Ahmedabad:એરપોર્ટ પર 6 માસમાં 48હજારથી વધુ ફ્લાઇટ અને 60લાખ પેસેન્જરની અવર-જવર

અમદાવાદ એરપોર્ટ ઉપર એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના 6 માસ દરમિયાન 48 હજારથી વધુ ફ્લાઇટોની અવર-જવર રહી હતી. જેમાં 60 લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી. જે ગત વર્ષના આ સમયગાળાની તુલનામાં મુસાફરોની સંખ્યામાં 8 ટકાનો વધારો સૂચવે છે.જેમાં 50 લાખ મુસાફરોએ ડોમેસ્ટિક જ્યારે 10 લાખ મુસાફરોએ આંતરરાષ્ટ્રીયકક્ષાની મુસાફરી કરી હતી. ડોમેસ્ટિકમાં 6 ટકાનો અને આંતરાષ્ટ્રીય મુસાફરીમાં 15 ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે. છેલ્લા છ માસ દરમિયાન અમદાવાદ એરપોર્ટથી ડોમેસ્ટિકમાં રાજકોટ, નાંદેડ અને ઓરંગાબાદની નવી ફ્લાઇટો શરૂ થઇ હતી. જેનો પણ મુસાફરોએ મહત્તમ લાભ લીધો છે. ઘરેલું વિમાની ઉડાનમાં અમદાવાદથી સૌથી વધુ દિલ્હી, મુંબઇ અને બેંગલુરૂ માટે ફ્લાઇટો ટેક ઓફ અને લેન્ડ થઇ હતી. જ્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં ડૉનમ્યૂંગ માટે થાઇએર એશિયા અને થાઇલાઇન એરની નવી ફ્લાઇટો શરૂ થઇ હતી. જ્યારે કુઆલમ્પુરમ્ માટે એરએશિયા બેરહેડ એરલાઇન્સે નવી ફ્લાઇટની સેવા શરૂ કરતા આ બંને શહેરો માટે મોટી સંખ્યામાં લોકોએ મુસાફરી કરી હતી. આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં 10 લાખ મુસાફરોએ અમદાવાદથી દુબઇ, અબુધાબી અને કુવૈત માટે સૌથી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી.

Ahmedabad:એરપોર્ટ પર 6 માસમાં 48હજારથી વધુ ફ્લાઇટ અને 60લાખ પેસેન્જરની અવર-જવર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ એરપોર્ટ ઉપર એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના 6 માસ દરમિયાન 48 હજારથી વધુ ફ્લાઇટોની અવર-જવર રહી હતી. જેમાં 60 લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી. જે ગત વર્ષના આ સમયગાળાની તુલનામાં મુસાફરોની સંખ્યામાં 8 ટકાનો વધારો સૂચવે છે.

જેમાં 50 લાખ મુસાફરોએ ડોમેસ્ટિક જ્યારે 10 લાખ મુસાફરોએ આંતરરાષ્ટ્રીયકક્ષાની મુસાફરી કરી હતી. ડોમેસ્ટિકમાં 6 ટકાનો અને આંતરાષ્ટ્રીય મુસાફરીમાં 15 ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે. છેલ્લા છ માસ દરમિયાન અમદાવાદ એરપોર્ટથી ડોમેસ્ટિકમાં રાજકોટ, નાંદેડ અને ઓરંગાબાદની નવી ફ્લાઇટો શરૂ થઇ હતી. જેનો પણ મુસાફરોએ મહત્તમ લાભ લીધો છે. ઘરેલું વિમાની ઉડાનમાં અમદાવાદથી સૌથી વધુ દિલ્હી, મુંબઇ અને બેંગલુરૂ માટે ફ્લાઇટો ટેક ઓફ અને લેન્ડ થઇ હતી. જ્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં ડૉનમ્યૂંગ માટે થાઇએર એશિયા અને થાઇલાઇન એરની નવી ફ્લાઇટો શરૂ થઇ હતી. જ્યારે કુઆલમ્પુરમ્ માટે એરએશિયા બેરહેડ એરલાઇન્સે નવી ફ્લાઇટની સેવા શરૂ કરતા આ બંને શહેરો માટે મોટી સંખ્યામાં લોકોએ મુસાફરી કરી હતી. આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં 10 લાખ મુસાફરોએ અમદાવાદથી દુબઇ, અબુધાબી અને કુવૈત માટે સૌથી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી.