Jamnagarમાં રણચંડી બનેલી કોર્પોરેટર રચના નંદાણિયા સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

જામનગરમાં કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણિયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે,ગઈકાલે પીજીવીજીસીએલ કચેરીમાં દંડો લઈને પહોંચેલી કોર્પોરેટરે અધિકારીને કેબિનમાં ઘુસીને ખખડાવ્યા હતા અને હાથમાં દંડો લઈને મારવા પહોંચ્યા હતા,ઘરમાં લાઈટબિલ વધુ આવતા કોર્પોરેટર મહિલા અધિકારીને ખખડાવવા પહોંચ્યા હતા.અને મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે નોંધી ફરિયાદ જામનગરમાં કોંગ્રેસ મહિલા કોર્પોરેટર રચના નંદાણિયા સામે પોલીસે ગુનો નોંધ્યો હતો અને કાર્યવાહી કરી હતી,પીજીવીજીસીએલના અધિકારીને ધમકાવીને ડરાવીને જાનથી મારી નાખવાની ધમકી આપતા અધિકારી અજય પરમારે મહિલા કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.ફરિયાદી અધિકારીનો ફોન લૂંટ કરી નુકસાન કર્યુ હતુ જેને લઈ ફરજમાં રૂકાવટ જાનથી મારી નાખવાની ધમકી અને અધિકારીને જાતિ પ્રત્યે અપમાનિત કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. કોર્પોરેટરના ઘરમાં આવતું હતુ વધારે લાઈટબિલ કોર્પોરેટરના ઘરમાં વધારે લાઈટબિલ આવતા તેમનો પિત્તો ગયો હતો અને લાકડી લઈ અધિકારીને મારવા પહોંચ્યા હતા,અધિકારી વાત સાંભળે તે પહેલા મહિલા કોર્પોરેટર તેમને કઈ પણ બોલવા લાગ્યા હતા અને લાકડી લઈને મારવા સુધી પહોંચી ગયા હતા,ઓફિસના સ્ટાફે તેમને રોકયા પણ મહિલા અધિકારી રોકાયા નહી અને તેમની સાથે પણ ખરાબ વર્તન કરવા લાગ્યા હતા,ગઈકાલે આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો જેને લઈ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. અધિકારી પર ભષ્ટ્રાચારના ગંભીર આક્ષેપો રચના નંદાણિયાએ ગરીબ લોકોને સ્માર્ટ મીટરના નામે લુંટાતા હોવાનો આક્ષેપો કર્યો હતો. હાથમાં લાડકી લઈ રચના નંદાણીયા વીજકચેરી ખાતે પહોંચ્યા હતા. અને અધિકારી સાથે બોલાચાલી કરી હતી. બિલ વધુ આવતા નગર સેવિકાએ હોબાળો કર્યો હતો. સ્માર્ટ મીટર લગાવવાથી બિલ વધુ આવતા વિરોધ કર્યો હતો. જે બાદ પોલીસને બોલાવાની ફરજ પડી હતી. પોલીસે મહિલા કોર્પોરેટરની અટકાયત કરી હતી.

Jamnagarમાં રણચંડી બનેલી કોર્પોરેટર રચના નંદાણિયા સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગરમાં કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણિયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે,ગઈકાલે પીજીવીજીસીએલ કચેરીમાં દંડો લઈને પહોંચેલી કોર્પોરેટરે અધિકારીને કેબિનમાં ઘુસીને ખખડાવ્યા હતા અને હાથમાં દંડો લઈને મારવા પહોંચ્યા હતા,ઘરમાં લાઈટબિલ વધુ આવતા કોર્પોરેટર મહિલા અધિકારીને ખખડાવવા પહોંચ્યા હતા.અને મારી નાખવાની ધમકી પણ આપી હતી.

પોલીસે નોંધી ફરિયાદ

જામનગરમાં કોંગ્રેસ મહિલા કોર્પોરેટર રચના નંદાણિયા સામે પોલીસે ગુનો નોંધ્યો હતો અને કાર્યવાહી કરી હતી,પીજીવીજીસીએલના અધિકારીને ધમકાવીને ડરાવીને જાનથી મારી નાખવાની ધમકી આપતા અધિકારી અજય પરમારે મહિલા કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.ફરિયાદી અધિકારીનો ફોન લૂંટ કરી નુકસાન કર્યુ હતુ જેને લઈ ફરજમાં રૂકાવટ જાનથી મારી નાખવાની ધમકી અને અધિકારીને જાતિ પ્રત્યે અપમાનિત કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.


કોર્પોરેટરના ઘરમાં આવતું હતુ વધારે લાઈટબિલ

કોર્પોરેટરના ઘરમાં વધારે લાઈટબિલ આવતા તેમનો પિત્તો ગયો હતો અને લાકડી લઈ અધિકારીને મારવા પહોંચ્યા હતા,અધિકારી વાત સાંભળે તે પહેલા મહિલા કોર્પોરેટર તેમને કઈ પણ બોલવા લાગ્યા હતા અને લાકડી લઈને મારવા સુધી પહોંચી ગયા હતા,ઓફિસના સ્ટાફે તેમને રોકયા પણ મહિલા અધિકારી રોકાયા નહી અને તેમની સાથે પણ ખરાબ વર્તન કરવા લાગ્યા હતા,ગઈકાલે આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો જેને લઈ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

અધિકારી પર ભષ્ટ્રાચારના ગંભીર આક્ષેપો

રચના નંદાણિયાએ ગરીબ લોકોને સ્માર્ટ મીટરના નામે લુંટાતા હોવાનો આક્ષેપો કર્યો હતો. હાથમાં લાડકી લઈ રચના નંદાણીયા વીજકચેરી ખાતે પહોંચ્યા હતા. અને અધિકારી સાથે બોલાચાલી કરી હતી. બિલ વધુ આવતા નગર સેવિકાએ હોબાળો કર્યો હતો. સ્માર્ટ મીટર લગાવવાથી બિલ વધુ આવતા વિરોધ કર્યો હતો. જે બાદ પોલીસને બોલાવાની ફરજ પડી હતી. પોલીસે મહિલા કોર્પોરેટરની અટકાયત કરી હતી.