર રજૂઆતો કર્યા બાદ પ્રશ્નનું કોઈ નક્કર પરિણામ કે ઉકેલ ના આવતા આખરે તમામ વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને વિદ્યાર્થીઓએ બસ રોકો આંદોલન શરૂ કર્યું છે. બોરસદ તાલુકામાં 15 દિવસ બાદ પણ વરસાદી પાણી ઓસર્યા નથી સમગ્ર આણંદ જિલ્લામાં 15 દિવસ વરસેલા ભારે વરસાદ બાદ ઠેર ઠેર પૂરની સ્થિતિ જોવા મળી હતી અને ધીરે ધીરે પાણી ઓસરતાં જનજીવન થાળે પડ્યું હતું. પરંતુ આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આજે 15 દિવસ બાદ પણ વરસાદી પાણી ઓસર્યા નથી, જેને લઈ સ્થાનિકો ભારે હાલાકીમાં મુકાયા છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે 15 દિવસથી પાણી ભરાયેલ હોવા છતાં તંત્ર કે કોઈ રાજકીય નેતા જોવા પણ ફરક્યા નથી, જેને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાણીમાં ચાલીને લોકોને અવરજવર કરવા મજબૂર બનવુ પડ્યુ બોરસદ તાલુકાના બદલપુર ગામના મુખ્ય માર્ગો પર દોઢ ફૂટ કરતા વધારે પાણી ભરાયેલ છે અને આ પાણીમાં લોકો અવરજ્વર કરવા મજબૂર બન્યા છે. શાળા પાસે પણ વરસાદી પાણી ભરાયેલા હોવાથી વિદ્યાર્થીઓને પાણીમાં થઈ ભણતર મેળવવા જવું પડી રહ્યું છે. આ ભરાયેલા પાણી એક બે દિવસના નથી, પરંતુ છેલ્લા 15 દિવસથી આ સ્થિતિ જોવા મળી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદના બોરસદમાં વિદ્યાર્થીઓ બસની સમસ્યાઓથી કંટાળીને આખરે હવે મેદાનમાં આવ્યા છે અને બોરસદની ભાદરણ ચોકડી ખાતે હલ્લાબોલ કર્યો છે. તમામ વિદ્યાર્થીઓએ એકસાથે 4 બસ રોકીને ચક્કાજામ કર્યો છે અને વિરોધ વ્યક્ત કર્યો છે.
4 બસમાં 500 વિદ્યાર્થીઓ કરે છે મુસાફરી
તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં વિદ્યાર્થીઓને સ્કુલ અને કોલેજોમાં અવરજવર કરવા માટે બસ વધારે ના હોવાના કારણે મોટી મુશ્કેલી પડી રહી છે. 4 બસમાં 500 જેટલા વિદ્યાર્થીઓ મુસાફર કરવા માટે મજબૂર બન્યા છે અને મુસાફરી દરમિયાન વિદ્યાર્થીઓની હાલત કફોડી બની જાય છે.
નક્કર પરિણામ નહીં આવતાં વિદ્યાર્થીઓ રોષે ભરાયા
આ અંગે તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી અને તંત્ર ગાઢ નિંદ્રામાં ઉંઘવામાં મસ્ત છે અને બીજી તરફ વિદ્યાર્થીઓ ત્રસ્ત જોવા મળી રહ્યા છે. ત્યારે વારંવાર રજૂઆતો કર્યા બાદ પ્રશ્નનું કોઈ નક્કર પરિણામ કે ઉકેલ ના આવતા આખરે તમામ વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને વિદ્યાર્થીઓએ બસ રોકો આંદોલન શરૂ કર્યું છે.
બોરસદ તાલુકામાં 15 દિવસ બાદ પણ વરસાદી પાણી ઓસર્યા નથી
સમગ્ર આણંદ જિલ્લામાં 15 દિવસ વરસેલા ભારે વરસાદ બાદ ઠેર ઠેર પૂરની સ્થિતિ જોવા મળી હતી અને ધીરે ધીરે પાણી ઓસરતાં જનજીવન થાળે પડ્યું હતું. પરંતુ આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આજે 15 દિવસ બાદ પણ વરસાદી પાણી ઓસર્યા નથી, જેને લઈ સ્થાનિકો ભારે હાલાકીમાં મુકાયા છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે 15 દિવસથી પાણી ભરાયેલ હોવા છતાં તંત્ર કે કોઈ રાજકીય નેતા જોવા પણ ફરક્યા નથી, જેને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પાણીમાં ચાલીને લોકોને અવરજવર કરવા મજબૂર બનવુ પડ્યુ
બોરસદ તાલુકાના બદલપુર ગામના મુખ્ય માર્ગો પર દોઢ ફૂટ કરતા વધારે પાણી ભરાયેલ છે અને આ પાણીમાં લોકો અવરજ્વર કરવા મજબૂર બન્યા છે. શાળા પાસે પણ વરસાદી પાણી ભરાયેલા હોવાથી વિદ્યાર્થીઓને પાણીમાં થઈ ભણતર મેળવવા જવું પડી રહ્યું છે. આ ભરાયેલા પાણી એક બે દિવસના નથી, પરંતુ છેલ્લા 15 દિવસથી આ સ્થિતિ જોવા મળી રહી છે.